Warએ Box Office પર મચાવી ધમાલ, 7 દિવસમાં સલમાનની 'ભારત'ને પછાડી

News18 Gujarati
Updated: October 9, 2019, 4:40 PM IST
Warએ Box Office પર મચાવી ધમાલ, 7 દિવસમાં સલમાનની 'ભારત'ને પછાડી
વૉર ફિલ્મની તસવીર

બોક્સ ઓફિસ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે મંગળવારે આ ફિલ્મે 27 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ આ ફિલ્મની અત્યાર સુધીમાં 206.7 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી, મુંબઇઃ બોલિવૂડમાં એક્સન ફિલ્મોનો જબદસ્ત ક્રેઝ છે. હૃતિક રોશન (Hrithik Roshan) અને ટાઇગર શ્રોફની (Tiger Shroff) વૉરને (WAR) ભારે સફળતા મળી છે. હૃતિક અને ટાઇગરની જબદસ્ત એક્સનવાળી ફિલ્મ વૉરે બોક્સ ઑફિસ (Boc Office Collection)ઉપર અઢળક કમાણી કરી છે. આ ફિલ્મે આ વર્ષે સૌથી ઝડપી 200 કરોડ ક્લબમાં સ્થાન મેળવી લીધું છે.

મંગળવારે દશેરાની (Dussehra 2019) રજાઓમાં આ ફિલ્મને ખુબ જ ફાયદો થયો છે. આ ફિલ્મે સાત દિવસમાં 200 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઇ છે. ફિલમમાં આ બંને અભિનેતાઓનો અંદાજ દર્શકોને ખુબ જ પસંદ આવ્યો છે.

આ પણ વાંચોઃ-દીકરાના મોત બાદ પણ હાર ન માની, 70 વર્ષની મહિલાએ જીતી 'Death race'

બોક્સ ઓફિસ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે મંગળવારે આ ફિલ્મે 27 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ આ ફિલ્મની અત્યાર સુધીમાં 206.7 કરોડ રૂપિયાની કમાણી કરી છે. દશેરના લીધે વૉરની કમાણીમાં સોમવારની અપેક્ષાએ 30 ટકાનો ઉછાળો નોંધાયો હતો. દશેરાની ધૂમ કમાણીની સાથે આ ફિલ્મ સૌથી ઝડપી 200 કરોડની ક્લબમાં સામેલ થનારી ફિલ્મ બની ગઇ હતી.

આ પણ વાંચોઃ-KBC: દેવામાં ડૂબેલા પિતાએ સાથ છોડ્યો, ભાઇનું થયું મોત, સાંભળીને ' Big B' થયા ભાવુક

વૉરને આ મામલે શાહિદ કપૂરની 'કબીર સિંહ' અને સલમાન ખાનની 'ભારત'ને પાછળ પાડી દીધી છે. જોકે, આ ફિલ્મને ઘણાં મિક્સ રિવ્યૂ મળ્યા છે. તો બીજી તરફ દર્શકોને આ ફિલ્મ ખુબ જ પસંદ આવી રહી છે. જ્યારે કેટલાક લોકો આ ફિલ્મની આલોચના પણ કરી રહ્યા છે.આ પણ વાંચોઃ-શું આ કારણે નથી આવતા રેખા અને અમિતાભ એકબીજાની સામે?

2 ઑક્ટોબરે રિલિઝ થયેલી ફિલ્મે બૉક્સ ઑફિસ ઉપર ખુબ જ સારી કમાણી કરી છે. પહેલા દિવસે આ ફિલ્મે 53 કરોડ રૂપિયાની રૅકોર્ડ કમાણી કરી હતી.
First published: October 9, 2019, 4:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading