Home /News /entertainment /સાત ફેરા લેતા પહેલાં જ 11 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે અલગ ઘરમાં રહેશે ઋતિક રોશન, કરશે અધધ 100 કરોડનો ખર્ચ

સાત ફેરા લેતા પહેલાં જ 11 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે અલગ ઘરમાં રહેશે ઋતિક રોશન, કરશે અધધ 100 કરોડનો ખર્ચ

સબા આઝાદ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેશે રિતિક

37 વર્ષની સબા આઝાદ છેલ્લા કેટલાક મહિનાઓથી રિતિક રોશન સાથે રિલેશનશિપમાં છે. સબા બોલિવૂડ એક્ટ્રેસ છે અને તેણે 'દિલ કબડ્ડી', 'મુઝસે ફ્રેન્ડશિપ કરોગે' અને 'હોમ સ્ટોરીઝ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

    બોલિવૂડ એક્ટર રિતિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈયારી કરી રહ્યો છે. સૂત્રોના હવાલાથી એક મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે તેઓ જે ફ્લેટમાં શિફ્ટ થવાનું વિચારી રહ્યા છે તે મુંબઈમાં મન્નત નામના બંગલામાં છે.

    રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને લખવામાં આવ્યું છે કે આ બિલ્ડીંગના ટોપના બે ફ્લોરનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે અને કપલ ટૂંક સમયમાં આ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ શકે છે.

    આ પણ વાંચો :  VIDEO: ઉર્ફી જાવેદે ટૉપલેસ થઇને લટકાવ્યા માત્ર બે મોબાઇલ, ન દેખાવાનું બધુ દેખાઇ ગયું

    100 કરોડનો ખર્ચ કરી રહ્યો છે રિતિક રોશન


    એ જ રિપોર્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે રિતિક રોશન સબા આઝાદ સાથે શિફ્ટ થવા માટે બે એપાર્ટમેન્ટ પર લગભગ 100 કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહ્યો છે. આ બંને એપાર્ટમેન્ટ ત્રણ ફ્લોરમાં ફેલાયેલા છે, જેનો વિસ્તાર લગભગ 38 હજાર સ્ક્વેર ફીટ જણાવવામાં આવે છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ એપાર્ટમેન્ટ્સમાંથી અરબી સમુદ્રનો સુંદર નજારો લઈ શકાય છે. રિપોર્ટ મુજબ, હૃતિક 15મા અને 16મા માળે આવેલા ડુપ્લેક્સ (બે માળનું એપાર્ટમેન્ટ) પર લગભગ 67.50 કરોડ રૂપિયા ખર્ચી રહ્યો છે. તે જ સમયે, તે અન્ય એપાર્ટમેન્ટ પર લગભગ 30 કરોડ રૂપિયા ખર્ચી રહ્યો છે.

    રિતિક કરતા 11 વર્ષ નાની છે સબા આઝાદ


    સબા આઝાદ એક એક્ટ્રેસ છે અને હૃતિક રોશન કરતા લગભગ 11 વર્ષ નાની છે જે 48 વર્ષના છે. રિતિક અને સબાની નિકટતા છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ચર્ચાનો વિષય છે. થોડા સમય પહેલા કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે રિતિક અને સબાના રિલેશન ખૂબ જ સારા ચાલી રહ્યા છે.

    આ પણ વાંચો : દીકરી આયરાની સગાઇમાં માત્ર આમિર ખાનની ચર્ચા, બંને એક્સ વાઇફ સાથે મહેબૂબા પણ પહોંચી

    એવું પણ કહેવાતું હતું કે સબા હૃતિક અને તેની પહેલી પત્ની સુઝેન ખાનના બાળકો સાથે ભળી ગઈ હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે હાલમાં કપલ તેમના રિલેશનને સમય આપવા માંગે છે અને તેમને લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી.


    રિતિકે સબા માટે એક સુંદર મેસેજ લખ્યો હતો


    નવેમ્બરની શરૂઆતમાં, રિતિકે સબા માટે તેના બર્થ ડે (નવેમ્બર 1) પર એક સુંદર પોસ્ટ લખી હતી. સબાની તસવીર શેર કરતાં તેણે લખ્યું, "તારી લય, તારો અવાજ, તારો ગ્રેસ....અને ઓહ! તારું અદ્ભુત મન. મોશનમાં મેલોડી વાળી છોકરી..તે તું જ છે." આ સાથે તેણે તેના અસ્તિત્વ માટે તેનો આભાર માન્યો અને તેને બર્થ ડે વિશ કર્યુ હતુ.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywood affairs, Bollywood Celebrities, Bollywood Latest News, Hritik roshan

    विज्ञापन
    विज्ञापन