Home /News /entertainment /Vikram Vedha Collection Day 1: હૃતિક-સૈફનો જાદુ ન ચાલ્યો, ફિલ્મે પહેલા દિવસે કર્યો આટલો બિઝનેસ

Vikram Vedha Collection Day 1: હૃતિક-સૈફનો જાદુ ન ચાલ્યો, ફિલ્મે પહેલા દિવસે કર્યો આટલો બિઝનેસ

ફિલ્મની ધીમી શરૂઆત

હૃતિક રોશન (Hrithik Roshan) અને સૈફ અલી ખાન (saif ali khan)ની ફિલ્મ 'વિક્રમ વેધા' (Vikram Vedha)ના ટ્રેલરને જેટલો રિસ્પોન્સ મળ્યો હતો એવો રિસ્પોન્સ ફિલ્મને નથી મળી રહ્યો. જો કે આશા હતી કે આ ફિલ્મ પહેલા દિવસે બંપર કમાણી કરશે.

    હૃતિક રોશન (Hrithik Roshan) અને સૈફ અલી ખાન (saif ali khan)ની ફિલ્મ 'વિક્રમ વેધા' (Vikram Vedha)ના ટ્રેલરને જેટલો રિસ્પોન્સ મળ્યો હતો એવો રિસ્પોન્સ ફિલ્મને નથી મળી રહ્યો. જો કે આશા હતી કે આ ફિલ્મ પહેલા દિવસે બંપર કમાણી કરશે. તે સિવાય પ્રમોશન દરમિયાન પણ કોઈ એવી વાત નથી થઈ જેનાથી 'વિક્રમ વેધા' (Vikram Vedha)ના કલેક્શન પર અસર પડે. વિક્રમ વેધાએ ઓપનિંગ ડે કલેક્શન સામે આવી ગયું છે જેને જોઈ ખબર પડી રહી છે કે વિક્રમ વેધાની શરૂઆત ધીમી રહી છે.

    પહેલા દિવસે વિક્મ વેધાએ આટલી કમાણી કરી


    શરૂઆતના આંકડાના અનુસાર, વિક્રમ વેધાએ ઓપનિંગ ડે પર સમગ્ર દેશમાં માત્ર 10.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એવું કહી શકાય છે કે પહેલા દિવસે હૃતિક અને સૈફ અલી ખાનની ફિલ્મે અંડર પરફોર્મ કર્યું છે. ઘણા દર્શકો પહેલાથી જ 'વિક્રમ વેધા'ના તમિલ વર્ઝનને OTT પ્લેટફોર્મ પર જોઈ ચૂક્યા છે. કદાચ આ જ કારણ છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન ન કરી શકી. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં આ જ નામથી તમિલ ફિલ્મ રિલીઝ થઈ હતી જેને પણ પુષ્કર ગાયત્રીએ ડાયરેક્ટ કરી હતી, જેમાં આર માધવન અને વિજય સેતુપતિ લીડ રોલમાં હતા. આ ફિલ્મ તે સમયે હિટ સાબિત થઈ હતી.

    આ પણ વાંચોઃVikram Vedha Vs PS-I:બિગેસ્ટ ઓપનિંગ માટે તૈયાર છે વિક્રમ વેધા અને પોન્નિયિન સેલવન-1, કમાણીની રેસમાં કોની થશે જીત?

    અક્ષયની ફિલ્મ કરતાં પણ ઓછી કમાણી કરી




    આ વર્ષે રિલીઝ થયેલી કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'એ ઓપનિંગ ડે પર 13.41 કરોડ રૂપિયાની બંપર કમાણી કરી હતી. તેમજ વિક્રમ વેધા અને ભૂલ ભુલૈયા 2નુ એડવાન્સ બુકિંગ લગભગ એક જેવું હતું જે 7 કરોડની આસપાસ છે. આ જ કારણે આશા રાખવામાં આવી રહી હતી કે વિક્રમ વેધા પહેલા દિવસે ઓછામાં ઓછી 14થી 15 કરોડ રૂપિયાની કમાણી કરશે. જો કે આવું ન થયું. તમને જણાવી દઈએ કે હૃતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધાની પહેલા દિવસની કમાણી આ વર્ષે રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ 'બચ્ચન પાંડે' કરતા પણ ઓછી છે. બચ્ચન પાંડેએ પહેલા દિવસે 13.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે હૃતિકની ફિલ્મ વિક્રમ વેધા લગભગ 175 કરોડ રૂપિયામાં બની છે. આવી સ્થિતિમાં ફિલ્મની ધીમી ગતિ ચિંતાનો વિષય છે. આશા છે કે વીકેન્ડ પર વિક્રમ વેધા સારું કલેક્શન કરશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Box office Collection, Hrithik roshan, Saif ali khan

    विज्ञापन
    विज्ञापन