Home /News /entertainment /

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અક્ષયને સન્માતિ કર્યો, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ટેક્સ ચૂકવે છે

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અક્ષયને સન્માતિ કર્યો, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ટેક્સ ચૂકવે છે

આઈટી વિભાગે અક્ષયને સન્માનિત કર્યો.

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સન્માન પત્ર મોકલ્યું છે. રિપોર્ટ્સના અનુસાર, અક્ષય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ટેક્સ ભરનાર વ્યક્તિ છે. તેથી આઈટી ડિપાર્ટમેન્ટે એક્ટરને સન્માન પત્ર મોકલીને સન્માનિત કર્યો છે.

વધુ જુઓ ...
    બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સન્માન પત્ર મોકલ્યું છે. રિપોર્ટ્સના અનુસાર, અક્ષય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ટેક્સ ભરનાર વ્યક્તિ છે. તેથી આઈટી ડિપાર્ટમેન્ટે એક્ટરને સન્માન પત્ર મોકલીને સન્માનિત કર્યો છે.

    આઈટી ડિપાર્ટમેન્ટે અક્ષયને સન્માનિત કર્યો

    પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, આ સન્માન પત્ર તેમની ટીમે રિસીવ કર્યું છે, કેમ કે અક્ષય કુમાર અત્યારે ટીનૂ દેસાઈની અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટે યુકે ગયો છે. આવું પહેલી વખત નથી કે જ્યારે એક્ટરને આ પ્રકારનું સન્માન મળ્યું હોય. છેલ્લા 5 વર્ષથી અક્ષય સૌથી વધારે ટેક્સ ભરનારાઓની યાદીમાં સામેલ છે.



    સૌથી વધારે ટેક્સ ભરનારાઓના લિસ્ટમાં સામેલ છે અક્ષય

    એક નજીકના સૂત્રના જણાવ્યા પ્રમાણે, અક્ષયની પાસે ઘણી ફિલ્મો છે અને સાથે જ એન્ડોર્સમેન્ટની દુનિયામાં પણ સારી એવી ઓફર્સ છે. તે ભારતમાં સૌથી વધારે ટેક્સ ભરનારાઓના લિસ્ટમાં સામેલ હોવો એ કોઈ આશ્ચર્યની વાત નથી.

    લોકો મારી ઈર્ષ્યા કરે છે- અક્ષય

    અક્ષય તાજેતરમાં કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં સમાંથા રૂથ પ્રભુની સાથે જોવા મળ્યો હતો. કરણે અક્ષયને સવાલ કર્યો હતો કે તેણે પોતાના કરતાં ઉંમરમાં નાની એક્ટ્રેસિસની સાથે કામ કરવા માટે પણ ટ્રોલ કરવામાં આવે છે. આ વિશે અક્ષયે કહ્યું હતું કે, આવું એટલા માટે છે કેમ કે લોકોને મારાથી ઈર્ષ્યા થાય છે. હું યંગ એક્ટ્રેસિસની સાથે કામ કરી શકું છું. શું હું 55 વર્ષનો દેખાઉં છું? મને સમસ્યા સમજાતી નથી.

    અક્ષય કુમારના અપકમિંગ પ્રોજેક્ટ્સ

    અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટર અત્યારે યુકેમાં જસવંત સિંહ ગિસની બાયોપિકનું શૂટિંગ કરી રહ્યો છે. અક્ષયની અપકમિંગ ફિલ્મ રક્ષાબંધન 11 ઓગસ્ટે રિલીઝ થશે. તે સિવાય તેની પાસે રામ સેતુ, સેલ્ફી, મિશન સિન્ડ્રેલા અને ઓહ માય ગોડ 2 જેવી ફિલ્મો છે. જસવંત સિંહની બાયોપિકનું શૂટિંગ પૂરું થયા પછી એક્ટર પોતાના નવા પ્રોજેક્ટ બડે મિયા છોટે મિયા પર કામ શરૂ કરશે. દિનેશ વિજનની કોમેડી ડ્રામા ફિલ્મમાં મુદ્દસર અજીજ પણ લીડ રોલમાં હશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Tax, અક્ષય કુમાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन