છેલ્લી ફિલ્મ 'છિછોરે'માં સુશાંત સિંહ રાજપૂતે સૂસાઈડને નજીકથી જોઈ હતી, આત્મહત્યા સામે લડી હતી લડાઈ

News18 Gujarati
Updated: June 14, 2020, 5:28 PM IST
છેલ્લી ફિલ્મ 'છિછોરે'માં સુશાંત સિંહ રાજપૂતે સૂસાઈડને નજીકથી જોઈ હતી, આત્મહત્યા સામે લડી હતી લડાઈ
ફાઈલ તસવીર

ગત વર્ષના સપ્ટેમ્બર મહિનામાં તેમની છેલ્લી થિએરિટકલ ફિલ્મ 'છિચોરે' આવી હતી જે ખૂબ જ સફળ રહી હતી. ફિલ્મની થીમ લાઈન સૂસાઈડ સામેની લડાઈની હતી.

  • Share this:
મુંબઈઃ ટીવીથી એન્ટ્રી કરીને બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીતનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આપણી વચ્ચે રહ્યા નથી. ગત વર્ષના સપ્ટેમ્બર મહિનામાં તેમની છેલ્લી થિએરિટકલ ફિલ્મ 'છિચોરે' આવી હતી જે ખૂબ જ સફળ રહી હતી. ફિલ્મની થીમ લાઈન સૂસાઈડ સામેની લડાઈની હતી. સુશાંતને સૂસાઈડ વિષય સાથે નજીકથી આ ભેટો આ ફિલ્મમાં થયો હતો.

સુશાંત સિંહ રાજપૂતે સૂસાઈડ વિષય અને આ દરમિયાન મનઃસ્થિતિને સમજવા માટે સુશાંતને આ ફિલ્મ મળી હતી. પરંતુ આયરની જોઈએ તો તે બીજી ધરી ઉપર ઊભા હતા. સુશાંત ફિલ્મમાં સૂસાઈડ કરનાર નહીં પરંતુ આત્મહત્યા કરનાર લોકોને ફરીથી જિંદગી તરફ વાળવાનું પાત્ર નિભાવ્યું હતું. ત્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યું ન હતું કે, આ અભિનેતા પોાતની અસલ જિંદગી અને અભિનયની જિંદગીમાં આટલો મોટો વિરોધાભાસને પણ પરદા ઉપર આવી રીતે ઉતારી રહ્યા છે.

આ પણ વાંચોઃ-અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પહેલા તેની એક્સ મેનેજર દિશા સલિયન પણ કરી ચૂકી છે આત્મહત્યા

છિછોરેમાં એક એવા બાળકની કહાની છે જે એન્જિનિયરિંગ પરીક્ષામાં નાપાસ થયા પછી જિંદગીથી સંપૂર્ણપણ હતાશથયો હતો. એક ઉંચી ઈમારત ઉપરથી છલાંગ લગાવ્યા પછી તેનો જીવ બચી જાય છે અને તે વેન્ટિલેટર ઉપર હોય છે. ત્યારે ડોક્ટર જણાવે છે કે બાળકની શારીરિક હાલત એકવાર સુધરી શકે છે પરંતુ બાળકના મનમાં જીવવા અંગે ઈચ્છા નથી. તે જીવવા નહીં મરવા માંગે છે.

આ પણ વાંચોઃ-અજાણી વાતો! 17 વર્ષ બાદ મુંડન માટે બિહાર પોતાના ગામમાં ગયા હતા સુશાંત સિંહ, ભાઈ છે બીજેપી MLA

ડોક્ટરની આ વાત સાંભળીને સુશાંતના પાત્ર અનિરુદ્ધ એટલે કે અનિએ એ નક્કી કરી દીધું કે તે પોતાના પુત્રને ફરીથી જિંદગી તરફ લઈ જશે. આ માટે તેણે દરેક પ્રકારી કોશિશ કરી જેનાથી તેમનો પુત્ર પાછો સારો થઈ શકે. અંતે અનિરુદ્ધ આમા સફળ રહ્યા હતા. પરંતુ આ ફિલ્મમાં. અસલ જિંદગીમાં નહીં.ફિલ્મમાં આ પ્રકારે જ્યારે સુશાંતના આત્મહત્યાની ખબર મળતા જ અક્ષય કુમારે કહ્યું કે હું ફિલ્મ જોઈને એ વિચાર્યું હતું કે, હું આ ફિલ્મમાં કેમ નથી. પરંતુ ફિલ્મના રિલિઝને આશરે આઠ મહિના પછી સૂસાઈડ સામે લડતા લડતા ખુદ સુશાંતે પણ મોતને વ્હાલું કરી લીધું.
First published: June 14, 2020, 5:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading