Home /News /entertainment /આ સ્પેનિશ બ્યૂટી માટે સુઝેનથી અલગ થયા હતો હ્રિતિક? હવે GF સબા આઝાદ સાથે કરશે બીજા લગ્ન!
આ સ્પેનિશ બ્યૂટી માટે સુઝેનથી અલગ થયા હતો હ્રિતિક? હવે GF સબા આઝાદ સાથે કરશે બીજા લગ્ન!
10 જાન્યુઆરીએ હ્રિતિક રોશન 49 વર્ષના થઈ ગયા છે
હ્રિતિક રોશન બોલિવૂડના આકર્ષક કલાકારોમાંથી એક છે. જ્યાં તે સારી ફિલ્મો માટે ચર્ચામાં રહે છે, ત્યારે તેનું નામ અલગ અલગ એક્ટ્રેસીસ સાથે જોડાવાને કારણે પણ તે વિવાદનો ભાગ બની જાય છે.
Hrithik Roshan Uknown Facts: હ્રિતિક રોશન (Hrithik Roshan)ને બોલિવૂડનો ગ્રીક ગોડ કહેવામાં આવે છે. આજે એટલે કે 10 જાન્યુઆરીએ હ્રિતિક રોશન 49 વર્ષના થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે હ્રિતિક રોશન (Hrithik Roshan Acting) માત્ર તેની એક્ટિંગ માટે જ નહીં, પરંતુ કિલર લુક, દમદાર ફિઝિક અને શાનદાર ડાન્સ માટે પણ જાણીતો છે.
આ સાથે તે અવારનવાર પોતાના અફેર અને લવ લાઈફને લઈને સમાચારોમાં રહે છે. હ્રિતિક રોશનના જન્મદિવસ નિમિત્તે ચાલો જાણીએ તેની સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ.
તમને જણાવી દઈએ કે હ્રિતિક રોશન બોલિવૂડના આકર્ષક કલાકારોમાંથી એક છે. જ્યાં તે સારી ફિલ્મો માટે ચર્ચામાં રહે છે, ત્યારે તેનું નામ અલગ અલગ એક્ટ્રેસીસ સાથે જોડાવાને કારણે પણ તે વિવાદનો ભાગ બની જાય છે.
કંગના રનૌતના હ્રિતિક સાથેના સંબંધોને સાર્વજનિક બનાવવાના આખા એપિસોડને કોઈ કેવી રીતે ભૂલી શકે. કંગનાએ રિતિક પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે સુઝેન સાથે છૂટાછેડા લીધા બાદ હ્રિતિકે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને બાદમાં તેની સાથે છેતરપિંડી કરી હતી.
હ્રિતિકના સુઝેનથી છૂટાછેડાનું એકમાત્ર કારણ કંગના નથી. તેના સાથે 2010ની ફિલ્મ કાઈટ્સમાં હૃતિકની કો-સ્ટાર મેક્સિકન અભિનેત્રી બાર્બરા મોરી હતી. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ભલે હૃતિક-બાર્બરાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને પસંદ ન આવી હોય, પરંતુ બંને વચ્ચેની ઑફ-સ્ક્રીન કેમેસ્ટ્રીએ જોર પકડ્યું હતું અને તરત જ આ સમાચાર સુઝેનના કાન સુધી પણ પહોંચી ગયા હતા. કંગના સાથે હ્રિતિકના અફેરના સમાચારથી સુઝેન પહેલેથી જ પરેશાન હતી. હવે બાર્બરા મોરી સાથેના તેના અફેરના સમાચારે હ્રિતિક અને સુઝેન વચ્ચેનું અંતર વધારી દીધું અને આખરે બંનેએ 2014માં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.
સબા આઝાદને કરી રહ્યો છે ડેટ
જણાવી દઈએ કે હૃતિક રોશન અને સુઝેન ખાને 20 ડિસેમ્બર, 2000ના રોજ બેંગ્લોરમાં લગ્ન કર્યા હતા. બંને બાળપણના મિત્રો હતા. તેમને બે પુત્રો રીહાન અને રીદાન છે. સુઝેનથી છૂટાછેડા લીધા બાદ આ દિવસોમાં હ્રિતિક ફરી એકવાર મોડલ અભિનેત્રી સબા આઝાદ (Saba Azad)ને ડેટ કરી રહ્યો છે. બંને એકબીજા માટે ખૂબ જ સિરીયસ છે. જો સમાચારનું માનીએ તો હ્રિતિક ફરી એકવાર લગ્ન કરી શકે છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર