Home /News /entertainment /Hum Aapke Hain Koun: આમિર ખાનની જગ્યાએ સલમાન ખાને કર્યું કામ અને બની ગઈ સલમાન-માધુરીની આઈકોનિક જોડી

Hum Aapke Hain Koun: આમિર ખાનની જગ્યાએ સલમાન ખાને કર્યું કામ અને બની ગઈ સલમાન-માધુરીની આઈકોનિક જોડી

ફાઈલ તસવીર

Hum Aapke Hain Koun: પ્રેમ અને નિશાના રોલને આજે પણ દર્શકો ખૂબ જ યાદ કરી રહ્યા છે. તે ફિલ્મમાં સલમાન ખાન અને માધુરી દીક્ષિતની એક્ટિંગને દર્શકો આજે પણ ભૂલી નથી શક્યા. 27 વર્ષ બાદ પણ દર્શકો આ ફિલ્મ જોવાનું પસંદ કરે છે. માધુરીની અદાઓ અને સલમાન ખાનનો મસ્તીભર્યા અંદાજ સાથે દર્શકો પોતાને કનેક્ટ કરી શકે છે.

વધુ જુઓ ...
રાજશ્રી પ્રોડક્શન (Rajshri Production)ના બેનર હેઠળ બનેલ ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’ (Hum Aapke Hain Koun) 5 ઓગસ્ટ 1994ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના દરેક કેરેક્ટર ખૂબ જ વિશેષ છે અને દર્શકો આ ફિલ્મ સાથે પોતાને કનેક્ટ કરી શકે છે. આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી માધુરી દીક્ષિત (Madhuri Dixit)એ નિશાનું પાત્ર ભજવ્યું હતું. અભિનેતા સલમાન ખાને પ્રેમ નામનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મ રિલીઝ થયા બાદ દરેક વ્યક્તિને નિશા અને પ્રેમનું પાત્ર ખૂબ જ પસંદ આવ્યું હતું. પ્રેમના રોલ માટે સૌથી પહેલા આમિર ખાન (Aamir Khan)ની પસંદગી કરવામાં આવી હતી.

આમિર ખાને પ્રેમનો રોલ કરવાની ના પાડી દીધી હતી
પ્રેમ અને નિશાના રોલને આજે પણ દર્શકો ખૂબ જ યાદ કરી રહ્યા છે. તે ફિલ્મમાં સલમાન ખાન અને માધુરી દીક્ષિતની એક્ટિંગને દર્શકો આજે પણ ભૂલી નથી શક્યા. 27 વર્ષ બાદ પણ દર્શકો આ ફિલ્મ જોવાનું પસંદ કરે છે. માધુરીની અદાઓ અને સલમાન ખાનનો મસ્તીભર્યા અંદાજ સાથે દર્શકો પોતાને કનેક્ટ કરી શકે છે. આ ફિલ્મના ડાયરેક્ટર સૂરજ બડજાત્યાની વાત આમિર ખાને માની લીધી હોત તો પ્રેમનો રોલ સલમાન ખાને નહીં, પરંતુ આમિર ખાને કર્યો હોત. આમિર ખાનને ‘પ્રેમ’ નો રોલ કરવા માટેની ઓફર આપવામાં આવી હતી. આમિર ખાનને આ ફિલ્મની સ્ક્રિપ્ટ અપીલિંગ ન લાગતા તેમણે ‘પ્રેમ’નો રોલ કરવાની ના પાડી દીધી હતી. સલમાન ખાન તેમના કરિઅરના ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. આ કારણોસર સલમાન ખાને આ ફિલ્મ સાઈન કરી હતી. આ પ્રકારે નિશા અને પ્રેમની જોડી મોટા પડદા પર છવાઈ ગઈ.

‘દીદી તેરા દેવર દીવાના’એ લતા મંગેશકરની કસમ તોડી દીધી
‘હમ આપકે હૈ કોન’ના તમામ ગીત પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરે ગાયા છે. લતા જીની આ ફિલ્મ સાથે જોડાયેલ કહાની ખૂબ જ રસપ્રદ છે. લતા મંગેશકર ઘણા સમયથી કોઈ પુરસ્કાર અને એવોર્ડથી દૂર થઈ ગયા હતા. ‘દીદી તેરા દેવર દીવાના’ ગીતને લઈને તે સમયે ખૂબ જ ક્રેઝ હતો. આ કારણોસર તેમણે તે વર્ષે ફિલ્મફેરનો સ્પેશિયલ એવોર્ડ સ્વીકાર્યો હતો.

આ પણ વાંચોઃ-પુણ્યતિથિ: મર્લિન મુનરોના મોતનું રહસ્ય હજુ અકબંધ, કેવી રીતે થયું મર્લિનનું મોત?

‘હમ આપકે હૈ કોન’ના સુપરહીટ ગીત
સૂરજ બડજાત્યાની ફિલ્મના તમામ ગીત ખૂબ જ હિટ છે, આજે પણ લગ્ન-પ્રસંગે આ ફિલ્મના ગીતો વગાડવામાં આવે છે. ‘માઈ ને માઈ મુંડેર પર તેરે’, ‘વાહ વાહ રામ જી’, ‘આજ હમારે દિલ મે’, ‘લો ચલી મેં’, ‘જૂતે દો પૈસે લો’, ‘દીદી તેરા દેવર દીવાના’ જેવા ગીતો આજે પણ લગ્ન પ્રસંગોમાં એક અલગ રંગ જમાવે છે. ‘પહલા પહલા પ્યાર હૈ’ અને ‘મૌસમ કા જાદૂ’ ગીત લગ્ન પ્રસંગે થયેલ રોમાન્સની યાદ અપાવે છે. આ ફિલ્મમાં સંગીત રામલક્ષ્મણે આપ્યું હતું.

આ પણ વાંચોઃ-YO YO Honey Singh: પત્નિનો આરોપ- નશાની હાલતમાં રૂમમાં ઘૂસી આવ્યા હતા સસરા, છાતી પર હાથ ફેરવ્યો હતો

‘નદિયા કે પાર’નું રીમેક ‘હમ આપકે હૈ કોન’
‘હમ આપકે હૈ કોન’ ફિલ્મ ‘નદિયા કે પાર’ ફિલ્મ પરથી બનાવવામાં આવી હતી. જેમાં લગ્ન પ્રસંગના રીત-રિવાજને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. ‘નદિયા કે પાર’ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ હતી, આ ફિલ્મના ગીતો પણ આજના સમયમાં વગાડવામાં આવે છે.

‘હમ આપકે હૈ કોન’ ફિલ્મનું ઈતિહાસમાં સ્થાન
‘હમ આપકે હૈ કોન’ એક એવી ફિલ્મ છે, જ્યારે પણ ફેમિલી ફિલ્મની વાત કરવામાં આવશે, ત્યારે આ ફિલ્મનું નામ જરૂરથી લેવામાં આવશે. આ ફિલ્મમાં સલમાન ખાન, માધુરી દીક્ષિત, રેણુકા શહાણે, મોહનીશ બહલ, અનુપમ ખેર, રીમા લાગૂ, આલોક નાથ, બિંદૂ, અજીત વાચ્છાની, સતીશ શાહ, હિમાની શિવપુરી, લક્ષ્મીકાંત બર્ડે જેવા કલાકારોએ કામ કર્યું છે.
First published:

Tags: Salmankhan

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો