Home /News /entertainment /હૈદરાબાદ ડ્રગ્સ કેસમાં ટોલીવૂડ એક્ટ્રેસ મુમૈત ખાન ED સામે હાજર થઇ
હૈદરાબાદ ડ્રગ્સ કેસમાં ટોલીવૂડ એક્ટ્રેસ મુમૈત ખાન ED સામે હાજર થઇ
ટોલીવૂડ એક્ટ્રેસ મુમૈત ખાન (Mumait Khan)
એક્ટ્રેસ મુમૈત ખાન (MumbaithKhan) ડ્રગ્સ રેકેટ (Drugs Case) સાથે જોડાયેલાં મની લોન્ડ્રીંગ કેસની તપાસ હેઠળ બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) સમક્ષ હાજર થઇ હતી. આ ડ્રગ્સ કેસનો પરદાફાર્શ વર્ષ 2017માં થયો હતો.
હૈદરાબાદ: એક્ટ્રેસ મુમૈત ખાન (Mumaith Khan) ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલાં મની લોન્ડ્રીંગ કેસની તપાસ હેઠળ બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) સમક્ષ રજૂ થયા. આ ડ્રગ્સ રેકેટનું કૌભાંડ 2017માં થયું હતું. મુમૈત તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી (ટોલીવૂડ) સાથે જોડાયેલી આઠમી સેલિબ્રિટી છે જે આ મામલે ઇડી સમક્ષ હાજર થઇ છે. તપાસ એજન્સીએ નિર્દેશકો અને કલાકાર સહિત અત્યાર સુધીમાં 10 લોકોને સમન્સ બજાવ્યાં છે. આ વર્ષે 31 ઓગસ્ટથી લઇ અત્યાર સુધીમાં પ્રખ્યાત ફિલ્મમેકર પુરી જગન્નાથ, એક્ટ્રેસ ચરમી કૌર અને રકુલ પ્રીત સિંહ, એક્ટર રાણા દગ્ગુબતી, રવિ તેજા અને પી નવદીપ કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ હાજર થઇ ચુક્યાં છે.
તેલુગુ ફિલ્મો ઉપરાંત મુમૈત હિન્દી, તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ નજરઆવી ગયા છે. 2 જુલાઇ, 2017માં તેલંગણાનાં પ્રોહિબિશન અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટનાં LRD અને MDMA જેવાં ડ્રગ્સની દાણચોરીનાં આરોપમાં સંગીતકાર કેલ્વિન મૈસ્કરેનહાસ સહિત ત્રણ સભ્યોની ટીમની ધરપકડ કરી ડ્રગ્સ રેકેટનો ભાંડાફોડી દેવામાં આવ્યો હતો.
ઇડીએ હાલમાં કેલ્વિનની પણ પૂછપરછ કરી હતી. જે બાદ ડ્રગ્સ દાણચોરી સાથે જોડાયેલાં કેસમાં એક અમેરિકન નાગરિક સહિત આશરે 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલો અમેરિકન નાગરિક પહેલાં એરોસ્પેસ એન્જીનિયર હતો. અને નાસાની સાથે કામ કરી ચુક્યો હતો. આ ઉપરાંત તેણે 7 બીટેકની ડિગ્રી પણ મેળવી છે.
ડ્રગ્સ રેકેટનાં આ કેસમાં ધરપકડ થયેલાં લોકોની પૂછપરછ દરમિયાન ટોલિવૂડની કેટલીક હસ્તીઓનાં નામ સામે આવ્યાં, તપાસ કર્તાઓને સંદેહ હતો કે આ રેકેટમાં ફિલ્મી હસ્તીઓ, મલ્ટીનેશનલ કંપનીનાં કર્મચારીઓ, સ્કૂલ અને કોલેજનાં વિદ્યાર્થીઓ શામેલ હતાં.