કેન્સરગ્રસ્ત સોનાલીની હેલ્થને લઇને પતિ ગોલ્ડીનો ખુલાસો

News18 Gujarati
Updated: August 4, 2018, 5:13 PM IST
કેન્સરગ્રસ્ત સોનાલીની હેલ્થને લઇને પતિ ગોલ્ડીનો ખુલાસો
સોનાલી પોતાના હેલ્થ અને પર્સનલ લાઇફથી જોડાયેલી તમામ અપડેટ્સ ફેન્સ સુધી પહોંચાડી રહી છે, તે સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરી રહી છે પરંતુ આ વખતે તેના પતિએ તેના સારવારને લઇને ટ્વિટર પર જણાવ્યું છે.

સોનાલી પોતાના હેલ્થ અને પર્સનલ લાઇફથી જોડાયેલી તમામ અપડેટ્સ ફેન્સ સુધી પહોંચાડી રહી છે, તે સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરી રહી છે પરંતુ આ વખતે તેના પતિએ તેના સારવારને લઇને ટ્વિટર પર જણાવ્યું છે.

  • Share this:
મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને કેન્સર થયાની ચર્ચાએ ઇન્ડસ્ટ્રી સહિત તમામ ફેન્સને ચોંકાવી દીધા છે. મહત્વની વાત એ છે કે સોનાલી આ બીમારી સામે હિંમતથી લડી રહી છે અને પોઝિટિવ લિવિંગનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. સોનાલી પોતાની હેલ્થ અને પર્સનલ લાઈફ સાથે જોડાયેલી અપડેટ્સ પરિવારજનો સમયાંતરે આપતાં રહે છે. સોનાલી પોતાના હેલ્થ અને પર્સનલ લાઇફથી જોડાયેલી તમામ અપડેટ્સ ફેન્સ સુધી પહોંચાડી રહી છે, તે સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરી રહી છે પરંતુ આ વખતે તેના પતિએ તેના સારવારને લઇને ટ્વિટર પર જણાવ્યું છે.

પોતાની પત્નીની હેલ્થથી જોડાયેલી અપડેટ આપવા માટે ગોલ્ડી બહલે તાજેતરમાં ટ્વિટ કરીને માહિતી આપી કે, ''સોનાલીએ સકારાત્મક રીતે ટ્રીટમેન્ટ શરૂ કરી છે અને સપોર્ટ માટે તમામનો આભાર માન્યો.'' આ પહેલા બુધવારે સોનાલી બેન્દ્રેની નણંદે તેની સારવાર અને હેલ્થને લઇને લોકોને જાણકારી આપી હતી.

આપને જણાવી દઇએ કે, ટ્રીટમેન્ટના કારણે સોનાલી પોતાના વાળ કપાવી ચૂકી છે. થોડા દિવસ પહેલા જ સોનાલીએ દિકરા રણવીર સાથેની એક તસવીર ઈમોશનલ મેસેજ સાથે પોસ્ટ કરી હતી. 12 વર્ષનો રણવીર આ કપરા સમયમાં સોનાલીની હિંમત બનીને તેની સાથે ઊભો છે. સોનાલીએ 4 જુલાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પહેલી વાર પોતાની બીમારીનો ખુલાસો કર્યો હતો. સોનાલીએ લખ્યું હતું કે, 'ક્યારેક જિંદગી પાસેથી બહુ ઓછી આશા રાખીએ છીએ ત્યારે જ જીવન એક કર્વબોલ ફેંકે છે. હાલમાં જ મને હાઈગ્રેડ કેન્સર હોવાની જાણ થઈ છે. એક અજીબ દર્દની ફરિયાદ બાદ કેટલાક ટેસ્ટમાં કેન્સર હોવાનો ખુલાસો થયો છે. મારા પરિવાર અને ફ્રેંડ્સ તરફથી મને ખૂબ સપોર્ટ મળી રહ્યો છે.'
First published: August 4, 2018
વધુ વાંચો
अगली ख़बर