Home /News /entertainment /IIFA નોમિનેશનમાં શેરશાહનો 12 નોમિનેશન સાથે દબદબો, 83 અને લુડોને પણ પાછળ પાડી
IIFA નોમિનેશનમાં શેરશાહનો 12 નોમિનેશન સાથે દબદબો, 83 અને લુડોને પણ પાછળ પાડી
IIFA નોમિનેશનમાં શેરશાહનો 12 નોમિનેશન સાથે દબદબો
IIFA Awards 2022 : ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સે, સૌથી વધુ 12 નોમિનેશન મેળવીને શેરશાહ (Shershaah) મોખરે છે, ત્યાર બાદ '83' અને 'લુડો' (Ludo)એ અનુક્રમે 9 અને 6 નોમિનેશન સાથે બીજો ક્રમ મેળવ્યો છે. જ્યારે 'થપ્પડ' અને 'અતરંગી રે'એ 5 અને 'મીમી' 4 નોમિનેશન સાથે બીજા ક્રમે આવે છે.
IIFA Awards 2022 : ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સે 20 અને 21 મે, 2022ના રોજ અબુધાબીના યાસ આઇલેન્ડ (Yas Island, Abu Dhabi)માં 22મી આવૃત્તિ માટે તેના 12 પોપ્યુલર કેટેગરીના નોમિનેશન (IIFA Nomination 2022)ની જાહેરાત કરી છે. 12 પોપ્યુલર કેટેગરીની વાત કરીએ તો બેસ્ટ પિક્ચર, ડાયરેક્શન, લિડીંગ રોલ પર્ફોર્મન્સ(મેલ-ફીમેલ), સપોર્ટિંગ રોલ પર્ફોર્મન્સ (મેલ-ફીમેલ), મ્યુઝીક ડાયરેક્શન, પ્લેબેક સિંગર (મેલ-ફીમેલ) અને બેસ્ટ સ્ટોરી (ઓરીજીનલ અને અડેપ્ટેડ), લિરિક્સનો સમાવેશ થાય છે.
ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ વર્ષ ખૂબ ખાસ રહ્યું છે. અનેક સુપરહિટ ફિલ્મોએ થિયેટરોમાં ધમાલ મચાવી હતી. એટલું જ નહીં ફિલ્મ ક્રિટિક્સની વાહવાહી પણ મેળવી હતી. સૌથી વધુ 12 નોમિનેશન મેળવીને શેરશાહ (Shershaah) મોખરે છે, ત્યાર બાદ '83' અને 'લુડો' (Ludo)એ અનુક્રમે 9 અને 6 નોમિનેશન સાથે બીજો ક્રમ મેળવ્યો છે. જ્યારે 'થપ્પડ' અને 'અતરંગી રે'એ 5 અને 'મીમી' 4 નોમિનેશન સાથે બીજા ક્રમે આવે છે.
- બેસ્ટ પિક્ચર કેટેગરીની ટોચની પસંદ શેરશાહ, 83, લુડો, તાન્હાજી: ધ અનસંગ વોરિયર અને થપ્પડ છે.
- ડાયરેક્શન કેટેગરી માટે નોમિનેશન કબીર ખાન (83), અનુરાગ બાસુ (લુડો), શૂજિત સિરકાર (સરદાર ઉધમ), વિષ્ણુવર્ધન (શેરશાહ) અને અનુભવ સિંહા (થપ્પડ) છે.
- બેસ્ટ એક્ટર ઇન અ લીડિંગ રોલ (ફિમેલ)ના નોમિનીમાં વિદ્યા બાલન (શેરની), કૃતિ સેનન (મિમી), સાન્યા મલ્હોત્રા (પગલૈટ), કિયારા અડવાણી (શેરશાહ) અને તાપસી પન્નુ (થપ્પડ)નો સમાવેશ થાય છે.
- બેસ્ટ એક્ટર ઇન અ લીડિંગ રોલ (મેલ)ના નોમિનેશનમાં રણવીર સિંહ (83), વિકી કૌશલ (સરદાર ઉધમ), સિદ્ધાર્થ મલ્હોત્રા (શેરશાહ), સ્વ.ઇરફાન ખાન (અંગ્રેજી મીડિયમ) અને મનોજ બાજપેયી (ભોંસલે)નો સમાવેશ થાય છે.
- પર્ફોમન્સ ઇન અ સપોર્ટિંગ રોલ (ફિમેલ) માટે નોમિનેશનમાં ગૌહર ખાન (14 ફેરે), રાધિકા મદન (અંગ્રેજી મીડિયમ), લારા દત્તા (બેલ બોટમ), શાલિની વત્સ (લુડો) અને સાઇ તામ્હંકર (મીમી)નો સમાવેશ થાય છે.
- પર્ફોમન્સ ઇન અ સપોર્ટિંગ રોલ (મેલ) માટે નોમિનેશનમાં જીવા (83), પંકજ ત્રિપાઠી (83), પંકજ ત્રિપાઠી (લુડો), સૈફ અલી ખાન (તાન્હાજી: ધ અનસંગ વોરિયર), કુમુદ મિશ્રા (થપ્પડ)નો સમાવેશ થાય છે.
- મ્યુઝિક ડાયરેક્શન માટે નોમિનેશનમાં પ્રીતમ (83), એ.આર.રહેમાન (99 સોંગ્સ), એ.આર.રહેમાન (અતરંગી રે), પ્રીતમ (લુડો), તનિષ્ક બાગચી, જસલીન રોયલ, જાવેદ-મોહસીન, વિક્રમ મોન્ટરોઝ, બી પ્રાક, જાની (શેરશાહ)નો સમાવેશ થાય છે.
- પ્લેબેક સિંગર (ફિમેલ) માટે નોમિનેશનમાં ચકા ચક (અતરંગી રે) ગીત માટે શ્રેયા ગોશાલ, કાલે કાલે કાલે (ચંદીગઢ કરે આશિકી) માટે પ્રિયા સરૈયા, પરમ સુંદરી (મીમી) માટે શ્રેયા ઘોષાલ, રાંઝા (શેરશાહ) માટે જસલીન રોયલ, રાતાન લંબિયાં (શેરશાહ) માટે અસીસ કૌરનો સમાવેશ થાય છે.
- પ્લેબેક સિંગર (મેલ) માટે નોમિનેશનમાં લેહરા દો (83) ગીત માટે અરિજિત સિંહ, રૈત ઝરા સી (અતરંગી રે) માટે અરિજિત સિંહ, આબાદ બરબાદ (લુડો) માટે અરિજિત સિંગ, રાતાન લંબિયાં (શેરશાહ) માટે જુબિન નૌટિયાલ, મન ભાર્યા (શેરશાહ) માટે બી પ્રાકનો સમાવેશ થાય છે.
- આ ઉપરાંત બેસ્ટ સ્ટોરી (ઓરિજિનલ) માટે નોમિનેશનમાં હિમાંશુ શર્મા (અતરંગી રે), શુભમ ફોર (ઇબ અલ્લાય ઓઓ!), અનુરાગ બાસુ (લુડો), સંદીપ શ્રીવાસ્તવ (શેરશાહ)નો સમાવેશ થાય છે.
- બેસ્ટ સ્ટોરી (એડેપ્ટેડ)ના નોમિનેશનમાં કબીર ખાન, સંજય પૂરણ સિંહ ચૌહાણ (આઇસીસી વર્લ્ડ કપ 1983 પર આધારિત -83), અભિષેક ચૌબે, હુસૈન હૈદરી (અનકહી કહાનિયા), લક્ષ્મણ ઉતેકર, રોહન શંકર (મીમી), ઓમ રાઉત (તાન્હાજી: ધ અનસંગ વોરિયર), વિજયેન્દ્ર પ્રસાદ (થલાઇવી) નો સમાવેશ થાય છે.
-લિરિક્સ માટે નોમિનેશમાં લેહરે દો (83) ગીત માટે કૌસર મુનીર, રૈત ઝરા સી (અતરંગી રે) ગીત માટે ઇર્શાદ કામિલ, શાયદ (લવ આજ કલ) ગીત માટે ઇર્શાદ કામિલ, રાતા લંબિયાં (શેરશાહ) ગીત માટે તનિષ્ક બાગચી, મન ભર્યા (શેરશાહ) ગીત માટે બી પ્રાક, જાનીનો સમાવેશ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર