લાંબા સમય બાદ જોવા મળ્યો ઇમરાન ખાન, દેખાય છે આવો કમજોર

News18 Gujarati
Updated: June 8, 2019, 5:17 PM IST
લાંબા સમય બાદ જોવા મળ્યો ઇમરાન ખાન, દેખાય છે આવો કમજોર
હાલમાં જ મુંબઇમાં એક જિમની બહાર સ્પોટ થયો હતો ઇમરાન ખાન તેનાં ફેન્સને તેની ચિંતા થઇ રહી છે.

હાલમાં જ મુંબઇમાં એક જિમની બહાર સ્પોટ થયો હતો ઇમરાન ખાન તેનાં ફેન્સને તેની ચિંતા થઇ રહી છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: એક તરફ એવી વાતો છે કે ઇમરાન ખાન અને તેની પત્ની અવંતિકા વચ્ચે હાલમાં કંઇજ બરાબર નથી. લગ્નનાં આઠ વર્ષ બાદ તેમણે અલગ થવાનો નિર્ણય કર્યો છે હવે આ વાત સાચી છે કે અફવા તે હજુ સુધી કોઇએ સ્પષ્ટ કર્યુ નથી. એવામાં હાલમાં સોશિયલ મીડિયા પર ઇમરાનની એક તસવીર વાયરલ થઇ રહી છે જે જોઇને તમને પણ તેની ચિંતા થશે. આ તસવીરમાં ઇમરાન ખુબજ કમજોર નજર આવવા લગ્યો છે.

ઇમરાનની તસવીરો જોઇને યુઝર્સ કમેન્ટ કરવા લાગ્યા છે. એક યૂઝરે લખ્યુ છે કે, ઇમરાને તેનું વજન ઘટાડી લીધુ છે.. આશા રાખુ બધુ બરાબર હોય. તો અન્ય એક યુઝરે લખ્યુ કે, તને જોઇને સારુ લાગ્યું. એક યૂઝરે ઇમરાનની પર્સનલ લાઇફ પર કમેન્ટ કરતાં લખ્યુ છે કે, પત્ની સાથેનાં અણબનાવને કારણે તો ઇમરાન આવો નથી થઇ ગયો છે.

વેલ બીજી તરફ ઇમરાનનાં અંગત જીવનની વાતો કરીએ તો કહેવાય છે કે ઇમરાન અને અવંતિકાએ તેમનાં લગ્નમાં એક બ્રેક લીધો છે. અવંતિકાએ ઇમરાનનું 24, પાલી હિલ ઘર છોડી દીધુ છે. તે તેની દીકરી ઇમારાને લઇને તેનાં પિતાનાં ઘરે જતી રહી છે.

અવંતિકા અને ઇમરાને આશરે આઠ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2011માં લગ્ન કર્યા હતાં. અને વર્ષ 2014માં 9 જૂનનાં રોજ તેમનાં ઘરે ઇમારાનો જન્મ થયો. એક સમયે ફેમિલી ગોલ્સ આપનારા આ કપલ વચ્ચે અણબનાવની વાતોથી તેમનાં ફેન્સનું દિલ તુટી ગયુ છે.
First published: June 8, 2019, 5:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading