Home /News /entertainment /

‘તારક મહેતા’ની આ એક્ટ્રેસના બોયફ્રેન્ડે શારીરિક સંબંધ બાંધવાની ડિમાન્ડ કરી હતી, આ રીતે છોડાવ્યો પીછો

‘તારક મહેતા’ની આ એક્ટ્રેસના બોયફ્રેન્ડે શારીરિક સંબંધ બાંધવાની ડિમાન્ડ કરી હતી, આ રીતે છોડાવ્યો પીછો

એક્ટ્રેસના બોયફ્રેન્ડે શારીરિક સંબંધ બાંધવાની ડિમાન્ડ કરી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લાંબા સમયથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ સિરિયલના દરેક પાત્રએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. તારક મહેતા ફેમ એક્ટ્રેસ આરાધના શર્મા પણ આ શોનો ભાગ રહી ચૂકી છે અને તેના રોલને ઘણો પસંદ પણ કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લાંબા સમયથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ સિરિયલના દરેક પાત્રએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. તારક મહેતા ફેમ એક્ટ્રેસ આરાધના શર્મા પણ આ શોનો ભાગ રહી ચૂકી છે અને તેના રોલને ઘણો પસંદ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ શું તમે જાણો છો કે આરાધના રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે અને તેણે પોતાના જીવન સાથે સંબંધિત એવા રહસ્ય ઈન્ટરવ્યુમાં જણાવ્યા હતા કે જે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ‘એમટીવી સ્પ્લિટ્સવિલા એક્સ 2’ સ્ટાર આરાધના શર્મા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો માં ડિટેક્ટીવના પાત્ર તરીકે જોવા મળી હતી.

    પહેલી મુલાકાતમાં સેક્સની ડિમાન્ડ

    આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો દ્વારા ચર્ચામાં રહે છે. ઈન્ડિયા ડોટ કોમના અનુસાર, એક ઈન્ટરવ્યુમાં આરાધનાએ જણાવ્યું કે તે જ્યારે પહેલી વખત પોતાના બોયફ્રેન્ડની સાથે ડેટ પર ગઈ હતી ત્યારે તેને આરાધના પાસેથી સેક્સની ડિમાન્ડ કરી હતી.

    કહ્યું- 'નો મીન્સ નો'

    તેણે કહ્યું કે, તે પહેલી મુલાકાતમાં સેક્સ કરવામાં અસહજ હતી, પરંતુ તે છોકરો એક્ટ્રેસને શારીરિક સંબંધ બનાવવા માટે ફોર્સ કરવા લાગ્યો. તેને કિસ કરવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ એક્ટ્રેસે સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું- ના એટલે ના...

    સેક્સ થયું પણ મુશ્કેલી થઈ ગઈ હતી

    આ પહેલા એક ઈન્ટરવ્યુમાં આરાધનાએ પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેણે જણાવ્યું હતું કે તે પોતાના બોયફ્રેન્ડની સાથે લગભગ દોઢ વર્ષથી રિલેશનશિપમાં હતી. આ દરમિયાન બંનેએ સેક્સ કર્યું હતું પરંતુ એક દિવસ શારીરિક સંબંધ બાંધ્યાના પછી આરાધનાને શંકા થઈ. તેને લાગ્યું કે કંઈક ખોટું થયું છે. આરાધનાએ તે ઘટનાને ઈગ્નોર કરતા કામ કરવાનું શરૂ કરી દીધું. પછી એક દિવસ તેને અહેસાસ થયો કે કંઈક તો ગડબડ છે. આટલો થાક કેમ લાગી રહ્યો છે. આરાધના સમય બગાડ્યા વગર કેમિસ્ટ શોપ પર ગઈ અને ત્યાંથી પ્રેગ્નન્સી ટેસ્ટ સ્ટ્રિપ ખરીદી. ઘર આવીને ચેક કર્યું, પરંતુ નેગેટિવ હતું. તેના પછી તેને રાહતનો શ્વાસ લીધો.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Aradhana Sharma, Taarak Mehta Ka Ooltah Chashmah

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन