Home /News /entertainment /

22 વર્ષ પછી અમિષા પટેલ અને હૃતિક રોશનનો ફોટો સામે આવ્યો, જેને તમે ઓળખી પણ નહીં શકો

22 વર્ષ પછી અમિષા પટેલ અને હૃતિક રોશનનો ફોટો સામે આવ્યો, જેને તમે ઓળખી પણ નહીં શકો

અમિષા પટેલે શેર કર્યો હૃતિક રોશનનો થ્રોબેક ફોટો.

22 વર્ષ પહેલા અમિષા પટેલે 'કહો ના પ્યાર હૈ' ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ સુપરહિટ હતી પરંતુ ફિલ્મ પછી એક્ટ્રેસની માત્ર એક જ ફિલ્મ બ્લોક બસ્ટર રહી જેનું નામ 'ગદર' છે. હવે એક્ટ્રેસે સોશિયલ મીડિયા પોતાના કો-સ્ટારની સાથે એટલો જૂનો ફોટો શેર કર્યો છે કે એક્ટરની તસવીરને ઓળખવી મુશ્કેલ છે.

વધુ જુઓ ...
    22 વર્ષ પહેલા અમિષા પટેલે 'કહો ના પ્યાર હૈ' ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ સુપરહિટ હતી પરંતુ ફિલ્મ પછી એક્ટ્રેસની માત્ર એક જ ફિલ્મ બ્લોક બસ્ટર રહી જેનું નામ 'ગદર' છે. હવે એક્ટ્રેસે સોશિયલ મીડિયા પોતાના કો-સ્ટારની સાથે એટલો જૂનો ફોટો શેર કર્યો છે કે એક્ટરની તસવીરને ઓળખવી મુશ્કેલ છે. ખાસ વાત એ છે કે આ એક્ટર તે સમયે પોતાના લુકના કારણે ઘણો પોપ્યુલર હતો તેની પાછળ છોકરીઓ ફિદા હતી.

    હકીકતમાં અમિષાએ ઈન્સ્ટાગ્રામ પર હૃતિકની સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે. તેમાં હૃતિકને જોઈને તેને ઓળખવો મુશ્કેલ થઈ રહ્યો છે. આ તસવીર તે સમયની છે, જ્યારે બંનેએ પોતાની પહેલી ફિલ્મ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. તસવીરમાં હૃતિકનો એકદમ અલગ લુક જોવા મળી રહ્યો છે. તેમજ અમિષા પટેલ હૃતિકની સાથે ખુરશીમાં બેસીને કેમેરાની સામે પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસનો આ થ્રોબેક ફોટો હવે વાયરલ થઈ રહ્યો છે.




    અમિષાના ઘરે થયેલી પાર્ટીનો ફોટો છે

    અમિષાએ તસવીર વિશે જણાવતા કહ્યું કે, તે દિવસે 'કહો ના પ્યાર હૈ'નું શૂટિંગ શરૂ થતા પહેલા તેના અને હૃતિકના પરિવાર અને મિત્રોએ તેના ઘરે એક શાનદાર પાર્ટી કરી હતી. તેના થોડા દિવસ પછી તેમને શૂટિંગ શરૂ કર્યું હતું. અમિષાની વાતોથી સ્પષ્ટ થાય છે કે આ તસવીર તેના માટે કેટલી કિંમતી છે.

    રાકેશ રોશનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' (Kaho Naa Pyaar Hai) સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ જાન્યુઆરી 2000માં રિલીઝ થઈ હતી. અત્યારે અમિષાના કરિયરની વાત કરીએ તો તેને કરિયરમાંથી બ્રેક લઈ લીધો છે. જ્યારે હૃતિક હજી પણ સુપરહિટ ફિલ્મો કરી દર્શકોનું દિલ જીતી રહ્યો છે. તેની અપકમિંગ ફિલ્મ 'ફાઈટર' અને 'વિક્રમ વેધા' છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Ameesha-patel, Hrithik roshan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन