Home /News /entertainment /Breakup! ઈશાન સેહગલ અને માયશા ઐય્યર છૂટા પડ્યા, 'બિગ બોસ 15'માં જોડાયા હતા દિલના તાર

Breakup! ઈશાન સેહગલ અને માયશા ઐય્યર છૂટા પડ્યા, 'બિગ બોસ 15'માં જોડાયા હતા દિલના તાર

'બિગ બોસ 15' દરમિયાન ઈશાન સેહગલ અને મીશા અય્યર નજીક આવ્યા હતા

Ieshaan Sehgaal and Miesha Iyer: બિગ બોસ 15માં સાથે જોવા મળતા ઈશાન સેહગલ અને માયશા ઐયરના રસ્તા હવે અલગ થઈ ગયા છે. માયશા અને ઈશાનના પ્રેમની ઘણી ચર્ચાઓ થઈ હતી અને ચાહકો તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા પરંતુ બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. માયશા અય્યર અને ઈશાન સહગલ 'બિગ બોસ'ની 15મી સીઝનમાં જોવા મળ્યા હતા. સાથે રહેતા બંને એકબીજાની નજીક આવી ગયા હતા.

વધુ જુઓ ...
    મુંબઈ : રિયાલિટી શો 'બિગ બોસ' દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં એક તરફ સ્પર્ધકો વચ્ચે ઝઘડા થાય છે તો બીજી તરફ અહીં સ્પર્ધકો વચ્ચે પ્રેમ પણ જોવા મળે છે. આ રિયાલિટી શો દરમિયાન ઘણા કપલ્સ બન્યા છે, જેમનો પ્રેમ ઘરની બહાર આવ્યા પછી વધી જાય છે. તે જ સમયે, કેટલાક કપલ્સ એવા છે જે થોડા સમય પછી એકબીજાથી અંતર બનાવી લે છે. આવું જ એક કપલ છે ઈશાન સેહગલ અને માયશા ઐયર. બંનેએ તાજેતરમાં જ તેમના બ્રેકઅપની સત્તાવાર માહિતી આપી છે.

    હાઇલાઇટ્સ

    • 'બિગ બોસ’માં આવ્યાના પહેલા જ અઠવાડિયે જ ઈશાન અને માયશા નજીક આવી ગયા હતા

    • બંને વચ્ચે કંઈ જ સારું ચાલતું ન હોવાથી હવે તેઓ અલગ થઈ ગયા


    માયશા અય્યર અને ઈશાન સહગલ 'બિગ બોસ'ની 15મી સીઝનમાં જોવા મળ્યા હતા. સાથે રહેતા બંને એકબીજાની નજીક આવી ગયા હતા. શો દરમિયાન તેમનો પ્રેમ ખીલ્યો હતો. બંનેની કેમેસ્ટ્રીએ પણ દર્શકોને આકર્ષ્યા હતા. ઘરની બહાર આવ્યા પછી પણ આ કપલ ઘણા દિવસો સુધી સાથે જ રહ્યું. તેમના ફેન્સ બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેમના બ્રેકઅપના સમાચારે ચાહકોને પરેશાન કરી દીધા છે.

    સલમાન ખાને સલાહ આપી

    ઈશાન અને માયશાએ સત્તાવાર રીતે કહ્યું છે કે, હવેથી બંને અલગ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે 'બિગ બોસ'માં આવવાના પહેલા જ અઠવાડિયે જ ઈશાન અને માયશા નજીક આવ્યા હતા. બંનેની નિકટતા દરરોજ વધતી જતી હતી. આવી સ્થિતિમાં એકવાર શોના હોસ્ટ સલમાન ખાને બંનેને સલાહ આપી હતી. ઘરમાં અને બહાર બંનેના પ્રેમની ચર્ચાઓ થવા લાગી. ચાહકો બંનેને 'મૈશાન' કહેવા લાગ્યા. જોકે બંને જલ્દી શોમાંથી બહાર થઈ ગયા હતા.

    આ પણ વાંચો: નેહા કક્કરના ગીત પર ફાલ્ગુની પાઠકને આવ્યો ગુસ્સો, જાણો શું કોમેન્ટ કરી

    બંનેને જીવનમાંથી કંઈક વધુ જોઈએ છે

    જ્યારે ઈશાન સેહગલ અને માયશા અય્યરે અલગ થવાનો નિર્ણય કર્યો ત્યારે ઈશાને તેના સોશિયલ એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ શેર કરી. ઈશાને લખ્યું કે અમને બંનેને જીવનમાંથી કંઈક વધુ જોઈએ છે. મેં આ સંબંધમાં ઘણું બધું આપ્યું છે પરંતુ ઘરમાં અને બહાર આવ્યા પછી ઘણું બધું બદલાઈ ગયું છે. કેટલીક બાબતો અમારી વચ્ચે કામ કરતી નથી. મને લાગે છે કે અમે બંને એક સાથે રહેવા માટે ન હતા અને આ સંબંધ આગળના સમય સુધી ચાલશે નહીં. તે સારું થયું કે અમે બંને અલગ થઈ ગયા.

    બીજી તરફ માયશા ઐય્યરે પણ કહ્યું છે કે, બંને વચ્ચે કંઇક સારું ચાલી રહ્યું ન હતું તેથી બંને હવે અલગ થઇ ગયા છે.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन