Huma Qureshi Birthday: અભિનેત્રી હુમા કુરેશી (Huma qureshi)નો આજે જન્મદિવસ છે. ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ (Gangs of Wasseypur)માં અભિનય કર્યા બાદ તેમને ખૂબ જ પ્રસિદ્ધિ મળી છે. તેઓ આજે હુમા 35મો જન્મદિવસ (Huma qureshi Birthday) ઊજવી રહ્યા છે. દિલ્હીમાં 28 જુલાઈ 1986ના રોજ તેમનો જન્મ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમણે દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ, તેમણે એક્ટિંગમાં પોતાનું કરિયર શરૂ કર્યું હતું અને અનેક થિયેટર ગ્રુપ સાથે જોડાઈ હતી.
અભિનેત્રીના પિતા સલીમ કુરેશી રેસ્ટોરન્ટનો બિઝનેસ કરે છે. અન્ય યુવાઓની જેમ ફિલ્મોમાં કરિઅર શરૂ કરવા માટે તેઓ મુંબઈ ગયા હતા. વર્ષ 2008માં મુંબઈ પહોંચીને તેમણે અનેક ફિલ્મો માટે ઓડિશન આપ્યા. ઘણી મહેનત કર્યા બાદ તેમને હિન્દુસ્તાન યૂનીલિવરની પ્રોડક્ટ્સ માટે શૂટ કરવાનો ચાન્સ મળ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમિર ખાન સાથે સેમસંગ ફોનની એડ શૂટ કરવા માટે હુમા કુરેશીને પસંદ કરવામાં આવ્યા હતા. આ એડ કર્યા બાદ તે ફેમસ થઈ ગયા હતા, ત્યાર બાદ તેમણે બોલીવુડના ‘કિંગ ખાન’ શાહરૂખ ખાન સાથે એડ શૂટ કર્યું. એકવાર હુમા કુરેશી મોબાઈલ એડનું શૂટ કરી રહ્યા હતા, ત્યારે તેઓ અનુરાગ કશ્યપની નજરમાં આવ્યા હતા. હુમા કુરેશીની એક્ટિંગ જોઈને અનુરાગ કશ્યપે હુમા કુરેશીને તેમની ફિલ્મમાં લેવાનું કહ્યું હતું.
હુમા કુરેશીએ આ વાત પર વધુ ધ્યાન આપ્યું ન હતું. તેમને ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ માટે પસંદ કરવામાં આવ્યા હતા. ફિલ્મમાં નવાઝુદ્દીન અને હુમા કુરેશીની કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.
આ ફિલ્મ બાદ તેઓ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા હતા. દરેક વ્યક્તિ હુમા કુરેશીની એક્ટિંગના વખાણ કરે છે. ઉલ્લેખનીય છે કે તેમણે ફિલ્મ ‘જોલી એલએલબી 2’, ‘કાલા’, ‘બદલાપુર’ સહિત અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર