કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકોને પ્રેરણા આપી રહ્યો છે હ્રિતિક રોશનનો Viral Video

કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકોને પ્રેરણા આપી રહ્યો છે હ્રિતિક રોશનનો Viral Video
હ્રતિક રોશનની ફાઇલ તસવીર

કોરોનાના કપરા સમયમાં લોકો અનિશ્ચિતતાથી ઘેરાયેલા છે. આ દુ:ખદ સમયમાં આ વીડિયો એક પ્રેરણા આપવાનું કામ કરે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ‘ડર સે મત ડર’.

 • Share this:
  હ્રિતિક રોશન (hrithik roshans) તેના ચાર્મિંગ લુક અને તેમની એક્ટિંગથી ભારતીય દર્શકોના દિલ પર રાજ કરે છે. બૉલીવૂડ (Bollywood) ઈન્ડસ્ટ્રીમાં એક સ્ટાર તરીકે જગ્યા બનાવતા પહેલા તેમણે પોતાના અંદરના ડરને દૂર કર્યો હતો અને ઈનસિક્યોરિટીઝ પર કાબૂ મેળવ્યો હતો. હ્રિતિક રોશને 2018માં એક વીડિયો પોસ્ટ (Video) કર્યો હતો, જે હાલ ઈન્ટરનેટ પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. ડર પર વિજય મેળવવા માટે પ્રેરિત કરતો હ્રિતિક રોશનનો આ વીડિયો કોરોના મહામારીની આ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોનું મનોબળ મજબૂત કરવાનું કામ કરે છે.

  હ્રિતિક રોશને આ વિડીયોની સ્ક્રિપ્ટ જાતે લખી છે, આ બ્લેક એન્ડ વ્હાઈટ વિડીયો તમને જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે. વિડીયોમાં ઋતિક રોશન જણાવે છે કે જીવનમાં કોઈપણ અસાધારણ લક્ષ્ય પૂર્ણ કરવા માટે સૌથી પહેલા ડર દૂર કરવો જોઈએ. ઋતિક રોશનને 6 આંગળીઓ છે અને તેની આ ઈનસિક્યોરિટીઝને દૂર કરવા માટે તેણે સૌથી પહેલા ડર સામે લડવાનું વિચાર્યું હતું. ડર તમને જીવનમાં આગળ વધવાથી રોકે છે અને ડર તમારી નબળાઈનો ફાયદો ઉઠાવે છે. તમારા સપનાને પૂર્ણ કરવા માટે ડરને હરાવવો જરૂરી છે, ત્યાર બાદ જ તમે તમારા સપના પૂર્ણ કરી શકો છો.



  કોરોનાના કપરા સમયમાં લોકો અનિશ્ચિતતાથી ઘેરાયેલા છે. આ દુ:ખદ સમયમાં આ વિડીયો એક પ્રેરણા આપવાનું કામ કરે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ‘ડર સે મત ડર’.

  હ્રિતિક રોશન હાલમાં કોરોના વાયરસ સામેની લડાઈમાં આગળ આવ્યા છે અને કોવિડ-19માં રાહત પ્રદાન કરતા આંતરરાષ્ટ્રીય ફંડરાઈઝરને $15,000નું દાન કર્યું છે.



  તાજેતરમાં હ્રિતિક રોશને અપકમિંગ ફિલ્મ વેન્ચર ફાઈટરનું ટીઝર રિલીઝ કરીને તેમના ફેન્સને એક સરપ્રાઈઝ આપી છે. આ ફિલ્મ સિદ્ધાર્થ આનંદ દ્વારા બનાવવામાં આવી છે. સિલ્વર સ્ક્રીન પર એક ફ્રેશ જોડી જોવા મળશે, આ ફિલ્મમાં હ્રિતિક રોશન અને દીપિકા પાદુકોણ એકસાથે જોવા મળશે. હ્રિતિક રોશન અને સિદ્ધાર્થ આનંદે આ પહેલા ફિલ્મ ‘બેંગ બેંગ’ અને ‘વોર’માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મ આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે.
  Published by:News18 Gujarati
  First published:May 14, 2021, 08:19 am

  ટૉપ ન્યૂઝ