Home /News /entertainment /Hrithik Roshan In Brahmastra: 'બ્રહ્માસ્ત્ર 2'માં એન્ટ્રીને લઈને હૃતિકે મૌન તોડ્યું, કહ્યું- 'ફિંગર્સ ક્રોસ્ડ'

Hrithik Roshan In Brahmastra: 'બ્રહ્માસ્ત્ર 2'માં એન્ટ્રીને લઈને હૃતિકે મૌન તોડ્યું, કહ્યું- 'ફિંગર્સ ક્રોસ્ડ'

જ્યારથી બ્રહ્માસ્ત્ર પાર્ટ 1: શિવા (Brahmastra Part 1: Shiva) રિલીઝ થયો છે, ફેન્સે અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે કે 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 2: દેવ' (Brahmastra Part 2: Dev)માં કયું પાત્ર ભજવવા માટે અભિનેતા કોણ હશે?

જ્યારથી બ્રહ્માસ્ત્ર પાર્ટ 1: શિવા (Brahmastra Part 1: Shiva) રિલીઝ થયો છે, ફેન્સે અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે કે 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 2: દેવ' (Brahmastra Part 2: Dev)માં કયું પાત્ર ભજવવા માટે અભિનેતા કોણ હશે?

  જ્યારથી બ્રહ્માસ્ત્ર પાર્ટ 1: શિવા (Brahmastra Part 1: Shiva) રિલીઝ થયો છે, ફેન્સે અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે કે 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 2: દેવ' (Brahmastra Part 2: Dev)માં કયું પાત્ર ભજવવા માટે અભિનેતા કોણ હશે? હૃતિક રોશન તે અભિનેતાઓમાંનો એક છે જેણે આ ભૂમિકા નિભાવવાની અફવા છે. હવે તેના પર હૃતિક રોશનની પ્રતિક્રિયા સામે આવી છે. હૃતિકે જણાવ્યું કે, તે અયાન મુખર્જી (Ayan Mukerji)ની ફેન્ટસી ટ્રાયલોજીના બીજા ભાગમાં જોવા મળી શકે છે.

  આ પણ વાંચોઃ-Shah Rhuk Khan Brahmastra: બ્રહ્માસ્ત્રમાં આ વ્યક્તિએ શાહરૂખ ખાનના સ્ટંટ કર્યા, ફિલ્મના સેટ પરથી અનસીન તસવીર વાયરલ થઈ

  'બ્રહ્માસ્ત્ર ભાગ 1' માં રણબીર કપૂરે શિવાની ભૂમિકા ભજવી હતી અને આલિયા ભટ્ટે ઈશાની ભૂમિકા નિભાવી હતી. અયાને બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 વિશે કહ્યું હતું કે તે વિરોધી દેવ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા અતીત અને વર્તમાનની વચ્ચે સ્વિચ કરશે. જો કે, હૃતિકે આ વાતની પુષ્ટિ નથી કરી કે તે દેવની ભૂમિકા નિભાવશે, તેણે કહ્યું કે, તે કોઈપણ પ્રોજેક્ટ્સ સાથે જોડાવવાની સંભાવના છે

  હૃતિકે કહ્યું- ફિંગર્સ ક્રોસ્ડ


  હાલમાં પીટીઆઈની સાથે વાતચીતમાં હૃતિકને 'બ્રહ્માસ્ત્ર' તથા નિતેશ તિવારીની 'રામાયણ'માં કાસ્ટ કરવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. એકટ્રે કહ્યું હતું, 'આ શું થઈ રહ્યું છે? કંઈ જ થતું નથી. મારી આગામી ફિલ્મ 'ફાઇટર' છે. ત્યારબાદ તમામ પ્રોજેક્ટ્સ સાથે જોડાવવાની સંભાવના છે. તમે જે અંગે વાત કરી રહ્યો છે તે માટે 'ફિંગર્સ ક્રોસ્ડ.' ઉલ્લેખનીય છે કે 'બ્રહ્માસ્ત્ર'નો બીજો બાગ દેવ પર બનાવવામાં આવશે.  તમને જણાવી દઈએ કે ફાઈટરમાં હૃતિક રોશન પહેલી વખત દીપિકા પાદુકોણની સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. તે સિવાય અનિલ કપૂર પણ તેમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. હૃતિક અત્યારે પોતાની ફિલ્મ વિક્રમ વેધાની રિલીઝની તૈયારી કરી રહ્યો છે જે 30 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. પુષ્કર અને ગાયત્રી દ્વારા નિર્દેશિત, એક્શન ક્રાઈમ થ્રિલર ભારતીય લોકકથા વિક્રમ અને બેતાલ પર આધારિત છે.

  2025માં રિલીઝ થશે બ્રહ્માસ્ત્ર-2


  આ દરમિયાન અયાન મુખર્જીએ કહ્યું કે, તે 2025માં બ્રહ્માસ્ત્ર ભાગ 2ને રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યો છે. રણબીર અને આલિયા સિવાય, પહેલા ભાગમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન, શાહરૂખ ખાન દ્વારા કેમિયો અને દીપિકા પાદુકોણ તેમજ મૌની રોય પણ હતી. તે 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Brahmastra, Hrithik roshan

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन