Home /News /entertainment /'ન છોડ્યું હોત તો હું મરી જાત' જાવેદ અખ્તરને 19 વર્ષની ઉંમરે દારૂની લત લાગી ગયેલી, જણાવી આપવીતી

'ન છોડ્યું હોત તો હું મરી જાત' જાવેદ અખ્તરને 19 વર્ષની ઉંમરે દારૂની લત લાગી ગયેલી, જણાવી આપવીતી

જાવેદ અખ્તરે દારુની આદત અંગે ખુલીને વાત કરી

સત્યમેવ જયતેમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે, મેં 19 વર્ષની ઉંમરે દારૂ પીવાનું શરૂ કર્યું હતું. ગ્રેજ્યુએશન પૂરું કરીને જ્યારે હું બોમ્બે આવ્યો ત્યારે મેં મારા મિત્રો સાથે દારૂ પીવાનું શરૂ કર્યું અને પછીથી આ આદત બની ગઈ.

મુંબઈ : જાવેદ અખ્તર (javed Akhtar) હાલ દિવસોમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. તેઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત ગીતકાર અને કવિ તરીકે પ્રખ્યાત છે. તાજેતરમાં, તેમણે પાકિસ્તાનના લાહોરમાં 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત 'ફૈઝ ફેસ્ટિવલ' માં ભાગ લીધો હતો.

જે બાદ તે ત્યાં આપેલા પોતાના નિવેદનોને કારણે પાકિસ્તાની સ્ટાર્સના નિશાના પર આવી ગયો હતો. બીજી તરફ જો તેમના અંગત જીવનની વાત કરીએ તો, શું તમે જાણો છો કે, જાવેદ અખ્તર આલ્કોહોલિક હતા? ચાલો તમને જણાવીએ કે, તેમણે આ લતમાંથી કેવી રીતે છુટકારો મેળવ્યો.

આમિર ખાનના શો 'સત્યમેવ જયતે'ની પ્રથમ સીઝનમાં જાવેદ અખ્તરે પોતાની સમસ્યાઓ વિશે ખુલીને વાત કરી હતી. ત્યારબાદ તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમને દારૂ પીવાની લત હતી. તે ખૂબજ દારૂ પીતો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે, તેમના જીવનમાં એક એવો સમય હતો જ્યારે તેની કારકિર્દી અને તેના સંબંધો દારૂના નશાને કારણે સમાપ્ત થવાના આરે હતા. તેમણે કહ્યું હતું કે, મેં 19 વર્ષની ઉંમરે દારૂ પીવાનું શરૂ કર્યું હતું. ગ્રેજ્યુએશન પૂરું કરીને જ્યારે હું બોમ્બે આવ્યો ત્યારે મેં મારા મિત્રો સાથે દારૂ પીવાનું શરૂ કર્યું અને પછીથી આ આદત બની ગઈ.

આ પણ વાંચો : 'આ વ્યક્તિ તમારા પર થૂંકી ગયો, અને તમે તેને ખુદા માનો છો' જાવેદ અખ્તરના નિવેદન બાદ અલી જફર પર પાકિસ્તાનના લોકો ભડક્યા

પહેલી પત્નીને છોડવાનું કારણ દારૂ હતું

એટલું જ નહીં, તેમણે એ પણ કહ્યું હતું કે, તેમની પહેલી પત્ની હની ઈરાનીએ પણ તેમને દારૂની લતના કારણે છોડી દીધી હતી. જોકે, હવે જાવેદ સાહેબ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમણે પોતાની આ ખરાબ આદતને દૂર કરી લીધી છે. હવે તમે વિચારતા હશો કે, તે આ આદત કેવી રીતે છોડી શક્યા? આ આદત વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, જો તેમણે દારૂ પીવાનું બંધ ન કર્યું હોત તો તે સમય પહેલા જ મરી ગયો હોત.

આનંદ માટે પીતો હતો દારુ

તેમણે કહ્યું હતું કે, તેઓ કોઈ પણ પ્રકારના દુ:ખ કે ગમમાં ડૂબતો નથી. તે મોજમસ્તી માટે દારૂ પીતો હતો. પરંતુ, જ્યારે તેને સમજાયું કે, જો બધું આ રીતે ચાલશે અને તે દારૂ પીવાનું બંધ નહી કરે તો તે, 52 થી 53 વર્ષની વયે મૃત્યુ પામશે. તે ઘટનાને યાદ કરીને, તેમણે કહ્યું કે, કેવી રીતે તેણે 31 જુલાઈ 1991ના રોજ રમની મોટી બોટલ પીધી અને તેના બીજા જ દિવસે, 1 ઓગસ્ટના રોજ તેમણે સંપૂર્ણપણે પીવાનું બંધ કરી દીધુ હતુ. ત્યારથી આજ સુધી તેમણે શેમ્પેનની પણ એક ચુસ્કી પણ નથી લીધી.
First published:

Tags: Alcohol, Bollywood Celebrities, Javed Akhtar

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો