હુમા કુરૈશીએ ખરીદી 65 લાખની કાર જુઓ તેનો અંદાજ

મર્સિડીઝ બેન્ઝ GLE 250dમાં 2.1 લીટર 4 સિલેન્ડરવાળું ડીઝલ એન્જીન લાગેલું છે. જે 204bHp પાવર જનરેટ કરે છે

મર્સિડીઝ બેન્ઝ GLE 250dમાં 2.1 લીટર 4 સિલેન્ડરવાળું ડીઝલ એન્જીન લાગેલું છે. જે 204bHp પાવર જનરેટ કરે છે

 • Share this:
  મુંબઈઃ બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ હુમા કુરૈશી આ વખતે એક લગ્ઝુરિયસ કારમાં જોવા મળી. જાણવા મળી રહ્યું છે કે મેટાલિક સિલ્વર કલરની આ મર્સિડીઝ બેન્ઝ જીએલઈ એસયૂવી કાર હાલમાં જ તેણે ખરીદી છે. પોતાની નવી કાર સાથે હુમા વધારે ગ્લેમરસ દેખાઈ રહી છે. મર્સિડીઝ બેન્ઝના આ સેગમેન્ટમાં GLE 250d કાર સૌથી વધુ પોપ્યુલર છે. આ કાર પેટ્રોલ વેરિયન્ટમાં પણ ઉપલબ્ધ છે પરંતુ હુમાએ ડીઝલ મોડલ પસંદ કર્યું છે. આ કારની કિંમત છે 64.06 લાખ રૂપિયા.

  મર્સિડીઝ બેન્ઝ GLE 250dમાં 2.1 લીટર 4 સિલેન્ડરવાળું ડીઝલ એન્જીન લાગેલું છે. જે 204bHp પાવર જનરેટ કરે છે. મર્સિડીઝની દરેક કારમાં લક્ઝરી સુવિધા હોય છે તે તમામ સુવિધા આ કારમાં આપવામાં આવી છે.

  આ કારમાં ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, ડ્રાઈવર સીટ માટે મેમોરી પેકેઝ, ચાવી વગર ઓન-સ્ટોપ ઓપ્શન, કમાન્ડ ઈન્ટરફેસ સાથે 8 ઈંચની ડિસ્પ્લે સ્ક્રીન અને 5 ઓટોમેટિક ડ્રાઈવિંગ મોડ છે. કારમાં લાગેલા એર મેટ્રિક સસ્પેંશન ખરાબ રસ્તામાં પણ ડ્રાઈવિંગની મજા બમણી કરે છે.
  Published by:Margi Pandya
  First published: