આખરે એવું તો શું થયું કે રિતેષ દેશમુખે ઓન કેમેરા માંગી સલમાનની માફી, જુઓ Viral Video
આખરે એવું તો શું થયું કે રિતેષ દેશમુખે ઓન કેમેરા માંગી સલમાનની માફી, જુઓ Viral Video
કેમ રિતેશે સલમાન ખાનને કહેવું પડ્યું 'SORRY'
IIFA 2022: સલમાન ખાન (Salman Khan), રિતેશ દેશમુખ (Ritesh Deshmukh) અને મનીષ પોલ (Manish Paul)ના ખભા પર છે. ઓપનિંગ સેરેમનીનો એક ફની વિડીયો સામે આવ્યો છે, જેમાં રિતેશ દેશમુખ સલમાન ખાનને સોરી કહેતો જોવો મળી રહ્યો છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફેન્સ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તેવા આઈફા એવોર્ડ્સ 2022 (IIFA Awards 2022)ની શરૂઆત થઈ ગઈ છે. જેની ઓપનિંગ સેરેમની (Opening Ceremony)માં સલમાન ખાન, રિતેશ દેશમુખ, નોરા ફતેહી, શાહિદ કપૂર, દિવ્યા ખોસલા કુમાર, હની સિંહ સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ (Bollywood Celebrities in IIFA 2022) સામેલ થયા હતા. આઇફા 2022માં હોસ્ટિંગની જવાબદારી ફરાહ ખાન અને અપારશક્તિ ખુરાના તેમજ સલમાન ખાન (Salman Khan), રિતેશ દેશમુખ (Ritesh Deshmukh) અને મનીષ પોલ (Manish Paul)ના ખભા પર છે. ઓપનિંગ સેરેમનીનો એક ફની વિડીયો સામે આવ્યો છે, જેમાં રિતેશ દેશમુખ સલમાન ખાનને સોરી કહેતો જોવો મળી રહ્યો છે.
આઇફા એવોર્ડ્સ 2022 અબુ ધાબીમાં લોન્ચ થઇ ચૂક્યા છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી આઇફા એવોર્ડ્સ નહોતા યોજાયા. આઇફા એવોર્ડની જબરદસ્ત ઓપનિંગ દરમિયાન રિતેશ દેશમુખ, સલમાન ખાન અને મનીષ પોલે મજેદાર વાતચીત કરી હતી, જેનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
સેલિબ્રિટી પાપારાઝી વિરલ ભાયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. જે વાયરલ થઇ રહ્યો છે. વાસ્તવમાં વિડીયોમાં મનીષ પૉલ કહેતા નજરે પડે છે કે, "જો આપણી સાથે ભાઈજાન હોય તો ખૂબ જ મજા આવે છે, અમે બધા ખૂબ મજા કરીશું." ત્યારે રિતેશ દેશમુખ કહે છે કે મનીષ, મારે કહેવું છે કે તું હોસ્ટિંગ પિરિયડમાં બેસ્ટ છે, ત્યારે રિતેશ ફરી કહે છે કે, હું ફરી કહીશ કે હોસ્ટિંગમાં તું અત્યાર સુધી સૌથી બેસ્ટ છે. સલમાન ઇશારો કરીને કહે છે કે હું? તો રિતેશ કહે છે કે, "સોરી આ એક ભૂલ હતી. તો સલમાન કહે છે કે હું પણ ભૂલી ગયો હતો કે હું હોસ્ટિંગ પણ કરું છું.
તમને જણાવી દઈએ કે આઈફા 2022નું આયોજન યસ આઈલેન્ડમાં 2 જૂનથી 4 જૂન સુધી થઈ રહ્યું છે. ઘણા સેલેબ્સ આ પહેલા પણ અબુધાબી પહોંચી ચૂક્યા છે, તો કેટલાક આજે અહીં પહોંચવાના છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય પણ આ એવોર્ડ શોમાં હાજરી આપવાના છે અને અભિષેક પણ પરફોર્મ કરવાનો છે. શાહિદ કપૂર, ટાઇગર શ્રોફ, કાર્તિક આર્યન, સારા અલી ખાન, અનન્યા પાંડે, દિવ્યા ખોસલા કુમાર અને નોરા ફતેહી પણ પરફોર્મ કરવાના છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર