Home /News /entertainment /‘તારક મહેતા’માં દિલીપ જોશી નહીં પણ આ એક્ટર ‘જેઠાલાલ’ હોત, અભિનેતાએ આ કારણે ઓફર ઠૂકરાવી

‘તારક મહેતા’માં દિલીપ જોશી નહીં પણ આ એક્ટર ‘જેઠાલાલ’ હોત, અભિનેતાએ આ કારણે ઓફર ઠૂકરાવી

‘તારક મહેતા’માં દિલીપ જોશી નહીં પણ આ એક્ટર ‘જેઠાલાલ’ હોત

કોમેડી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષ 2008થી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ ટીવી સિરિયલમાં જેઠાલાલથી માંડી બાપુજી અને બબીતાજી જેવા પાત્રો જોવા મળે છે જે દર્શકોનું મનોરંજન કરે છે. આજે અમે તમને આ ટીવી સિરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી વિશે જણાવી રહ્યા છીએ.

વધુ જુઓ ...
    કોમેડી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષ 2008થી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ ટીવી સિરિયલમાં જેઠાલાલથી માંડી બાપુજી અને બબીતાજી જેવા પાત્રો જોવા મળે છે જે દર્શકોનું મનોરંજન કરે છે. આજે અમે તમને આ ટીવી સિરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી વિશે જણાવી રહ્યા છીએ. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, સિરિયલના મેકર્સની પહેલી પસંદ દિલીપ જોશી નહોતા. રિપોર્ટના અનુસાર, સિરિયલના મેકર્સે જેઠાલાલના રોલ માટે એક્ટર રાજપાલ યાદવને અપ્રોચ કર્યો હતો.

    આ પણ વાંચોઃ-શું કાંચડાની જેમ રંગ બદલે છે આસિત મોદી? શૈલેષ લોઢાની પોસ્ટ પર યુઝર્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

    જો કે, રાજપાલ યાદવે જેઠાલાલનો રોલ પ્લે કરવાની ના પાડી દીધી હતી. રાજપાલે આવું કેમ કર્યું તેનો જવાબ એક્ટરે એક ઈન્ટરવ્યુ દરમિયાન આપ્યો હતો. રાજપાલ ઈચ્છતો હતો કે જે રોલ તે નિભાવે તે ખાસકરીને તેના માટે જ લખવામાં આવે, અભિનેતા પોતાને કોઈ બીજા દ્વારા બનાવેલી દુનિયામાં જોવા માગતો ન હતો.

    રાજપાલ અને કેટલાક અન્ય સ્ટાર્સે ના કહ્યા પછી આ રોલ દિલીપ જોશીની પાસે આવ્યો અને આજે દિલીપ જેઠાલાલનું પાત્ર ભજવીને ઘરે ઘરે પોપ્યુલર થઈ ગયા છે. પણ શું તમને ખબર છે કે જેઠાલાલને રોલ ઓફર કરવામાં આવ્યો તે પહેલા દિલીપ જોશી એક વર્ષ સુધી બેરોજગાર હતા.

    હકીકતમાં દિલીપ જે ટીવી સિરિયલમાં કામ કરી રહ્યો હતો તે ઓફ એર થઈ ગયો હતો આવી સ્થિતિમાં તેમની પાસે કોઈ કામ નહોતું. એવું પણ કહેવામાં આવે છે કે દિલીપ જોશી એક સમયે એટલા પરેશાન હતા કે એક્ટિંગની ફીલ્ડ જ છોડવા માગતા હતા.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Jethalal, Rajpal yadav, Taarak Mehta Ka Ooltah Chashmah

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन