Home /News /entertainment /

એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે પતિએ તરછોડી, હવે મિસ ઈન્ડિયા વર્લ્ડ ઈન્ટરનેશનલનો જીત્યો ખિતાબ

એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે પતિએ તરછોડી, હવે મિસ ઈન્ડિયા વર્લ્ડ ઈન્ટરનેશનલનો જીત્યો ખિતાબ

પ્રિયા પરમિતા પોલે મિસ ઈન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીત્યો.

લગ્ન બાદ મહિલાઓની લાઈફ ખૂબ જ ચેલેન્જિંગ થઈ જાય છે. એક તરફ પોતાના સપના હોય છે અને બીજી તરફ ફેમિલી તથા બાળકોની જવાબદારી. આ જવાબદારીઓને પૂરી કરતા કરતા મહિલાઓની લાઈફમાં ખૂબ જ મુશ્કેલીઓ આવે છે. આ મુશ્કેલીઓ લગ્નજીવનને બરબાદ પણ કરી દે છે.

વધુ જુઓ ...
લગ્ન બાદ મહિલાઓની લાઈફ ખૂબ જ ચેલેન્જિંગ થઈ જાય છે. એક તરફ પોતાના સપના હોય છે અને બીજી તરફ ફેમિલી તથા બાળકોની જવાબદારી. આ જવાબદારીઓને પૂરી કરતા કરતા મહિલાઓની લાઈફમાં ખૂબ જ મુશ્કેલીઓ આવે છે. આ મુશ્કેલીઓ લગ્નજીવનને બરબાદ પણ કરી દે છે. આજે અમે તમને એવી જ એક મહિલાની સક્સેસ સ્ટોરી જણાવી રહ્યા છીએ. એક વર્કિગ વુમનને તેનો પતિ છોડીને જતો રહ્યો હતો. મહિલાએ સંબંધોને સુધારવાની કોશિશ કરી, પરંતુ પરિસ્થિતિ ના સુધરતા મહિલાએ આગળ વધવાનું વિચાર્યું. હવે તેણે મિસ ઈન્ડિયા વર્લ્ડ ઈન્ટરનેશનલ 2022નો ખિતાબ જીતી લીધો છે. તે ઓગસ્ટ 2022માં થતી મિસીસ ઈન્ડિયા વર્લ્ડની ફાઈનાલિસ્ટ પણ છે. અહીં તેમની સક્સેસ સ્ટોરી વિશે જણાવવામાં આવ્યું છે.

મિસ ઈન્ડિયા વર્લ્ડ ઈન્ટરનેશનલ 2022 (Miss India World International 2022)

મિસ ઈન્ડિયા વર્લ્ડ ઈન્ટરનેશનલ 2022નો ખિતાબ જીતનાર મહિલાનું નામ પ્રિયા પરમિતા પોલ (Priya Paramita Paul) છે. પ્રિયા મુંબઈમાં રહે છે અને IT કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર અને લાઈફ કોચ છે. પ્રિયાએ આજ તક સાથે વાત કરતા જણાવ્યું કે, ‘મેં મારી લાઈફમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે, પરંતુ મેં ક્યારેય હિંમત હારી નથી. આ કારણોસર હું આ જગ્યા પર ઊભી છું. જો હું ઈચ્છતી હોત તો હાર માનીને બેસી ગઈ હોત, પરંતુ મેં વિચાર્યું હતું કે, સેક્રિફાઈસ કરવાથી કંઈ થતું નથી. મારા જે સપના હતા, તે હું પૂરા કરીશ. મેં બાળપણમાં બ્યુટી પેજેંટ (Beauty Pageant) બનવાનું સપનું જોયું હતું, તે સપનાને હું આજે પૂરું કરવાની કોશિશ કરું છું.’

પતિએ તરછોડી, નોકરી પણ ગુમાવી

પ્રિયાએ જણાવ્યું કે, આ વાત 2016ની છે. હું લગ્ન બાદ મારા સાસરિયામાં સારી રીતે રહી હતી અને નોકરી પણ કરી રહી હતી. અમારી સાથે સાસુ સસરા અને પતિના બે ભાઈ પણ રહેતા હતા. થોડા સમય બાદ હું અને મારા પતિ અલગ રહેવા જતા રહ્યા. એક દિવસ હું ઓફિસમાં હતી ત્યારે મારા પતિનો ઈમેઈલ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, હું તારી સાથે નહીં રહી શકું, હું જઈ રહ્યો છું. ત્યારબાદ મેં તેમને ઘણા કોલ અને મેસેજ કર્યા પરંતુ કોઈ રિસ્પોન્સ ના મળ્યો. થોડા સમય બાદ ખબર પડી કે, તેમનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું, આ કારણોસર તે છોડીને જતા રહ્યા. ત્યારબાદ તે પોતાના પેરેન્ટ્સ સાથે રહેવા લાગ્યા. મેં તેમને બે વર્ષ સુધી મનાવવાની કોશિશ કરી, પરંતુ તેમનો કોઈ જવાબ ના આવ્યો. હું બે વર્ષ ડિપ્રેશનમાં જતી રહી, જેના કારણે મારે મારી નોકરી પણ ગુમાવવી પડી હતી. નોકરી જતી રહ્યા બાદ ઘરનું EMI તથા અન્ય ખર્ચાઓના કારણે મારું ટેન્શન વધી ગયું. ત્યારબાદ મેં કોશિશ કરવાની બંધ કરી દીધી અને વર્ષ 2018માં પતિ સાથે ડાયવોર્સ લઈ લીધા.

આ પ્રકારે કર્યું ટ્રાન્સફોર્મેશન

પ્રિયાએ જણાવ્યું કે, ‘હું બાળપણથી જ બ્યુટી પેજેંટ બનવા ઈચ્છતી હતી પરંતુ, સાસરૂ રૂઢીવાદી હોવાના કારણે મેં મારા સપના અધૂરા છોડી દીધા. આ મુશ્કેલભરી પરિસ્થિતિમાં મેં પોતાના પર કામ કરવાનું શરૂ કર્યું અને અધૂરા સપના પૂરા કરવાનું નક્કી કર્યું. મને એ વાતની ખુશી હતી કે, મેં મારા પર કામ કરવાનું શરૂ કર્યું અને ખુદ સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું. મેં સેલ્ફ હીલિંગ, યોગ તથા કસરત કરવાનું શરૂ કર્યું, જેનાથી હું માનસિકરૂપે સ્વસ્થ થઈ ગઈ.’

પ્રિયાએ વધુમાં જણાવ્યું કે, ‘ત્યારબાદ મેં બ્યુટી પેજેંટમાં ભાગ લેવાનું નક્કી કર્યું અને પોતાની પર્સનાલિટી પર કામ કરવાનું શરૂ કર્યું. હું ખૂબ જ તણાવમાં રહેતી હતી અને મારે બ્યુટી પેજેંટ બનવા માટે તણાવ ઓછો કરવાની જરૂર હતી. મેં માનસિક તણાવ લેવાનું બંધ કર્યું અને 10 કિલો વજન ઊતાર્યું. હું ખૂબ જ સ્ટ્રોંગ, બોલ્ડ અને આત્મવિશ્વાસુ બની ગઈ હતી. હું કોઈ પણ પરિસ્થિતિને મારા પર હાવી થવા દેતી ન હતી. આજે હું મિસિસ ઈન્ડિયા વર્લ્ડની ફાઈનાલિસ્ટ છું અને આગળ પણ મારી જર્ની ચાલું રહેશે.’
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन