Home /News /entertainment /

મોટી મોટી ફિલ્મો પણ ફિકી પડી, અનુપમાએ અપાવી છે મને ઘર ઘરમાં લોકપ્રિયતા- સુધાંશુ પાંડે

મોટી મોટી ફિલ્મો પણ ફિકી પડી, અનુપમાએ અપાવી છે મને ઘર ઘરમાં લોકપ્રિયતા- સુધાંશુ પાંડે

સુધાંશુએ કરી અનુપમાએ અપાવેલી સફળતા વિશે વાત

Sudhanshu Pandey on Anupamaa Success: વર્ષ 2000માં અક્ષય કુમાર (Akshay Kumar) અભિનીત ખિલાડી 420માં કો-સ્ટારની ભૂમિકા સાથે બોલીવૂડમાં ડેબ્યૂ (Bollywood Debut) કર્યા બાદ સુધાંશુએ સિંઘ ઇઝ કિંગગ અને દસ કહાનિયા સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:  અભિનેતા સુધાંશુ પાંડેએ (Sudhanshu Panday) લોકપ્રિય ટીવી શો અનુપમાથી (TV Show Anupama) દેશભરમાં ભારે ખ્યાતિ મેળવી છે. ત્યારે રજનીકાંત અભિનીત રોબોટ, પ્રિયંકા ચોપરા અભિનીત યકીન જેવી ફિલ્મ કે હોલિવૂડ ફિલ્મથી જે ઓળખ મળી નહોતી તે અનુપમામાં તેના પાત્રએ આપી હોવાનું તેનું કહેવું છે. વર્ષ 2000માં અક્ષય કુમાર (Akshay Kumar) અભિનીત ખિલાડી 420માં કો-સ્ટારની ભૂમિકા સાથે બોલીવૂડમાં ડેબ્યૂ (Bollywood Debut) કર્યા બાદ સુધાંશુએ 'સિંઘ ઇઝ કિંગ' અને 'દસ કહાનિયા' સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.

    આ પણ વાંચો- જેઠાલાલે કરી જાહેરાત- 'દયા આવે છે...', તો ટ્રોલ્સે કહ્યું, 'મુરખ બનાવવાનું બંધ કરો'



    પોતાની નવી લોકપ્રિયતા (Success) વિશે વાત કરતાં સુધાંશુએ ઇટાઇમ્સને જણાવ્યું હતું કે, "જો હું તમને પ્રામાણિકતાથી કહું તો, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે અનુપમા આટલી મોટી હિટ સાબિત થશે. મને થોડો ખ્યાલ હતો કે સિરિયલ સફળ રહેશે, પરંતુ આટલી લોકપ્રિયતાની કલ્પના મે નહોતી કરી. મેં લગભગ 48 જેટલી ફિલ્મો કરી છે અને તેમાંથી કેટલીક મોટા બજેટની ફિલ્મો રહી છે. મેં એક હોલિવૂડ ફિલ્મ અને સૌથી મોટી ભારતીય ફિલ્મ રોબોટ 2.0 પણ કરી છે."




    અનેક સુપરસ્ટાર સાથે કર્યુ છે કામ

    તેણે વધુમાં ઉમેર્યું હતું કે, "મેં જેકી ચેન, રજનીકાંત સર, અક્ષય કુમાર સાથે કામ કર્યું છે. મેં અક્ષય સાથે ડેબ્યૂ કર્યું હતું અને રવિના ટંડન, પ્રિયંકા ચોપરા, ગ્રેસી સિંહ જેવી અભિનેત્રીઓ ફિલ્મોમાં મારી હિરોઇન રહી ચૂકી છે. પરંતુ મને અનુપમાથી જે લોકપ્રિયતા મળી છે, તે મેં આ બિગ બજેટ ફિલ્મો કર્યા પછી પણ પણ નહોતી મેળવી.”




    બોય બેન્ડનો ભાગ પણ રહી ચૂક્યા છે અભિનેતા

    તે બોય બેન્ડ, એ બેન્ડ ઓફ બોયઝનો પણ એક ભાગ હતા. જે તેમના ગોરી ગીત માટે જાણીતું છે. બેન્ડ વિશે વાત કરતાં તેણે તાજેતરમાં જ એચટી બ્રન્ચને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ મારા બાળકો થયા તે પહેલાંની વાત છે. હું મારી પત્ની અને કારકિર્દીની પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો. હું પણ સંજોગવશાત બેન્ડનો ભાગ બની ગયો. મારા મિત્રોએ કહ્યું કે હું સારી રીતે ગાઈ શકું છું. હરિહરન અને લેસ્લી લેવિસ પહેલાં મને ગાવાનું કહેવામાં આવ્યું હતું. તેમને મારો અવાજ ગમતો હતો. આ રીતે હું બોય બેન્ડનો ભાગ બની ગયો." સુધાંશુએ દૂરદર્શન ટીવી સિરિયલ બેટામાં પણ કામ કર્યું હતું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Anupamaa, News in Gujarati, Sudhanshu pandey, Tv Gossip, Tv news

    આગામી સમાચાર