Home /News /entertainment /'I’m Not Done Yet' Review : કપિલ શર્માના નેટફ્લિક્સ શોની કોમેડી નબળી, પરંતુ શાનદાર વાર્તાઓથી ભરપૂર
'I’m Not Done Yet' Review : કપિલ શર્માના નેટફ્લિક્સ શોની કોમેડી નબળી, પરંતુ શાનદાર વાર્તાઓથી ભરપૂર
કપિલ શર્મા નેટફ્લિક્સ શો
કોમેડિયન કપિલ (Kapil Sharma) નું પહેલું સ્ટેન્ડઅપ સ્પેશિયલ 'આઈ એમ નોટ ડન યેટ' (I'm Not Done Yet ) નેટફ્લિક્સ (Netflix) પર આજે (28 જાન્યુઆરી) રિલીઝ કરવામાં આવ્યું છે. OTTની દુનિયામાં કપિલનું આ પહેલું પગલું છે
Kapil Sharma I’m Not Done Yet Review : સામાન્ય લોકોના જીવનમાં અનેક ઉતાર - ચઢાવવાળી પ્રવૃતિઓ ચાલતી હોય છે. પરંતુ આ બધાની વચ્ચે તેમની કેટલીક ખુશીની પળો અને હાસ્ય (Laughter) પણ એટલું જ જરૂરી છે. હાસ્યના કારણે કોઈ વ્યક્તિ સ્ટ્રેસ (Stress)માં આવતું નથી. ટેલિવિઝન (Television) પર આવો જ હાસ્યરસ પ્રદાન કરવા માટે જાણીતું નામ કપિલ શર્મા (Kapil Sharma) નું છે. જે હવે ઓનલાઈન પ્લેટફોર્મ (Online Platform) પર આવીને પણ તમને હસાવવા તૈયાર છે. કોમેડિયન કપિલનું પહેલું સ્ટેન્ડઅપ સ્પેશિયલ 'આઈ એમ નોટ ડન યેટ' (I'm Not Done Yet ) નેટફ્લિક્સ (Netflix) પર આજે (28 જાન્યુઆરી) રિલીઝ કરવામાં આવ્યું છે. OTTની દુનિયામાં કપિલનું આ પહેલું પગલું છે. તેના પહેલા સ્ટેન્ડઅપ સ્પેશિયલમાં, તેની પત્ની ગિન્ની ચતરથ (Ginni Chatrath) સાથે, 'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Shaw)ની તેની ટીમની સાથે એટલે કે ભારતી સિંહ (Bharti Singh), કૃષ્ણા અભિષેક (Krushna Abhishek), સુદેશ લહરી (Sudesh Lahari), ચંદન પ્રભાકર (Chandan Prabhakar) અને અન્ય ઘણા લોકો પણ ઓડિયન્સમાં બેઠેલા જોવા મળે છે.
લાઈફ સ્ટોરી
કપિલ શર્માનો પહેલો ઓટીટી શો 'આઈ એમ નોટ ડન યેટ' કપિલના જીવનના ઉતાર-ચઢાવ પર દર્શાવવામાં આવ્યો છે. શોમાં અમૃતસરથી મુંબઈ સુધીની તેની સફરની વાર્તા, તેણે દારૂ પીધા પછી જે વિવાદોનો સામનો કરવો પડ્યો હતો તે જેવા વિષયો વણાયેલા છે. પહેલા શો વિષે એટલું કહી શકાય કે જો તમે કપિલના ફેન છો તો તેના જીવન વિષે તમને અહીં ઘણું જાણવા મળશે. વાસ્તવમાં, કપિલ તેના અંગત જીવનને લઈને વધુ જાહેર કરતો નથી, ઘણીવાર કેટલાક પ્રસંગોએ તેના વિવાદો વિશે વાત કરે છે. આ સ્ટેન્ડઅપમાં કપિલ પહેલીવાર તેના વિવાદાસ્પદ ટ્વીટ અંગે ખુલ્લીને વાત કરતો જોવા મળે છે.
પંચલાઈન્સે કામ ન કર્યું
સ્ટેન્ડઅપ સ્પેશિયલ 'આઈ એમ નોટ ડન યેટ' એ એક વિશાળ પ્લેટફોર્મ છે, જે કોઈપણ હાસ્ય કલાકાર માટે તેમનો સેટ રજૂ કરવા અને તેમની સંપૂર્ણ વાર્તાને પ્રેક્ષકો સુધી પહોંચાડવાનો એક શ્રેષ્ઠ માર્ગ કહી શકાય. શોમાં સ્પેશિયલ એવા ઘણા પ્રસંગો છે, જ્યારે તમે મોટેથી હસો છો, પરંતુ કપિલના આ 54 મિનિટના શોમાં આવી તકો બહુ ઓછી જોવા મળી છે. કહી શકાય કે, શોમાં ઘણી પંચલાઈન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ પંચલાઈન્સે યોગ્ય કામ કર્યું નથી. તેનો અર્થે કે, આ પંચલાઈન્સ પર કપિલ લોકોને ખુબ હસાવી શક્યો નહીં. પંચલાઈન્સ વિષે બીજું એ કહી શકાય કે, ટેલિવિઝન પર જે રીતે કપિલને તમે સાંભળ્યો છે તે અંદાજ તમને અહીં રિપીટ થતો લાગશે. તેની એ જ પંચલાઈન્સ ઓટીટી પ્લેટફોર્મ માટે કંઈ નવું કરતી જોવા મળી રહી નથી.
'આઈ એમ નોટ ડન યેટ' ના આ સ્પેશિયલમાં એક વાત જે તમને સૌથી અલગ લાગી શકે છે તે છે કપિલના મુખેથી નીકળેલા રાજકીય જોક્સ, જે તમે ટીવી પર કોમેડી કરતી વખતે કપિલના મોઢેથી કદાચ ક્યારેય નહીં સાંભળ્યા હોય. કપિલે આ સેટમાં નશાની હાલતમાં કરેલી તેની ટ્વીટનો ઉલ્લેખ કર્યો છે, જેમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા હતા. જોકે, આ અંગે શોમાં શું જોક્સ છે તે અહીં કહેવું યોગ્ય રહેશે નહીં કારણ કે, આ માટે તમારે કપિલના અંદાજમાં શોમાં જ જોક્સ સાંભળવા જોઈએ. શોમાં ઉડીને આંખે વળગે એવી બાબત એ છે કે, કપિલના ટીવી શોમાં ક્યારેય ઓડિયન્સમાં જોવા ન મળતી તેની પત્ની ગિન્ની ચતરથ આ વખતે તમને હાજર જોવા મળશે. આ શોમાં ગિન્ની માત્ર ઓડિયન્સમાં બેઠેલી જોવા મળશે એટલું જ નહીં પરંતુ કપિલ સ્ટેજ પરથી જ તેની સાથે વાત કરતો પણ જોવા મળશે. બંને પતિ - પત્નીની સ્ટેજ પરથી થતી આ વાતચીત લોકોને હસાવવામાં ચોક્કસ સફળ રહી છે.
લાંબા સમય પછી નવો કોન્સેપટ લઈને આવેલા કપિલના આ ઓટીટી શો
સ્ટેન્ડઅપ સ્પેશિયલમાં કોમેડી તમને નબળી અથવા એવરેજ લાગી શકે છે પરંતુ કપિલને સ્ટોરીટેલિંગ માટે સંપૂર્ણ માર્કસ મળી શકે છે. કારણ કે, શોમાં કપિલે તેના દરેક પાસાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તમને કપિલ વિષે તેના ડિપ્રેશન, તેના દારૂની લત, તેના પિતા વિશે પણ વાત કરતો સાંભળશો. શોના અંતમાં કપિલ તેના પિતાને એક ગીત પણ સમર્પિત કરે છે, જે ક્ષણ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ બની જાય છે. આ સ્ટેન્ડઅપમાં તમને લોકોનું ઘણું હાસ્ય અને તાળીઓના ગડગડાટ સાંભળવા મળશે, જે એ કહેવા માટે પૂરતું છે કે આ સ્પેશિયલ શો કેટલો અલગ છે. આ શોની ખરેખરની મજા તો તમે તેને નિહાળીને જ લઈ શકો છો. આ પછી કપિલના આ નવા શો વિષે તમારું શું કહેવું છે તે અમને જરૂર જણાવશો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર