હ્રિતિક રોશન અને સબા આઝાદ ઘણા સમયથી પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. સબા આઝાદ અવારનવાર હ્રિતિક રોશન સાથે જોવા મળે છે. હવે ખબર સામે આવી રહી છે કે બંને જલ્દી લગ્ન બંધનમાં બંધાશે. આ ખબર વિશે પિતા રાકેશ રોશનનું રિએક્શન સામે આવ્યુ છે.
મુંબઈઃ હ્રિતિક રોશન પોતાની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. વર્ષ 2000માં આવેલી ફિલ્મ 'કહોના પ્યાર હૈ'થી હ્રિતિકે તેના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. હાલ તે પોતાની કથિત ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથેના રિલેશનશિપને કારણે ચર્ચામાં છે. હાલમાં એવી ખબર સામે આવી છે કે હ્રિતિક પોતાની ગર્લફ્રેન્ડ સબાની સાથે આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ વાત જાણીને તેના પિતા રાકેશ રોશન પણ ચોંકી ગયા છે.
જો કે, આ પહેલીવાર નથી જ્યારે હ્રિતિક અને સબાના રિલેશનશિપના સમાચાર સામે આવી રહ્યા છે. બંને ઘણીવાર પબ્લિકમાં એક સાથે જોવા મળે છે. એટલું જ નહીં હ્રિતિક અને સબાના લગ્નની ખબર ઘણા સમયથી ચર્ચામાં છે. પરંતુ, શું તમે જાણો છો કે, આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હ્રિતિક રોશન અને સબા આઝાદ આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે. આ ખબરને લઈને અભિનેતાના પિતા રાકેશ રોશને પણ રિએક્ટ કર્યુ છે.
હકીકતમાં, વાયરલ થઈ રહેલા આ ટ્વિટમાં કહેવામાં આવી રહ્યુ છે કે, હ્રિતિક રોશન અને સબા આઝાદ નવેમ્બરમાં લગ્ન બંધનમાં બંધાવા જઈ રહી છે. 'બોલિવૂડ કી ન્યૂઝ' નામના ટ્વિટર હેન્ડલથી આ ટ્વિટ કરવામાં આવી છે. જેમાં લખ્યુ છે, "બ્રેકિંગ ન્યૂઝઃ હ્રિતિક રોશન અને સબા આઝાદ નવેમ્બર 2023માં લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. " આ ટ્વિટ હાલ જોરદાર વાયરલ થઈ રહી છે. હ્રિતિક રોશનના ફેન્સ પણ આ ખબર જાણીને ખૂબ જ એક્સાઇટેડ છે. પરંતુ, હ્રિતિક રોશન અથવા સબા દ્વારા આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
હ્રિતિક રોશનના પિતા રાકેશ રોશને બોલિવૂડ હંગામાને આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વાત વિશે કહ્યુ, મેં તો આ વિશે હજુ કંઈ સાંભળ્યુ નથી. દોસ્તી થઈ નથી અને ચર્ચાઓ શરુ થઈ ગઈ. તેમનું કહેવું છે કે હજુ તો બંને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હ્રિતિક ખૂબ જ મેચ્યોર છે અને જવાબદાર પણ. મને આશા છે કે આવી અફવા ઉડાડનારા ધ્યાનથી સાંભળી રહ્યા હશે.
જણાવી દઈએ કે, હ્રિતિક હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'ફાઇટર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. એ પહેલીવાર હશે કે તે દીપિકા સાથે કોઈ ફિલ્મમાં જોવા મળશે. સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024એ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય, હ્રિતિક જલ્દી 'વૉર 2'માં પણ જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર