રાકેશ રોશનને કેન્સરની બીમારી હોવાનો પુત્ર રિતિકે કર્યો ખુલાસો

News18 Gujarati
Updated: January 8, 2019, 3:57 PM IST
રાકેશ રોશનને કેન્સરની બીમારી હોવાનો પુત્ર રિતિકે કર્યો ખુલાસો
રિતિક અને રાકેશ રોશન

રિતિક રોશને તેના સોશિયલ મીડિયા પોસ્ટમાં જાહેર કર્યું કે તેના પિતા રાકેશ રોશનને ગળાનું કેન્સર છે.

  • Share this:
બોલિવૂડના અન્ય એક્ટર-એકટ્રેસનું નામ કેન્સરની યાદીઓમાં સામે આવ્યું છે. હવે ફિલ્મમેકર રાકેશ રોશનને કેન્સર હોવાની માહિતી મળી રહી છે. અભિનેતા રાકેશ રોશનને કેન્સરની બીમારી છે. રિતિક રોશને સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી કે તેના ફિલ્મ નિર્માતા રાકેશ રોશન થોડા અઠવાડિયા પહેલા સ્ક્વેમસ સેલ કાર્સિનોમાના પહેલા સ્ટેજમાં છે. આને સામાન્ય ભાષામાં સમજીએ રાકેશ રોશન એક પ્રકારનું કેન્સર છે. આમાં ગળામાં ઇબર્મલ કોષોનો વિકાસ વધતો જાય છે.

રિતિક રોશને પિતા રાકેશ રોશન સાથે જિમ ખાતે વર્કઆઉટ દરમિયાન એક તસવીર પોસ્ટ કરી છે. આમાં તેણે લખ્યું, મેં આજે સવારે પપ્પાને વર્કઆઉટ કરવાનું કહ્યું, મને ખબર છે કે તેની સર્જરી દરમિયાન પણ એક્સરસાઇઝ કરવાનું છોડશે નહીં. તાજેતરમાં ગળામાં સ્ક્વેમસ સેલ કાર્સિનોમાના સમાચાર મળ્યાં. આજે તે તેની સામે લડશે. અમે નસીબદાર છીએ કે અમારા પરિવારને તમારા જેવા લીડર મળ્યા.

રાકેશ રોશનને થયું ગળાનું કેન્સર

રાકેશ રોશનના વર્કફ્રન્ટ વિશે વાત કરી તો, તે આ દિવસે ક્રિશ 4 ની તૈયારીમાં જોડાયેલ છે. આ ફિલ્મમાં, ફરી એકવાર રાકેશ રોશન તેમના પુત્ર રિતિક રોશન સાથે કામ કરશે. આ પહેલા આ ફિલ્મની તમામ શ્રેણી હિટ રહી છે.
આ પહેલા ઇરફાન ખાન ન્યુરો ઇન્ડોક્રોઇન ટ્યુમર અને સોનાલી બેન્દ્રેને કેન્સર હોવાથી લોકોને આશ્ચર્ય થયું હતું. ન્યૂયોર્કમાં સાત મહિનાની સારવાર પછી સોનાલી બેન્દ્રે ન્યુયોર્કથી ભારત પરત ફરી છે. ગયા વર્ષે માર્ચથી ઇરફાન લંડનમાં તેમની માંદગીની સારવાર કરી રહ્યો છે.

 
First published: January 8, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading