Home /News /entertainment /હૃતિક રોશન આ વર્ષના અંત સુધીમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે લગ્ન કરશે
હૃતિક રોશન આ વર્ષના અંત સુધીમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે લગ્ન કરશે
સબા આઝાદ સાથે હતિક રોશન
રિપોર્ટ્સના અનુસાર, લગ્નના પ્લાનિંગ અંગે મિત્રે કહ્યું હતું કે બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા છે, પરંતુ કોઈ ઉતાવળ નથી. આ વર્ષના અંત સુધીમાં બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. અત્યારે હૃતિક તથા સબા બંને પ્રોફેશનલી કમિટેડ છે. બંનેએ વિચાર્યું છે કે લગ્ન બાદ બંને સાથે વધુ સમય એકબીજા સાથે રહે.
મુંબઈ. બોલિવૂડ એક્ટર હૃતિક રોશનનો આજે એટલે કે 10 જાન્યુઆરીના રોજ 49મો જન્મદિવસ છે. એક્ટરને ચારેય તરફથી જન્મદિવસની શુભેચ્છા મળી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હૃતિક રોશન ટૂંક સમયમાં ફિલ્મ 'ફાઇટર'નું શૂટિંગ કરશે. સૂત્રોના મતે હૃતિક રોશન આ વર્ષના અંત સુધીમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે લગ્ન કરી શકે છે. હૃતિક પોતાની પર્સનલ લાઈફમાં ઘણો આગળ વધી ગયો છે અને સબાની સાથે લગ્ન કરવાની ચર્ચા છે.
રિપોર્ટ્સના અનુસાર, લગ્નના પ્લાનિંગ અંગે મિત્રે કહ્યું હતું કે બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા છે, પરંતુ કોઈ ઉતાવળ નથી. આ વર્ષના અંત સુધીમાં બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. અત્યારે હૃતિક તથા સબા બંને પ્રોફેશનલી કમિટેડ છે. બંનેએ વિચાર્યું છે કે લગ્ન બાદ બંને સાથે વધુ સમય એકબીજા સાથે રહે. વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યા બાદ બંને લગ્ન કરશે અને પછી લાંબા વેકેશન પર જશે. હૃતિક પ્રેમિકા સબા કરતાં 16 વર્ષ મોટો છે.
હૃતિક રોશન તથા સબા આઝાદ બંને લગ્ન અંગે ઘણાં જ એક્સાઇટેડ છે. બંને અવારનવાર પાર્ટી તથા ડિનર ડેટ્સ એન્જોય કરતા જોવા મળે છે. ચાહકોને પણ આ બંનેની જોડી ઘણી જ ગમે છે. હૃતિક તથા સબાના કોમન ફ્રેન્ડ્સે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બંને હાલમાં ઘણાં જ ખુશ છે અને લાઇફને એન્જોય કરી રહ્યા છે. બંનેના પરિવારને આ સંબંધ મંજૂર છે. હૃતિકના બંને બાળકોને પિતાના આ સંબંધો સ્વીકાર્ય છે. હૃતિક બંને દીકરાઓ તથા સબા સાથે વેકેશન પર પણ ગયો છે.
હૃતિક રોશન તથા સબા આઝાદ બંને લગ્ન અંગે ઘણાં જ એક્સાઇટેડ છે. બંને અવારનવાર પાર્ટી તથા ડિનર ડેટ્સ એન્જોય કરતા જોવા મળે છે. ચાહકોને પણ આ બંનેની જોડી ઘણી જ ગમે છે. હૃતિક તથા સબાના કોમન ફ્રેન્ડ્સે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બંને હાલમાં ઘણાં જ ખુશ છે અને લાઇફને એન્જોય કરી રહ્યા છે. બંનેના પરિવારને આ સંબંધ મંજૂર છે. હૃતિકના બંને બાળકોને પિતાના આ સંબંધો સ્વીકાર્ય છે. હૃતિક બંને દીકરાઓ તથા સબા સાથે વેકેશન પર પણ ગયો છે.
હૃતિકના 2014માં ડિવોર્સ થયા
હૃતિકે વર્ષ 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા. આ જ વર્ષે હૃતિકે 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. 2006માં હૃતિક દીકરા રેહાન તથા 2008માં રેધાનના પેરેન્ટ્સ બન્યાં હતાં. જોકે 31 ઓક્ટોબર, 2014ના રોજ બંને અલગ થઈ ગયાં હતાં. ડિવોર્સ બાદ પણ હૃતિક તથા સુઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે.
રિપોર્ટ્સના અનુસાર, હૃતિક પોતાના બીજા લગ્ન ધામધૂમથી કરશે નહીં. તે એકદમ સાદગીથી લગ્ન કરશે. લગ્નમાં માત્ર પરિવારના સભ્યો ને નિકટના મિત્રો જ હાજર હશે. ડિવોર્સ બાદ પણ સુઝાન સાથે હૃતિકના સારા સંબંધો છે એટલે સુઝાન પોતાના પ્રેમી અર્સલાન ગોની સાથે હાજર રહેશે. આ લગ્નમાં હૃતિકની પહેલી પત્ની સુઝેન હાજરી આપી શકે છે. હૃતિક અને સુઝેન અલગ થઈ ગયા હોવા છતાં, સુઝેન હજી પણ હૃતિકના પરિવાર સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વર્ષ 2023 હૃતિક માટે કામની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખાસ છે. તેની ફિલ્મ ફાઈટર આ વર્ષે રિલીઝ થશે, જેને લઈને તે 2022થી ચર્ચામાં છે. આમાં તે દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે અને આ એક એક્શનથી ભરપૂર ફિલ્મ હશે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર