Home /News /entertainment /એક લડકી કો દેખા તો ઐસા લગા’ ફિલ્મની આવી છે કહાની

એક લડકી કો દેખા તો ઐસા લગા’ ફિલ્મની આવી છે કહાની

'Ek Ladki Ko Dekha Toh Aisa Laga' ફિલ્મ રિલીઝ

સોનમ કપૂર, અનિલ કપૂર, રાજકુમાર રાવ અને જૂહી ચાવલા સ્ટારર ફિલ્મ 'Ek Ladki Ko Dekha Toh Aisa Laga' રિલીઝ કરવામાં આવી છે

    સોનમ કપૂર, અનિલ કપૂર, રાજકુમાર રાવ અને જૂહી ચાવલા સ્ટારર ફિલ્મ 'Ek Ladki Ko Dekha Toh Aisa Laga' રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મના રિલીઝ પહેલા જ એ વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે, કહાની સમલૈંગિક સંબંધો પર આધારિત છે. ટ્રેલરના અંતમાં સોનમ કપૂર એક કાચના બોક્સમાં બંધ હોય તેવો સીન જોવા મળ્યો. ફિલ્મની કહાણી નવી છે, પરંતુ તે દર્શકોને ખૂબ જ પ્રભાવિક કરશે.

    સમલૈંગિક સંબંધો પર બનેલી આ ફિલ્મમાં સોનમ કપૂર એવી છોકરીનો રોલ કરી રહી છે જે નાનપણથી લગ્નના સપનાં જોઈને મોટી થઈ છે. તે મોટી થતા પરિવાર તેના લગ્નનું પ્લાનિંગ કરવા લાગે છે પણ સોનમ લગ્નથી ખુશ નથી. આ ફિલ્મમાં સોનમ કોઈ યુવક કે રાજકુમાર રાવને પ્રેમ નથી કરતી પણ એક છોકરીને પ્રેમ કરતી હોય છે. પરિવારને જ્યારે ખબર પડે છે કે તેમની દીકરી સમલૈંગિક છે તો એ તેના લગ્ન કોઈપણ છોકરા સાથે કરાવવા તૈયાર થઈ જાય છે. સોનમ પરિવાર અને પ્રેમની લડાઈમાં કઈ રીતે પોતાની ઓળખ મેળવે છે એ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: Lakme Fashion Week 2019: રેમ્પ પર પડતાં-પડતાં બચી યામી ગૌતમ

    'Ek Ladki Ko Dekha Toh Aisa Laga'માં પહેલીવાર અનિલ કપૂર પુત્રી સોનમ કપૂર સાથે જોવા મળી છે. ફિલ્મ શૈલી ચોપડાએ ડિરેક્ટ કરી છે, જ્યારે વિધુ વિનોદ ચોપડા તેના પ્રોડ્યુસર છે.

    મુંબઈઓનાં એક થિયેટરમાં ફિલ્મની એક સ્પેશલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી જેમાં સોનમ કપૂર, રાજકુમાર રાવ ઉપરાંત આર બાલ્કી અને ફાતિમા સના શેખ જેવા સ્ટાર્સ પહોંચ્યા હતા. નવોદિત નિર્દેશક શૈલી ચોપરા ધરનાં નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ એ માટે પણ ચર્ચામાં છે કારણ કે અનિલ કપૂર અને સોનમ કપૂર પિતા-પુત્રીની જોડી એકસાથે જોવા મળશે.

    આ ફિલ્મનું ટાઇટલ અનિલ કપૂરની જુની ફિલ્મ ‘1942: અ વન સ્ટોરી’નાં એક જાણીતા ગીત ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ પરથી આપવામાં આવ્યું છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: ENT, Movie, Sonam kapoor, અનિલ કપૂર

    विज्ञापन
    विज्ञापन