એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર રિતિક રોશન (Hrithik Roshan)ની એક્સ વાઇફ સુઝૈન ખાન (Sussanne Khan) મોટાભાગે ચર્ચામાં રહે છે. હવે તેને લઇને નવાં સમાચાર આવ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુઝૈન ખાનનું દિલ અલી ગોનીનાં ભાઇ અર્સલાન ગોની પર આવ્યું છે. સુઝૈન 'બિગ બોસ 14'નાં કંટેસ્ટંટ અલી ગોનીનાં મોટા ભાઇ અર્સનાલ ગોનીને ડેટ કરી રહી છે. વર્ષ 2000માં સુઝૈન અને રિતિકનાં લગ્ન થયા હતાં. આ લગ્નથી સુઝૈનને બે બાળકો છે. રિદાન અને રિહાન. બંને એ લગ્નનાં 14 વર્ષ બાદ એકબીજાથી છૂટાછેડા લીધા હતાં.
સુઝૈન ખાન અને અર્સલાન ગોનીનાં અફેર ખબર પર હજું સત્તાવાર ખુલાસો થયો નથી. પણ મીડિયા રિપોર્ટ્સની માનીયે તો સુઝૈન અને અર્સલાન છેલ્લા છ મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેઓ ઘણી વખત સાથે સ્પોટ થયા છે. રિતિક સાથે છૂટાછેડા બાદ સુઝૈન તેનાં બાળકો સાથે અલગ રહે છે. જોકે, રિતિક અને સુઝૈન બંને બાળકોની સાથે ઘણી વખત સાથે સમય પણ વીતાવે છે. કોરોના મહામારી સમયે લાગેલાં લોકડાઉનમાં રિતિક અને સુઝૈન સાથે રહ્યાં હોવાનાં સમાચાર પણ સામે આવ્યાં હતાં. હવે ટીવી એક્ટર અર્સલાન ગોની સાથે સુઝૈનનાં અફેરની ન્યૂઝ આવી છે. બંનેને ઘણી વખત સાથે હેંગઆઉટ કરતાં જોવામાં આવ્યાં છે. સૂત્રો મુજબ, બંને એક બીજાને છેલ્લા છ મહિનાથી વધુ સમી ડેટ કરે છે. તેમની મુલાકાત એક કોમન મિત્ર દ્વારા થઇ હતી.
થોડા દિવસ પહેલાં જ સુઝૈન ખાને તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેનો એક્સરસાઇઝ કરતો વીડિયો શેર કર્યો હતો.
આપને જણાવી દઇએ કે, આ પહેલાં સુઝૈનનું નામ અર્જુન રામપાલ સાથે જોડાયું હતું. તો રિતિક સાથે ચાર વર્ષનાં અફેર બાદ તેમણે લગ્ન કર્યા હતાં. આ લગ્ન જીવનનાં 14 વર્ષ બાદ તેઓ અલગ થઇ ગયા. આ માટે રિતિકે સુઝૈનને 380 કોરડ રૂપિયાની ભારેભરખમ એલિમની ચૂકવી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર