Home /News /entertainment /

ટૂંક સમયમાં સુઝેન અર્સલાન સાથે લગ્ન કરશે, હૃતિક ગર્લફ્રેન્ડ સબા અને બાળકોની સાથે લગ્નમાં સામેલ થશે

ટૂંક સમયમાં સુઝેન અર્સલાન સાથે લગ્ન કરશે, હૃતિક ગર્લફ્રેન્ડ સબા અને બાળકોની સાથે લગ્નમાં સામેલ થશે

ટૂંક સમયમાં સુઝેન અર્સલાન સાથે લગ્ન કરશે

એક્ટર હૃતિક રોશન અને તેની એક્સ વાઈફ સુઝેન ખાન હંમેશાં પોતપોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ઈન્ટિરિયર ડિઝાઈનર સુઝેન ખાન ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે લગ્ન કરવાની છે. રિપોર્ટ્સના અનુસાર, આ લગ્નમાં હૃતિક રોશન પોતાના બાળકો, ફેમિલી અને ગર્લફ્રેન્ડ સબા આઝાદની સાથે સામેલ થશે.

વધુ જુઓ ...

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુઝેન અને અર્સલાન ઘણા મેચ્યોર છે. બંને જાણે છે કે તેઓ પોતાની બાકીની જીંદગી એકબીજાની સાથે વિતાવવા માગે છે. તેથી બંને લગ્ન કરવા માગે છે. તેમજ સુઝેને પણ બીજી વખત લગ્ન કરવાને લઈને ગંભીરતાથી વિચાર કર્યો છે. બંને સામાન્ય રીતે લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા છે. કોઈ મોટો સમારોહ આયોજીત કરવામાં નહીં આવે. લગ્નમાં બંનેના ફેમિલી સભ્યો, નજીકના મિત્રો અને કેટલાક સેલેબ્સ સામેલ થશે.

    સૂત્રોએ એ પણ જણાવ્યું કે, એવી ચર્ચા હતી કે હૃતિક રોશન પોતાની લેડીલવ સબા આઝાદની સાથે લગ્ન કરવાનો પ્લાન કરી રહ્યો છે, પરંતુ હજી સુધી કપલે આ વિશે નક્કી નથી કર્યું કે તેઓ લગ્ન કરવા માગે છે કે નહીં. જો કે, એટલું નક્કી છે કે સુઝેન પોતાના બોયફ્રેન્ડની સાથે લગ્ન કરશે. માત્ર ડેટ ફાઈનલ થવાની બાકી છે.

    સુઝેન-અર્સલાન અને હૃતિક-સબા સાથે પાર્ટી કરે છે

    સુઝેન-અર્સલાન અને હૃતિક-સબા હંમેશાં સાથે પાર્ટીમાં જોવા મળે છે, ચારેય એકબીજાના સારા મિત્રો બની ગયા છે. સુઝેન-અર્સલાન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમજ હૃતિક અને સબાના રિલેશનશિપને હજી થોડા મહિના જ થયા છે.

    હૃતિક અને સુઝેના વર્ષ 2013માં છૂટાછેડા થયા હતા

    હૃતિક અને સુઝેન વર્ષ 2000માં લગ્નના બંધનમાં બંધાયા હતા, પરંતુ બંનેનો સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં. બંનેએ વર્ષ 2013માં છૂટાછેડા લઈ લીધા હતા. જો કે છૂટછેડા થયા પછી પણ બંને પોતાના બાળક રેહાન અને રિદાનનો ઊછેર એકસાથે મળીને કરી રહ્યા છે. હંમેશાં બંનેને બાળકોની સાથે વેકેશન પર સ્પોટ કરવામાં આવે છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Hrithik roshan, Married, Sussanne khan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन