Home /News /entertainment /

શું ઈલિયાના ડિક્રૂઝ કેટરિનાની ભાભી બનશે? કેટના ભાઈ સાથે અફેર હોવાની ચર્ચા

શું ઈલિયાના ડિક્રૂઝ કેટરિનાની ભાભી બનશે? કેટના ભાઈ સાથે અફેર હોવાની ચર્ચા

ઈલિયાના ડિક્રૂઝ કેટરિનાના ભાઈને ડેટ કરી રહી છે!

ઈલિયાના ડિક્રૂઝ (Ileana Dcruz) કેટરિના કૈફના બર્થ ડે સેલિબ્રેશનનો ભાગ બની બતી. એક્ટ્રેસ માલદીવ વેકેશન પર એક્ટ્રેસ કેટરીના કૈફના નજીકના મિત્રોની સાથે માલદીવ વેકેશન પર જોવા મળી હતી. તેનાથી અટકળો લગાવવામાં આવી રહી છે કે, તે કેટરિનાના ભાઈને ડેટ કરી રહી છે.

વધુ જુઓ ...
    ઈલિયાના ડિક્રૂઝ (Ileana Dcruz) કેટરિના કૈફના બર્થ ડે સેલિબ્રેશનનો ભાગ બની બતી. એક્ટ્રેસ માલદીવ વેકેશન પર એક્ટ્રેસ કેટરીના કૈફના નજીકના મિત્રોની સાથે માલદીવ વેકેશન પર જોવા મળી હતી. તેનાથી અટકળો લગાવવામાં આવી રહી છે કે, તે કેટરિનાના ભાઈને ડેટ કરી રહી છે. કેમ કે, કેટરીના કૈફના નજીકના મિત્રો સાથે તેની એક સેલ્ફી વાઈરલ થઇ રહી છે, જેમાં કેટરીનાનો ભાઈ પણ જોવા મળી રહ્યો છે.

    કેટરિના કૈફ (Katrina Kaif)એ 16 જુલાઈએ પોતાનો 39મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. એક્ટ્રેસની સાથે તેનો પતિ વિકી કૌશલ પણ હતો. એટલું જ નહીં વિકીનો ભાઈ સની કૌશલ અને શરવરી વાઘ પણ હતા. ઈલિયાના ડિક્રૂઝ (Ileana Dcruz)એ પણ બર્થ ડે ગર્લની સાથે એક સેલ્ફી શેર કરી, કેમ કે તે કેટરિના કૈફના ભાઈ સેબસ્ટિયની સાથે વેકેશન પર ગઈ હતી.




    ઈલિયાના ડિક્રૂઝ બર્થ ડે સેલિબ્રેશન માટે કેટરિનાને મળી

    તસવીરમાં ઈલિયાના ડિક્રૂઝ મિત્રોની સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. તેણે તસવીરને કેપ્શન પણ આપ્યું. આ તસવીરને જોઈ લોકો સવાલ કરી રહ્યા છે કે શું ઈલિયાના, કેટરિનાના મોટા ભાઈને ડેટ કરી રહી છે? ઈલિયાના તથા સેબસ્ટિયન એક સાથે આ રીતે જોવા મળતા બંને રિલેશનશિપમાં હોવાની ચર્ચા જોરશોરથી થવા લાગી છે. જોકે, હજી સુધી બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ વાત કરી નથી.

    વિકીએ કેટરિનાને આ રીતે બર્થ ડે વિશ કરી

    કેટરિના કૈફના જન્મદિવસ વિશે વાત કરીએ તો તેણે વિકી કૌશલ તરફથી સૌથી સારી શુભકામનાઓ મળી છે. વિકી કૌશલે તેના માટે લખ્યું, ‘બાર બાર દિન યે આયે, બાર બાર દિલ યે ગાયે. જન્મદિવસની શુભેચ્છા મારી પ્રિય’. નવેમ્બરમાં રાજસ્થાનમાં મિત્રો અને પરિવારના નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

    એન્ડ્ર્યૂ નીબોની સાથે રિલેશનશિપમાં હતી ઈલિયાના ડિક્રૂઝ

    ઈલિયાના ‘ધ બિગ બુલ’માં જોવા મળી હતી, જેમાં તેના અભિનયની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. તે એન્ડ્રયૂ નીબોન (Andrew Kneebone)ની સાથે રિલેશનશિપમાં હતી. જોકે, 2019માં બંનેનું બ્રેકઅપ થયું હતું. ઈલિયાના,એન્ડ્રયૂને હબી કહીને બોલાવતી હતી. બંનેએ લગ્ન કરી લીધા હોવાની પણ ચર્ચા અવાર-નવાર થતી હતી. ઈલિયાના પ્રેગ્નન્ટ હોવાની વાત પણ ઘણીવાર ચર્ચાતી હતી. જોકે, ઈલિયાનાએ લગ્ન ને પ્રેગ્નન્સીની વાતને નકારી હતી.

    અપકમિંગ પ્રોજેક્ટ્સ

    જાહેરાતોથી કરિયર શરૂ કરનારી ઈલિયાનાએ તમિળ તથા તેલુગુ ફિલ્મથી એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. બોલિવૂડમાં ઈલિયાનાએ 'બર્ફી' ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. એક્ટ્રેસ છેલ્લે 2021માં 'ધ બિગ બુલ'માં જોવા મળી હતી. હવે તે 'અનફેર એન્ડ લવલી'માં જોવા મળશે. આ ઉપરાંત તે ડિરેક્ટર શૈલેષ ગુહાની અનટાઇટલ્ડ મૂવીમાં કામ કરી રહી છે.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन