રિતિક રોશનની નાનીનું 91ની ઉંમરે નિધન, બે વર્ષથી રોશન પરિવારની સાથે જ રહેતા હતા
રિતિક રોશનની નાનીનું 91ની ઉંમરે નિધન, બે વર્ષથી રોશન પરિવારની સાથે જ રહેતા હતા
છેલ્લાં બે વર્ષથી રોશન પરિવારની સાથે જ રહેતા હતા પદ્મારાની
Hrithik Roshan Nani Padma Rani Death: રિતિક રોશન (Hrithik Roshan)ની નાની પદ્મારાનીએ (Padma Rani) ગુરૂવારે બપોરે 3 વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા. પદ્મા રાની 91 વર્ષનાં હતાં. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. કહેવાય છે કે, અસ્વસ્થ્તાને કારણે તેઓ છેલ્લાં બે વર્ષથી રોશન પરિવારની સાથે જ રહેતા હતાં.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રિતિક રોશન (Hrithik Roshan)ની નાની અને ફિલ્મ મેકર જે ઓમ પ્રકાશ મેહરા (J Omprakash Mehra)ની પત્ની પદ્મા રાની ઓમ પ્રકાશનું નિધન થઇ ગયુ છે. રિપોર્ટ અનુસાર, ગુરૂવારે બપોરે 3 વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા. પદ્મા રાની 91 વર્ષનાં હતાં. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. કહેવાય છે કે, અસ્વસ્થ્તાને કારણે તેઓ છેલ્લાં બે વર્ષથી રોશન પરિવારની સાથે જ રહેતા હતાં.
ત્રણ વર્ષ પહેલાં થયું હતું ઓમ પ્રકાશ મેહરાનું નિધન
જે ઓમપ્રકાશ મેહરાનું નિધન ત્રણ વર્ષ પહેલાં 93 વર્ષની ઉંમરે 7 ઓગસ્ટ 2019નાં થયું હતું. તે સમયે અમિતાભ બચ્ચન (Amitabh Bhachan)એ તેમનાં નિધન પર શોક વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક જે ઓમપ્રકાશ મેહરાજીનું આજે સવારે નિધન થઇ ગયું છે. દયાળુ, મિલન સાર, રિતિક રોશનનાં નાના. ઉદાસ છું હતું. તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરુ છું.'
ઘણી શાનદાર ફિલ્મોનાં નિર્દેશક રહ્યાં જે ઓમપ્રકાશ મેહરા
1926માં લાહોર પાકિસ્તાનમાં જન્મેલાં જે ઓમપ્રકાશ મેહરા રાજેશ ખન્ના, મુમતાઝ અને સંજીવ કુમાર સ્ટાર 'આપકી કસમ', સંજીવ કુમાર, જીતેન્દ્ર અને રીના રોય સ્ટાર 'અપનાપન', રાજેશ ખન્ના અને જીનત અમાન સ્ટાર 'આશિક હૂ બહારો કા', રજનીકાંત, રાકેશ રોશન, શ્રીદેવી અને ડેની ડેંજોગપા સ્ટાર 'ભગવાન દાદા' અને જીતેન્દ્ર, ગોવિંદા, મીનાક્ષી શેષાદ્રી અને રીના રોય સ્ટાર 'આદમી ખિલોના હૈ' જેવી ફિલ્મ ડિરેક્ટ કરી ચુક્યાં છે. રાહુલ રોય સ્ટાર 'અફસાના દિલો કા' ડિરેક્ટર તરીકે ઓમપ્રકાશ મેહરાની અંતિમ ફિલ્મ હતી.
લાહોરમાં જનમેલાં, વિભાજન બાદ ભારત આવ્યાં
જે ઓમપ્રકાશ મેહરાએ લાહોરનાં ડિસ્ટ્રિબ્યૂટર્સ ઓફિસમાં ક્લાર્ક તરીકે કામ કર્યું હતું. બાદમાં તેમને અહીં મેનેજર બનાવી દેવામાં આવ્યાં અને વિભાજન બાદ તે પાકિસ્તાનથી મુંબઇ આવી ગયા. મુંબઇમાં તે 6 વર્ષ સુધી ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસોસિએશન (IMPAA) અને ફિલ્મ પ્રોડ્યૂસર્સ ગિલ્ડનાં અધ્યક્ષ રહ્યાં છે. 1995-96માં તેમણે ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાનાં અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. તેમને ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ એન્ડ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તે પુણે ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટમાં લેક્ચરર રહી ચુક્યાં છે. 2004માં તેમણે એશિયન ગિલ્ડ ઓફ લંડન દ્વારા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર