Home /News /entertainment /સુશાંત સિંહ રાજપૂત જેવા લાગતા હૃતિક રોશનના સ્ટંટંમેન તસવીર થઈ વાયરલ, ફેન્સ પણ ચોંકી ઉઠ્યા
સુશાંત સિંહ રાજપૂત જેવા લાગતા હૃતિક રોશનના સ્ટંટંમેન તસવીર થઈ વાયરલ, ફેન્સ પણ ચોંકી ઉઠ્યા
હૃતિક રોશનના સ્ટંટમેનને લોકો સુશાંત જેેવો ગણતા તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અભિનેતા હૃતિક રોશનની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં તે એક વ્યક્તિ સાથે જોવા મળે છે. આ તસવીર જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકો હૃતિક સાથે ઉભેલા આ વ્યક્તિને સુશાંત સિંહ રાજપૂત જેવો કહી રહ્યા છે.
મુંબઈ : હૃતિક રોશન સોશિયલ મીડિયા પર તેના એક વાયરલ ફોટાને કારણે હાલ ચર્ચામાં છે. વાસ્તવમાં, વાયરલ તસવીરમાં જે વ્યક્તિ હૃતિક સાથે જોવા મળી રહ્યો છે, તેને જોઈને લોકો ચોંકી ગયા છે. તેનું કારણ છે સુશાંત સિંહ રાજપૂત. હા, ફોટામાં એક્ટર સાથે ઉભેલો વ્યક્તિ લોકોને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની યાદ અપાવી રહ્યો છે. હવે તમે વિચારતા હશો કે આ વ્યક્તિ કોણ છે. તો જણાવી દઈએ કે, આ ફોટો હૃતિકની ફિલ્મ વિક્રમ વેધાના સેટનો છે. આવો જાણીએ શું છે ફોટોનું સત્ય?
આ તસવીર જોયા બાદ લોકોને એક ક્ષણ માટે એવું લાગ્યું કે, સુશાંત પાછો ફર્યો છે. હા, પરંતુ તે શક્ય નથી. વાસ્તવમાં, આ તસવીરમાં હૃતિક રોશન સાથે દેખાતો વ્યક્તિ અન્ય કોઈ નહીં પણ આ ફિલ્મનો સ્ટંટમેન મન્સૂર અલી ખાન છે. જેનો ફોટો જોઈને લોકોને સુશાંત યાદ આવી ગયો હતો. આ તસવીર હાલમાં જ એક પાપારાઝીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. મન્સૂરે આ ફોટો હૃતિકના જન્મદિવસ પર શેર કર્યો હતો.
વાયરલ થઈ રહેલા ફોટોને જોઈને ફેન્સ સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એટલું જ નહીં લોકો ખૂબ જ ભાવુક પણ થઈ રહ્યા છે. તેણે સુશાંતના દેખાવ અને ઊંચાઈ સાથે મન્સૂરની સામ્યતા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. જોકે, તમામને ખબર છે કે, સુશાંતનું મૃત્યુ 2020માં થયું હતું. જૂન 2020 માં, સુશાંત બાંદ્રામાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંત ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેની યાદો તેના ફેન્સના દિલમાં હંમેશા જીવંત રહેશે. સુશાંત માત્ર રીલ જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ એક એવો વ્યક્તિ હતો, જેને ભૂલવો સરળ નથી.
વાયરલ ફોટો પર લોકોની પ્રતિક્રિયા
તમને જણાવી દઈએ કે, આ ફોટોને સોશિયલ મીડિયા પર સૌથી વધારે શેર કરવામાં આવી રહ્યો છે. તેમજ લોકો આ ફોટો જોઈને પોતપોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. લોકો કહે છે કે, અમને ભલે અમારા લુકલાઈક ન મળ્યા હોય, પરંતુ અમે બોલિવૂડ સેલેબ્સના લુકલાઈક્સ ચોક્કસ જોયા છે. એક ચાહકે તો ત્યાં સુધી લખ્યું છે કે, બે સેકન્ડ માટે મને લાગ્યું કે તે સુશાંત છે. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું કે, સુશાંત આ દુનિયામાં નથી, આજે પણ વિશ્વાસ નથી થતો… આ કમેન્ટ્સ પરથી તમે અંદાજ લગાવી શકો છો કે, અભિનેતાની ફેન ફોલોઈંગ કેટલી જબરદસ્ત હતી. અને લોકો તેને કેટલો પ્રેમ કરતા હતા. આજે પણ ઘણા લોકો તેમની વિદાય પર વિશ્વાસ કરી શક્યા નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર