Home /News /entertainment /

શું હૃતિક રોશન સબા આઝાદની સાથે બીજા લગ્નની તૈયારી કરી રહ્યો છે? જ્યોતિષે કરી ભવિષ્યવાણી

શું હૃતિક રોશન સબા આઝાદની સાથે બીજા લગ્નની તૈયારી કરી રહ્યો છે? જ્યોતિષે કરી ભવિષ્યવાણી

હૃતિક રોશ ટૂંક સમયમાં સબા આઝાદની સાથે કરશે લગ્ન.

હૃતિક રોશન (Hrithik Roshan) ભલે 48 વર્ષનો થઈ ગયો હોય પરંતુ ફિટનેસમાં નવા એક્ટર્સને પણ માત આપે છે. એટલું જ નહીં પોતાના રિલેશનશિપના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ-સિંગર સબા આઝાદ (Saba Azad)ની સાથે એક્ટર હંમેશાં જોવા મળે છે.

વધુ જુઓ ...
    હૃતિક રોશન (Hrithik Roshan) ભલે 48 વર્ષનો થઈ ગયો હોય પરંતુ ફિટનેસમાં નવા એક્ટર્સને પણ માત આપે છે. એટલું જ નહીં પોતાના રિલેશનશિપના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ-સિંગર સબા આઝાદ (Saba Azad)ની સાથે એક્ટર હંમેશાં જોવા મળે છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે સબાની સાથે હૃતિક લગ્ન કરવા જઈ રહ્યો છે.

    હૃતિક રોશનના સુખી લગ્નજીવનનાં 14 વર્ષ સુઝૈન ખાન સાથે વિતાવ્યા પછી બંને લગભગ 8 વર્ષ પહેલા અલગ થઈ ગયા હતા. જો કે, અલગ થયા પછી પણ બંને પોતાના બાળકો ઋદાન અને ઋહાન માટે એકબીજાની સાથે જોવા મળે છે. જો કે હૃતિક જ્યાં સબા આઝાદની સાથે છે તો સુઝૈન ખાન અર્સલાન ગોનીની સાથે હંમેશાં ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળે છે. એટલું જ નહીં સબા અને સુઝૈન વચ્ચે સારું બોન્ડિંગ છે.



    હૃતિક-સબાનું લગ્નને લઈને શું પ્લાનિંગ છે?

    હૃતિક રોશન અને સબા આઝાદ એકબીજાની સાથે અવારનવાર જોવા મળે છે. સોશિયલ મીડિયા પર બંને એકબીજાના તસવીરોના વખાણ કરે છે. બંને એકબીજાની સાથે ખુશ છે, વેકેશન પર પણ સાથે જાય છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ એકબીજાને લઈને ઘણા સિરિયસ પણ છે. જો કે, એક્ટરે ક્યારેય સબાની સાથે રિલેશનશિપને લઈને કોઈ વાત કરી નથી. લગ્ન વિશે હૃતિકના પ્લાનિંગ વિશે ઈન્ડિયા ટૂડેના રિપોર્ટ પ્રમાણે, સબા અને હૃતિકને લગ્ન કરવાની ઉતાવળ નથી. અત્યારે બંને એકબીજાની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે.

    હૃતિકના બીજા લગ્ન વિશે ભવિષ્યવાણી થઈ

    મીડિયા રિપોર્ટ પ્રમાણે, જાણીતા દિવંગત જ્યોતિષ બેજાન દારૂવાલાએ હૃતિક રોશનને લઈ ભવિષ્યવાણી કરી હતી કે એક્ટરના બીજા લગ્ન થશે. તેમણે આ વાત ત્યારે કહી હતી જ્યારે સુઝૈનની સાથે તેના સંબંધનો અંત આવ્યો હતો. જો કે, હવે તો બેજાન દારૂવાલા આ દુનિયામાં નથી પરંતુ તેમની ભવિષ્યવાણી સાચી થશે કે નહીં એ તો આવનાર સમયમાં જ ખબર પડશે. અત્યારે સબા કે હૃતિકની તરફથી આવી કોઈ હિંટ આપવામાં આવી નથી.

    હૃતિક રોશનના વર્કફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં સૈફ અલી ખાનની સાથે ફિલ્મ ‘વિક્રમ વેધા’માં જોવા મળશે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Hrithik roshan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन