Home /News /entertainment /હૃતિક રોશને 48 વર્ષની ઉંમરે પોતાનું ફિટેસ્ટ બોડી બતાવ્યું, સ્ટાર્સ થયા સ્તબ્ધ, ફેન્સે કહ્યું, 'સર ફક્ત 2 એબ્સ આપો'
હૃતિક રોશને 48 વર્ષની ઉંમરે પોતાનું ફિટેસ્ટ બોડી બતાવ્યું, સ્ટાર્સ થયા સ્તબ્ધ, ફેન્સે કહ્યું, 'સર ફક્ત 2 એબ્સ આપો'
હ્રિતિક રોશને નવા વર્ષની જોરદાર શરૂઆત કરી હતી
હૃતિક રોશને પોતાની નવી તસવીરોથી ચાહકોના દિલ જીતી લીધા છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના 6-પેક એબ્સની કેટલીક તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. તેનો ફોટો સામે આવતા જ છોકરીઓની સાથે છોકરાઓ પણ તેના એબ્સ જોઈને દિવાના થઈ ગયા.
મુંબઈ : હૃતિક રોશન એવા કલાકારોમાંથી એક છે જેમની ફેન ફોલોઈંગ સૌથી વધારે છે. ફિલ્મોની સાથે સાથે તે પોતાની ફિટનેસ અને સીક્સ એબ્સના કારણે પણ ચર્ચામાં રહે છે. તેણે તેના નવા ફોટા સાથે તેની ફિટનેસ અને એબ્સ બતાવીને તેના ફેન્સને આશ્રર્યચકીત કરી દીધા છે.
ઈન્સ્ટાગ્રામ પર પોતાનો નવો ફોટો શેર કરતા હૃતિક રોશને કેપ્શનમાં લખ્યું છે કે, 'ઓલ રાઈટ લેટ્સ ગો 2023.' તસવીરોમાં તે જીમમાં જોવા મળી રહ્યો છે અને અરીસાની સામે ઉભા રહીને તેના 6 પેક એબ્સ ફ્લોન્ટ કરતી વખતે તે એકદમ હેન્ડસમ દેખાય છે.
જણાવી દઈએ કે હૃતિક તેની પોસ્ટમાં કુલ ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાના એબ્સને અલગ-અલગ એન્ગલમાં બતાવતો જોવા મળે છે. ફોટોમાં અભિનેતાના લુક વિશે વાત કરીએ તો, તે આ દરમિયાન ક્લિકમાં જોવા મળે છે. તેણે બ્લેક કેપ, મેચિંગ ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
અભિનેતાનો ફોટો સામે આવતાની સાથે જ ફેન્સ સહિત બોલિવૂડ સ્ટાર્સે પણ તેના લુક અને ફિટનેસના વખાણ કર્યા હતા. થોડા કલાકોમાં 27 લાખથી વધુ લોકોએ તેમની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.
અનિલ કપૂર, દિગ્દર્શક રોહિત શેટ્ટી, નીલ નીતિન મુકેશ, બિપાશા બાસુ, વરુણ ધવન અને સંજય કપૂર સહિત અન્ય ઘણા સ્ટાર્સે પણ હૃતિકને કોમેન્ટ્સ કરી તેની પ્રશંસા કરી છે. ફોટો પર કોમેન્ટ કરતા અનિલ કપૂરે લખ્યું, 'આ રહ્યો અસલી ફાઇટર.' જ્યારે વરુણ ધવને કોમેન્ટમાં લખ્યું- 'ઓકે ફરીથી'. તે જ સમયે, રોહિત શેટ્ટી, વરુણ ધવન અને અન્ય લોકોએ 'વાહ' લખીને ટિપ્પણી કરી છે.
કામની વાત કરીએ તો આ દિવસોમાં હૃતિક રોશન તેની આગામી ફિલ્મ 'ફાઇટર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ જાન્યુઆરી 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર પણ છે.
Published by:Sachin Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર