એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધનને ચાર મહિનાથી વધુ સમય થઇ ગયો છે. પણ સુશાંતનું મોત કેવી રીતે થયું તે અંગે હજુ સુધી કોઇ જ સમાચાર આવ્યાં નથી. ન તો પરિવાર અને ન તો ફેન્સને આ અંગે માહિતી મળી નથી કે સુશાંતને આખરે શું થયુ હતું CBI તપાસથી પણ કંઇ નિષ્કર્ષ નથી નીકળ્યું. પણ પરિવારને હજુ પણ લાગે છે કે, આ ષડયંત્ર છે. બોલિવૂડ ભલે સુશાંત મામલે ચુપ બેસી ગયો છે. પણ હાલમાં જ રિતિક રોશન (Hrithik Roshan)ની માતા પિંકી રોશને (Pinkie Roshan) સુશાંતનાં નિધન અંગે એક પોસ્ટ શેર કરી છે. જે ખુબજ વાયરલ થઇ રહી છે.
રિતિક રોશન (Hrithik Roshan)ની માતા પિંકી રોશને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. તેણે સુશાંતની એક તસવીર પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, 'સત્ય સૌને જાણવું છે, પણ સત્ય કોઇને બનવું નથી.' પિંકીએ આ પોસ્ટમાં #universeispowerful, #prayersarepowerful જેવાં હેશટેગનો ઉપયોગ કર્યો છે.
પિંકી રોશનની આ પોસ્ટમાં સતત લોકો કમેન્ટ કરી રહ્યાં છે. અને તમનાં પરિવારને બોલિવૂડનાં અન્ય લોકોથી અલગ ગણાવ્યાં છે. પિંકીની આપોસ્ટ વિચારવા પર મજબૂર કરે છે કે, આખરે તેણે આ કોનાં માટે લખ્યું છે ? તે કોણ છે જે સત્ય છુપાવી રહ્યું છે?
આ પણ વાંચો- 63 વર્ષનાં અનિલ કપૂરે જ્યારે દરિયા કિનારે ઉતાર્યો શર્ટ, ફિટનેસ જોઇ કહેશો 'ઝકાસ'
સુશાંત કેસની વાત કરીએ તો, હાલમાં પણ તપાસ એજન્સીઓની કાર્યવાહી ચાલી રહી છે. NCB હાલમાં પણ ડ્રગ્સ મામલે ધરપકડ કરી જ રહી છે. પણ CBI તપાસ ક્યાં પહોંચી છે તે હજુ માલૂમ નથી. આપને જણાવી દઇએ કે, ડ્રગ્સ એંગલ સામે આવ્યાં બાદ NCBએ અત્યાર સુધીમાં રિયા ચક્રવર્તી, તેનાં ભાઇ અને સુશાંતનાં સ્ટાફ સહિત કૂલ 23 લોકોની ધરપકડ કરી લીધી છે. રિયા ચક્રવર્તીહાલમાં જામીન પર બહાર છે.
Published by:Margi Pandya
First published:October 22, 2020, 12:24 pm