Home /News /entertainment /Independence Day 2021: 15 ઓગસ્ટનાં જુઓ દેશભક્તિથી પ્રચૂર આ 6 ફિલ્મો

Independence Day 2021: 15 ઓગસ્ટનાં જુઓ દેશભક્તિથી પ્રચૂર આ 6 ફિલ્મો

દેશભક્તિથી પ્રચૂર ફિલ્મો

સ્વતંત્રતા દિવસ (Independence Day) પર દેશવાસીઓ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ખાસ વ્યવસ્થા કરી છે. સમય-સમય પર દેશપ્રેમની કહાની પર આધારિત ફિલ્મો રિલીઝ થાય છે. પણ 15 ગસ્ટ અને 26 જાન્યુઆરીથી ઠીક પહેલાં એવી ફિલ્મો રિલીઝ કરવામાં આવે છે જે દેશવાસીઓ માટે ગિફ્ટ હોય. સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠ પર ઘણી એવી ફિલ્મ છે જે આપ ઘેર બેઠા જોઇ શકો છો.

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 15 ઓગસ્ટ એક એવો દિવસ હોય છે જ્યારે એક આખુ અઠવાડિયું દેશવાસીઓની અંદર રાષ્ટ્ર પ્રેમની ભાવનાઓ દોડી આવે છે. એવાં લોકો દેસપ્રેમ સાથે જોડાયેલી ફિલ્મો જોવા પહોંચી જાય છે. તેથી અમે કેટલીક એવી ફિલ્મો અંગે વાત કરીએ છીએ જે આપ જોઇ શકો છો. હાલમાં રિલીઝ થયેલી ફિલ્મમાં અજય દેવગણ (Ajay Devgn) અને સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha), સંજય દત્ત (Sanjay Dutt) અને નોરા ફતેહી (Nora Fatehi)નાં અભિનયથી સજેલી છે. ફિલ્મ 'ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' (Bhuj: The Pride of India) જોવા મળી શકે છે. રિયલ લાઇફ સ્ટોરી, દેશ ભક્તિ, યુદ્ધ સાહસની કહાી આપને સેનાનાં લોકોનાં પડકારને સમજવામાં મદદ કરી શકે છે.

  આ પણ વાંચો- રાનૂ મંડલે ગાયું 'બચપન કા પ્યાર', VIDEO જોઇ બોલ્યા લોકો- 'ગાય તો સારુ જ છે.'

  શેરશાહ- સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ 'શેરશાહ' પણ રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં કારગિલ યુદ્ધનાં હીરો કેપ્ટન વિક્રમ બત્રાાં અદમ્ય સાહસની કહાની દર્શાવવામાં આવી છે. જ્યારે સામે દુશ્મન ઉભા હોય તો સીમા પર હાજર સિપાહી કેવી પરિસ્થિતિમાં હોય છે, તે 'શેરશાહ' જોઇને સમજાય છે.

  આ પણ વાંચો-Kim Kardashian: એક દિવસમાં પતિ સાથે 500 વખત સેક્સ કરતી આ હોલિવૂડ હસીના

  ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક- પાકિસ્તાનમાં ઘુસી આતંકવાદીઓનો સફાયો કરવાની કહાની જોઇ આપની અંદર દેશ પ્રેમ જાગવા લાગશે. આ ફિલ્મનો ડાઇલોગ 'હાઉઝ જોશ' તો એટલો ફેમસ થયો કે જ્યારે પણ કોઇને જોશથી ભરવાં હોય તો, તે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

  આ પણ વાંચો- Mouni Roy: બ્લેક બિકિનીમાં શેર કરી બોલ્ડ તસવીરો જુઓ એક્ટ્રેસની Latest Photos

  બોર્ડર- જે પી દત્તનાં ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'બોર્ડર'માં સની દેઓલ, સુનીલ શેટ્ટી, અક્ષય ખન્ના અને જેકી શ્રોફે જબરદસ્ત પરફોર્મન્સ આપી છે. આ ફિલ્મનાં ગીત 'ઘર કબ આઓગે.. સંદેશે આતે હૈ..' સાંભળીને આજે પણ સીમા પર હાજર સૈનિકને ઘરની યાદ આવી જાય છે. અને તેમનાં પરિજનોની આંખમાં આંસૂ આવી જાય છે.  ગદર: એક પ્રેમ કથા- અનિલ શર્માનાં ડિરેક્શનમાં બનેલી 'ગદર: એક પ્રેમ કથા' એક એવી ફિલ્મ છે જેણે સન 2001માં થિએટરમાં હાજર દર્શકોની ખુબ વાહવાહી લુંટી. અને તાળીઓ વગાડી. પાકિસ્તાનમાં ઘુસી સની દેઓલ જ્યારે તેની લાલ-લાલ આંખથી આગ વરસાવતો હેંડપંપ ઉખડે છે તો દર્શકો સીટ છોડી ઉભા થઇ જાય છે. આમ તો જણાવી દઇએ કે, હેંડપપ ઉખાડવા વાળો સીન લખનઉની એક ફેમસ સ્કૂલમાં ફિલ્મામવામાં આવ્યો છે.

  મિશન કશ્મીર- 2000માં આવેલી ફિલ્મમાં રિતિક રોશને લીડ રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કશ્મીરમાં ફેલાવવામાં આવતાં આતંકને દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે આતંકી કશ્મીરમાં ઘુસી ભયનો માહોલ બનાવે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: 75th Independence Day, Ajay Devgn, Bhuj: the pride of india, Hrithik roshan, Independence day

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन