Home /News /entertainment /ઋતિક રોશન હવે હોલિવૂડમાં પણ જોવા મળશે! 'ધ ગેર્શ એજન્સી' સાથે સંપર્કમાં
ઋતિક રોશન હવે હોલિવૂડમાં પણ જોવા મળશે! 'ધ ગેર્શ એજન્સી' સાથે સંપર્કમાં
ઋતિક રોશનનાં ફેન્સ તેને બોલિવૂડમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે એવી ખબર સામે આવી રહી છે કે, ઋતિકની હવે જલ્દી હોલિવૂડમાં એન્ટ્રી થઈ શકે છે.
ઋતિક રોશનનાં ફેન્સ તેને બોલિવૂડમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે એવી ખબર સામે આવી રહી છે કે, ઋતિકની હવે જલ્દી હોલિવૂડમાં એન્ટ્રી થઈ શકે છે.
મુંબઈઃ થોડા સમય પહેલા તમિલ એક્ટર ધનુષ હોલિવૂડ ફિલ્મ 'ધ ગ્રેટ મેન'માં જોવા મળ્યો હતો. ત્યારબાદ આલિયા ભટ્ટ, શોભિતા ધૂલીપાલા અને સામંથા રૂથ પ્રભુ જેવી એક્ટ્રેસ પણ જલ્દી હોલિવૂડની અંગ્રેજી ફિલ્મોમાં જોવા મળશે. દિપીકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા પહેલા પણ હોલિવૂડ ફિલ્મો કરી ચુકી છે. જ્યારે ખબર મળી રહી છે કે વિક્રમ વેધા ફ્લોપ થયાં બાદ ઋતિક રોશન પણ ઓ પ્રયત્નમાં લાગેલા છે કે તેને પણ હોલિવૂડમાં કામ મળી જાય. જોકે જ્યારથી તેણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે, તેની ગ્રીક ગૉડ પર્સનાલિટી જોઈને ફેન્સ લાંબા સમયથી તે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તે હોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે.
મળતી માહિતી મુજબ હોલિવૂડમાં એક્ટરોને કામ અપાવવામાં મદદ કરનાર 'ધ ગેર્શ એજન્સી' સાથે સંપર્ક કર્યો હતો. ધ ગેર્શ એજન્સી અમેરિકાની ચોથી સૌથી મોટી ટેલેન્ટ અને લિટરરી એજન્સી છે. જેની ઓફિસ કેલીફોર્નિયામાં છે. ખબરો અનુસાર કહેવામાં આવી રહ્યુ છે કે, આ એજન્સીએ ઋતિક માટે અમુક નિયમોની વાત કરી છે. અમુક આઇડિયા પણ તેની પાસે આવ્યા છે. જોવાનું એ રહેશે કે ઋતિકને આ આઇડિયા કેટલાં પસંદ પડે છે. વિક્રમ વેધા તેના માટે ઝટકો સાબિત થયાં બાદ હવે તે પોતાના કરિયરને વધારે બ્રાઇટ કરવા માટે એક નવી શરૂઆત કરવા માંગે છે. પરંતુ પાછલા ઘણાં વર્ષોથી તેનું જાદૂ કામ કરી રહ્યુ નથી. ઋતિક પહેલાથી ખૂબ જ સાવધાનીથી તેની ફિલ્મો પસંદ કરે છે. તેને મોટાભાગે સફળતા તેના પિતાએ બનાવેલી ફિલ્મોમાં મળી છે.
22 વર્ષના કરિયરમાં માત્ર 25 ફિલ્મો કરનારા ઋતિક 8 વર્ષના થઈ ચુક્યા છે અને બે વર્ષ બાદ અડદી સદીએ પહોંચી જશે. આમ તો આ પહેલો મોકો નથી જ્યારે ઋતિક હોલિવૂડમાં કામ કરવાની કોશિશ કરે છે. 2015માં પણ ઋતિકને હોલિવૂડમાં 'ધ પિન્ક પેન્થર 2'નો પ્રસ્તાવ મળ્યો હતો, જેને તેણે નકારી દીધો હતો. ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર ચાલી હતી. હવે ઋતિક વિક્રમ વેધા બાદ એકવાર ફરી હોલિવૂડમાં ફિલ્મ મેળવવાનો પ્રયત્ન કરે છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર