Imran Khan B'day: આમિર ખાનનો ભાણો છે ઈમરાન ખાન, બાળ કલાકાર તરીકે શરૂ કર્યું હતુ કરિયર, કેમ હાલ ફિલ્મોથી છે દૂર?
Imran Khan B'day: આમિર ખાનનો ભાણો છે ઈમરાન ખાન, બાળ કલાકાર તરીકે શરૂ કર્યું હતુ કરિયર, કેમ હાલ ફિલ્મોથી છે દૂર?
ઈમરાન ખાન જન્મદિવસ
સ્ટાર પરિવાર સાથે સંબંધ ધરાવતા ઈમરાન ખાન ((Imran Khan) હવે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. અભિનેતાના જન્મદિવસ (Birthday) પર આવો જાણીએ તેમના વિશે કેટલીક વાતો.
Imran Khan Birthday : બોલિવૂડ (Bollywood) ઈન્ડસ્ટ્રીમાં કેટલાક સ્ટાર્સ (Stars) એવા હોય છે, જે ઇન્ડસ્ટ્રીમાં આવે છે અને પોતાની ઓળખ બનાવી વર્ષો સુધી કામ કરતા રહે છે, જયારે કેટલાક સ્ટાર્સ એવા હોય છે, જેઓ ઓળખ બનાવવામાં તો સફળ (Successful) રહે છે પરંતુ તેઓ બાદમાં વધુ કામ કરી શકતા નથી. જે બાદ તેઓ આ ફિલ્મી દુનિયા છોડીને સામાન્ય જીવન જીવતા હોય છે. કેટલાકને લાગે છે કે પ્રતિભા (Talent) જ આ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહે છે, તો કેટલાક માને છે કે, જેનું નસીબ (Luck) સાથ આપે તે જ ટકી રહે છે. જેમાં બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર કિડ્સ (Kids) કે સ્ટાર્સ છે જેમને ફિલ્મો (Films)માં કામ કરવાની તક મળી, પરંતુ તેઓ ક્યારે ઈન્ડસ્ટ્રીમાં આવ્યા અને ક્યારે ગાયબ થઈ ગયા તે લોકોને ખબર ન પડી. અભિનેતા ઈમરાન ખાન (Imran Khan birthday) સાથે પણ આવું જ થયું. સ્ટાર પરિવાર સાથે સંબંધ ધરાવતા ઈમરાન ખાન હવે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. અભિનેતાના જન્મદિવસ (Birthday) પર આવો જાણીએ તેમના વિશે કેટલીક વાતો.
ઈમરાન ખાનનો જન્મ અમેરિકામાં થયો હતો
ઈમરાન ખાન (Imran Khan) નો જન્મ 13 જાન્યુઆરી, 1983ના રોજ અમેરિકામાં થયો હતો. વર્ષ 1988 માં, તેણે બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી. તે તેના મામા અને બોલીવુડના સુપર સ્ટાર આમિર ખાનની ફિલ્મમાં જોવા મળ્યો હતો. ઈમરાન ખાને પોતાના કરિયરની શરૂઆત 'કયામત સે કયામત' તક અને 'જો જીતા વોહી સિકંદર' ફિલ્મોથી કરી હતી. વર્ષ 2008 માં, તેણે ફિલ્મ 'જાને તુ યા જાને'ના માં મુખ્ય અભિનેતા તરીકે તેની શરૂઆત કરી. આ પછી તે કિડનેપ, લક, આઈ હેટ લવ સ્ટોરીઝ, ડેલી બેલી, મેરે બ્રધર કી દુલ્હન, બ્રેક કે બાદ, મટરુ કી બિજલી કા મંડોલા અને કટ્ટી બટ્ટી જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.
ઈમરાન ખાન ફિલ્મોથી હવે દુર
આ વર્ષોમાં ઈમરાન ખાન (Imran Khan) ને પણ એ વાતનો અહેસાસ થયો હતો કે, અભિનયની કારકિર્દીમાં તેનું ગાડું દોડી રહ્યું નથી. વર્ષ 2018 માં, તેણે મિશન માર્સ નામની એક ટૂંકી ફિલ્મનું નિર્દેશન કર્યું. દિગ્દર્શન ક્ષેત્રે ડેબ્યુ કર્યા પછી, છેલ્લા કેટલાક વર્ષમાં, અભિનેતા કોઈપણ ફિલ્મ સાથે જોડાયો નથી. ઉપરાંત, હાલમાં તે કોઈપણ પ્રોજેક્ટનો ભાગ નથી.
અંગત જીવનની વાત કરીએ તો ઈમરાન ખાન પણ તેના મામા આમિર ખાનની જેમ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. અભિનેતા તેના અંગત જીવનને ખાનગી રાખે છે અને પ્રમોશનમાં ભાગ્યે જ જોવા મળે છે. તેણે વર્ષ 2011માં અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર