Home /News /entertainment /

રિતિક રોશન પર છેતરપિંડીનો કેસ, જિમ યૂઝરે લગાવ્યો વાયદો પૂર્ણ ન કરવાનો આરોપ

રિતિક રોશન પર છેતરપિંડીનો કેસ, જિમ યૂઝરે લગાવ્યો વાયદો પૂર્ણ ન કરવાનો આરોપ

આ ફરિયાદ ઇન્ડિયન પેનલ કોડનાં સેક્શન 406 અને 420 હેઠળ દાખલ કરવામાં આવી છે.

આ ફરિયાદ ઇન્ડિયન પેનલ કોડનાં સેક્શન 406 અને 420 હેઠળ દાખલ કરવામાં આવી છે.

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: અપકમિંગ ફિલ્મ 'સુપર 30'નાં પ્રમોશનમાં વ્યસ્ત રિતિક રોશન વિરુદ્ધ સાઇબરાબાદ (હૈદરાબાદ)માં છેતરપીંડીનો કેસ દાખલ થયો છે. આઇ. શશિકાંત નામનાં એક જિમ યૂઝરેએક જિમ કંપની અને તેનાં બ્રાન્ડ એમ્બેસેડર રિતિક રોશન પર આરોપ લગાવ્યો છે કે, તે વજન ઉતારવા અને ડેલી વર્કઆઉટ સેશન કરવાનાં તેનો વાયદો પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યો છે. ફરિયાદ ઇન્ડિયન પેનલ કોડનાં સેક્શન 406 અને 420 હેઠળ દાખલ કરવામાં આવી છે.

    ફરિયાદ પત્રમાં શું લખવામાં આવ્યું,
    રિપોર્ટ મુજબ, કુકાત્પલ્લીનાં શેષાદ્રીનગરનાં રહેવાસી આઇ. શશિકાંતે સાઇબરાબાદનાં KPBH પોલીસ સ્ટેશનમાં 22 જૂનનાં રોજ ફરિયાદ દાખલ કરી હતી. તેણે ડિસેમ્બર 2018માં ક્યોર ફિટ જિમમાં ડિસ્કાઉન્ટ રેટ પર 17,490 રૂપિયામાં  એક વર્ષની મેમ્બરશીપ લીધી હતી. સેપ્ટેમ્બર 2018માં શરૂ થયેલી આ કંપનીએ એડમાં દાવો કર્યો હતો કે અસીમિત કલાકોનાં વર્કઆઉટ ક્લાસ અને વેટ લોસ ટ્રિટમેન્ટ આપશે. પણ તેમણે પ્રોપર વર્કઆઉટ સેશન આપ્યા નહીં.

    આ પણ વાંચો-અક્ષય, ટાઇગર, વિદ્યુતે મારી બોટલને લાત, શું છે આ નવી ચેલેન્જ?

    ફરિયાદમાં શશિકાંતે એ પણ આરોપ લગાવ્યો કે, જિમમાં કૂલ 180 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પણ અહીં વર્કઆઉટ સેશન આપવા માટે જરૂરી કાર્પેટ એરિયા નથી. આ ઉપરાંત ત્રણ દિવસ સુધી સ્ટ્રેચ વર્કાઉટ સેશન ઉપલબ્ધ નથી. જેને કારણે તેની હેલ્થને કોઇ જ ફાયદો થઇ રહ્યો નથી. કુકાત્પલ્લીએ લોકો પર દૂર્વ્યવહારની સાથે સાથે જિમ સેનટ્ર માનસિક તણાવ આપે છે તેમ પણ જણાવ્યું છે.

    આ પણ વાંચો-ન્યૂયોર્કમાં રિશિ કપૂરને મળવા પહોચ્યા મલાઇકા-અર્જુન, જુઓ તસવીરો

    શું છે પોલીસનું કહેવું ?
    KPHBનાં ઇન્સ્પેક્ટર કે.લક્ષ્મી નારાયણે એક વાતચીતમાં કહ્યું કે, 'શશિકાંતે ફરિયાદ કરી છે કે, તેમને એડવર્ટાઇઝમેન્ટમાં વાયદો કર્યા મુજબ પ્રોપર ટ્રેનિંગ આપી નથી. તેની કંપનીનાં ડિરેક્ટર અને એમ્બેસેડર રિતિક રોશન પર છેતરપીંડીનો આરોપ લગાવ્યો છે. IPCની કલમ 406 અને 420 હેઠળ એખ્ટકર અને ત્રણેય ડિરેક્ટર મુકેશ બંસલ, અંકિત નાગોરી અને શંમુગાવલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ ચાલુ છે. '

    આ પણ વાંચો-તારક મેહતા..ને મળી ગઇ નવી દયા બેન, જુઓ તસવીરો
    Published by:Margi Pandya
    First published:

    Tags: Cyberabad Police, Hrithik roshan, IPC section 406, IPC section 420

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन