'હમ આપકે હૈ કૌન' નાં મ્યૂઝિક ડિરેક્ટર રામલક્ષ્મણનું નિધન, લતા મંગેશકરે જતાવ્યો શોક

PHOTO: @ mangeshkarlata/Twitter

રામલક્ષ્મણ (Raam Laxman)નું અસલી નામ વિજય પાટિલ હતું. હાર્ટ અટેકને કારણે થયુ નધિન. તેમણે ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમાં હિન્દી ઉપરાંત મરાઠી અને ભોજપુરી ફિલ્મો પણ શામેલ છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)માંથી વધુ એક દુખદ સમાચાર સામે આવ્યાં છે. 'મેને પ્યાર કિયા' અને 'હમ આપકે હૈ કૌન' જેવી ફિલ્મોમાં હિટ ગીત આપનારા પ્રખ્યાત મ્યૂઝિક ડારેક્ટર રામલક્ષ્મણ (RaamLaxman) હવે આપણી વચ્ચે નથી રહ્યાં. શનિવાર (22 મે) નાં સવારે તેમનું નિધન (Music Director Raam Laxman Dies) થઇ ગયુ છે. 78 વર્ષનાં હતાં તેઓ. તેમને નાગપુર સ્થિત તેમનાં ઘરે અંતિમ શ્વાસ લીધા. તેમણે ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમનાં હિન્દી ઉપરાંત મરાઠી અને ભોજપુરી ફિલ્મો શામેલ છે.

  રામલક્ષ્મણ (Raam Laxman)આ અસલી નામ વિજય પાટિલ હતું. રામલક્ષ્મણનાં દીકરાએ ઇન્ડિયન એક્ટ્રેસે જણાવ્યું કે, હાર્ટ અટેકને કારણે તેમનું નિધન થયુ હતું. તેમણે કેટલાંક દિવસ પહેલાં કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો. જે બાદ તે ઘણમાં કમજોર થઇ ગયા હતાં

  રામલક્ષ્મણનાં નિધન પર સ્વર સમ્રાગિની લતા મંગેશકરે પણ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરી લખ્યું છે કે, મને આઝે માલૂમ થયુ કે, બહુ જ્ઞાની અને લોકપ્રિય સંગીતકાર રામલક્ષ્મણ જી (વિજય પાટિલ)નું નિધન થઇ ગયુ છે. મને સાંભળીને ખુબજ દુખ થયુ. તેઓ ખુબજ સારા વ્યક્તિ હતાં. મે તેમનાં ગીતો ગાયા છે જે ખુબજ લોકપ્રિય હતાં. હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરુ છું.

  PHOTO: @ mangeshkarlata/Twitter
  રામલક્ષ્મણની મુખ્ય ફિલ્મોમાં 'મેને પ્યાર કિયા', 'પત્થર કે ફૂલ',' 100 ડેઝ','પ્રેમશક્તિ', 'મેઘા','તરાના', 'હમ આપકે હૈ કોન', અને 'હમ સાથ સાથ હૈ', છે.

  આપને જણાવી દઇએ કે, પેહલાં રામલક્ષ્મણ 'લક્ષ્મણ'નાં નામથી જાણીતાં હતાં. તેમની સાથે રામની જોડી હતી. અને હિન્દી સિનેમા જગતમાં રામ-લક્ષ્મણ મળી સંગીત આપતાં. વર્ષ 1976માં ફિલ્મ 'એજન્ટ વિનોદ' (1977)માં ગીત ગાયુ હતું અને અચાનક રામનું નિધન થઇ ગયું. જે બાદ લક્ષ્મણે તેમનું નામ રામલક્ષ્મણ કરી લીધુ હતું.
  Published by:Margi Pandya
  First published: