રિતિક રોશને જિમમાં 80sના ગીતો પર કર્યો ડાન્સ, દીપિકાએ લખ્યું- ‘જોકર’, જુઓ વાયરલ વિડીયો

હૃતિક રોશનનો જિમમાં ડાન્સ કરતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. (ફોટો- Instagram/hrithikroshan)

ઇન્સ્ટાગ્રામ પર રિતિક રોશને જિમના વિડિયોઝ શેર કર્યા હતા, જે વાયરલ થઈ રહ્યા છે. આ વિડિયોઝમાં તે 80ના દાયકાના પોપ્યુલર ગીતો સાંભળી રહ્યો છે અને આ ગીત પર ડાન્સ પણ કરી રહ્યો છે.

 • Share this:
  મુંબઈ. બોલિવુડનો ‘ગ્રીક ગોડ’ રિતિક રોશન (Hrithik Roshan) આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘વિક્રમ વેધા’ને લઈને ચર્ચામાં છે. અભિનેતાએ દશેરાના શુભ અવસરે તમિલ ફિલ્મ ‘Vikram Vedha’ની હિન્દી રિમેકનું શૂટિંગ પણ શરુ કરી નાખ્યું છે. શનિવારે ઇન્સ્ટાગ્રામ પર રિતિકે જિમના વિડિયોઝ શેર કર્યા હતા, જે વાયરલ થઈ રહ્યા છે. આ વિડિયોઝમાં તે 80ના દાયકાના પોપ્યુલર ગીતો સાંભળી રહ્યો છે અને આ ગીત પર ડાન્સ પણ કરી રહ્યો છે. રિતિક રોશન ફિલ્મ જગતના અદભુત ડાન્સર્સમાંથી એક છે. એક વિડીયોમાં તે ગરબાના સ્ટેપ પણ કરી રહ્યો છે.

  બીજા વિડીયોમાં રિતિક ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ‘ડિસ્કો ડાન્સર’ મિથુન ચક્રવર્તીના જાણીતાં ગીત પર ડાન્સ કરી રહ્યો છે.. આ ગીત ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’નું છે- ‘ઐસે ગુમસુમ તૂ હૈ ક્યોં ખામોશી તોડ દે, જીના ક્યા દિલ હાર કે પાગલપન છોડ દે...’

  આ પણ વાંચો: કારમાંથી ઉતરતા જ ઉર્વશી રૌતેલાનો iPhone 13 પડી ગયો, અભિનેત્રીને પડ્યો ધ્રાસ્કો

  ત્યારબાદ રિતિક ‘જાનૂ મેરી જાન, મેં તેરે કુર્બાન, તૂ મેરી મેં તેરા જાને સારા હિન્દુસ્તાન’ પર ડાન્સ કરતો જોવા મળે છે. એ પછી તે ‘વે આજા રે મેરે સાથ, યે જાગી જાગી રાત, પુકારે તુઝે સુન સુના દે વહી ધુન’ ગીત પર ડાન્સ કરવા લાગે છે. રિતિકે બ્લેક કલરની જિમ ટીશર્ટ અને લાઈટ ગ્રે કલરનું લોઅર પહેર્યું છે.

  વિડીયોમાં રિતિક રોશન દાઢીમાં જોવા મળે છે અને તેણે કેપ પણ પહેરી છે. આ વિડીયો ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે. રિતિકને આ અવતારમાં જોઈને તેમને મજા પડી ગઈ છે. તેના આ વિડીયોને અત્યારસુધીમાં 16 લાખથી પણ વધુ લાઈક્સ મળી ચૂકી છે. રિતિકે વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘જ્યારે બોલિવુડ હિરો એકાએક જિમમાં 80sનું મ્યુઝિક સાંભળે..’
  રિતિકના આ વિડીયો પર દીપિકા પદુકોણેએ કમેન્ટ કરી છે- ‘જોકર’. તો આયુષ્માન ખુરાના, પ્રીતિ ઝિંટા, કૃતિ સેનન, વરુણ ધવન વગેરે પણ પોતાને કમેન્ટ કરતા રોકી શક્યા ન હતા.

  આ પણ વાંચો: Gadar 2: સની દેઓલે આપી ચાહકોને દશેરા ભેટ, ‘ગદર 2’નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું

  વર્કફ્રન્ટની વાત કરીએ તો ‘વિક્રમ વેધા’ ઉપરાંત રિતિક રોશન ‘ફાઈટર’ (Fighter) ફિલ્મમાં દમદાર એક્શન કરતો જોવા મળશે. આ ફિલ્મમાં તે પહેલી વખત દીપિકા પદુકોણ (Deepika Padukone) સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મ પહેલી એરિયલ એક્શન ફિલ્મ હશે. રિતિક છેલ્લે ‘વોર’ ફિલ્મમાં જોવા મળ્યો હતો અને તેની સિક્વલ આવતા વર્ષે ફ્લોર પર જશે. આ ઉપરાંત તેની સુપરહીરો ફ્રેન્ચાઈઝી ‘ક્રિશ 4’ની જાહેરાત પણ થઈ છે.
  Published by:Nirali Dave
  First published: