ન કોઈ મેકઅપ, ન કોઈ ફિલ્ટર, કરીના કપૂરની આ તસવીરના દીવાના થયા લોકો

News18 Gujarati
Updated: May 14, 2020, 4:28 PM IST
ન કોઈ મેકઅપ, ન કોઈ ફિલ્ટર, કરીના કપૂરની આ તસવીરના દીવાના થયા લોકો
કરીના કપૂર (ફાઇલ તવસીર)

કરીના કપૂર (Kareena Kapoor) ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ખૂબ જ સક્રિય છે, તાજેતરમાં કરીનાએ મેકઅપ વગરની તેની એક તસવીર (No Makeup Photo) શેર કરી છે.

  • Share this:
મુંબઈ : આજકાલ કોરોના (Coronavirus)ના ડર અને લૉકડાઉન (Lockdown)ને કારણે તમામ લોકો ઘરે જ સમય વ્યતિત કરી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ પણ પોતાના ઘરે જ છે, પરંતુ તેઓ કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે. તેઓ આ માટે કોઈને કોઈ રસ્તો શોધી જ કાઢતા હોય છે. આજકાલ તમામ સ્ટાર્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય છે. અભિનેત્રી કરીના કપૂર (Kareena Kapoor) તેમાંની એક છે. અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ (Instagram) પર તેના ચાહકો માટે તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં કરીનાએ શેર કરેલી એક સેલ્ફી ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરને જોઈને લોકો કરીનાની પ્રશંસા કરતા થાકતા નથી.

કરીના કપૂરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં કરીના મેકઅપ વગર નજરે પડી રહી છે. આ તસવીરમાં કરીના સનબાથ લેતી નજરે પડી રહી છે. સૂર્યનો તડકો સીધો જ કરીનાની ચહેરા પર પડી રહ્યો છે. કરીનાના ચહેરા પર ફોનનો પડછાયો પણ દેખાઈ રહ્યો છે. આ તસવીરામાં કરીનાએ ચહેરા પર કોઈ જ મેકઅપ નથી કર્યો, એટલું જ નહીં કોઈ જ ફિલ્ટર વગર ફોટો શેર કર્યો છે. કરીનાના આવા અંદાજના લોકો દીવાના થયા છે. તમામ લોકો આ માટે કરીનાની પ્રશંસાના પૂલ બાંધી રહ્યા છે.
 View this post on Instagram
 

Because eye-shadow is too mainstream! 💁🏻‍♀️


A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on


આ તસવીર ઇન્સ્ટા પર શેર કરતા કરીનાએ લખ્યું છે કે, "કારણ કે આઈ શેડો કંઇક વધારે જ મેનસ્ટ્રીમ છે." કરીનાની આ તસવીર પર પ્રશંસકોએ તાડબતોડ પ્રતિક્રિયા આપી હતી. તમામ લોકોનું માનવું છે કે કરીના આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અનેક લોકોએ કરીનાના સાહસની પણ પ્રશંસા કરી. આ જ કારણ છે કે કરીનાની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો :  લૉકડાઉન ડાયરી : મહિનાથી પાર્લરમાં ગયા વગર દીપૂ, કેટ, ભૂમિ સહિતની અભિનેત્રી કેવી લાગે છે?

નોંધનીય છે કે કરીના કપૂર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે. કરીનાએ મધર્સ ડે પર પુત્ર તૈમુર સાથે એક મજેદાર તસવીર શેર કરી હતી. આ ઉપરાંત તૈમુરના વાળ કાપી રહેલા સૈફની તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી.

 
First published: May 14, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading