મને 25 વર્ષ સુધી આપઘાત કરી લેવાના વિચારો આવતા હતાઃ એ.આર. રહેમાન

News18 Gujarati
Updated: November 4, 2018, 3:09 PM IST
મને 25 વર્ષ સુધી આપઘાત કરી લેવાના વિચારો આવતા હતાઃ એ.આર. રહેમાન
એ.આર. રહેમાન (ફાઇલ તસવીર)

એ.આર. રહેમાનની ઉંમર જ્યારે નવ વર્ષની હતી ત્યારે તેના પિતા આર.કે. શેખરનું નિધન થયું હતું.

  • Share this:
મુંબઈઃ ઓસ્કાર એવોર્ડ વિજેતા સંગીતકાર એ.આર. રહેમાને તાજેતરમાં એક ઇવેન્ટમાં જણાવ્યું કે, ભારતે તેની પ્રતિભાને શોધી કાઢી તે પહેલા તેના જીવનમાં એક એવો તબક્કો આવ્યો હતો જ્યારે તેમને દરરોજ પોતાના જીવનનો અંત આણવાના વિચાર આવતા હતા. વિશ્વ વિખ્યાત સંગીતકાર રહેમાને એવું પણ જણાવ્યું હતું કે કદાચ તેની સફળતાનું એક કારણ તેની જિંદગીનો શરૂઆતનો તબક્કો સંઘર્ષ ભર્યો રહ્યો હતો એ પણ છે.

રહેમાને ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, "25 વર્ષ સુધી મને આપઘાત કરી લેવાના વિચારો આવતા હતા. આ તબક્કામાં આપણામાંના ઘણા બધા લોકો આવું વિચારતા હોય છે. કારણ કે મેં મારા પિતાને ગુમાવી દીધા હતા, એટલું જ નહીં જીવનમાં બીજી અનેક સમસ્યાઓ ચાલી રહી હતી. કદાચ આ જ તબક્કાએ મને વધારે મજબૂત અને નિડર બનાવ્યો છે. જેનો જન્મ છે તેનું મોત નક્કી જ છે. તમામ સર્જનની એક અંતિમ તારીખ નક્કી જ હોય છે, તો મોત કે અન્ય બીજી વાતથી ડર કેમ?"

પોતાના જીવવના ટર્નિંગ પોઇન્ટ વિશે વાત કરતા રહેમાને જણાવ્યું કે, "એ તબક્કામાં મારા પિતાનું નિધન થયું હતું. તમામ બરાબર ન્હોતું ચાલી રહ્યું. મને 35 ફિલ્મ મળી હતી જેમાંથી મેં બે ફિલ્મો કરી હતી. બધા વિચારતા હતા કે હું કેવી રીતે જીવીશ? લોકો કહેતા તારી પાસે બધું છે, તું તકને ઝડપી લે. હું ત્યારે 25 વર્ષનો હતો. હું તે ન કરી શક્યો."

આ પણ વાંચોઃ #MeToo પર રહેમાને તોડી ચુપ્પી, આપ્યું આ નિવેદન

રહેમાને મુંબઈ ખાતે તેની બાયોગ્રાફિ "નોટ્સ ઓફ અ ડ્રીમઃ ધ ઓથોરાઇઝ્ડ બાયોગ્રાફી ઓફ એ.આર. રહેમાન"માં તેની જિંદગીના મુશ્કેલીભર્યા દિવસો વિશે લખાયેલા પ્રકરણ વિશે વાત કરતા આ વાત કરી હતી. રહેમાનની આ બાયોગ્રાફી લેખક ક્રિશ્ના ત્રિલોકે લખી છે. આ બાયોગ્રાફીનું શનિવારે મુંબઈ ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે એ.આર. રહેમાનની ઉંમર જ્યારે નવ વર્ષની હતી ત્યારે તેના પિતા આર.કે. શેખરનું નિધન થયું હતું. રહેમાને 20 વર્ષની ઉંમરમાં મણી રત્નમની ફિલ્મ રોજા (1992)થી મ્યુઝિક કમ્પોઝર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી.જોકે, સમય જતાં રહેમાને ભૂતકાળને ભૂલીને ભવિષ્ય તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું. આ માટે તેણે પોતાનું મૂળ નામ દિલીપ કુમાર પણ છોડી દીધું હતું. આ અંગે રહેમાને કહ્યું કે, "મને મારું મૂળ નામ દિલીપ કુમાર ક્યારેય પસંદ નથી પડ્યું. મને એ પણ નથી ખબર કે હું મારા જ નામથી આટલી બધી નફરત શા માટે કરતો હતો. મને એવું લાગતું કે મારા વ્યક્તિત્વ સાથે આ નામનો મેળ નથી ખાતો. હું જે હતો તેનાથી કંઈક અલગ બનવા માંગતો હતો. હું મારા ભૂતકાળના તમામ દુઃખના પોટલા પાછળ મૂકી દેવા માંગતો હતો. મને લાગતું હતું કે નામ બદલવાથી કદાચ મારી કિસ્મત બદલાઈ જશે."
First published: November 4, 2018, 3:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading