Trailer Out:રિતિક-ટાઇગરની WAR છે બોલિવૂડની સૌથી મોટી એક્શન ફિલ્મ

News18 Gujarati
Updated: August 27, 2019, 12:13 PM IST
Trailer Out:રિતિક-ટાઇગરની WAR છે બોલિવૂડની સૌથી મોટી એક્શન ફિલ્મ
2 મિનિટ 25 સેકેન્ડનું આ ટ્રેલર એક્શનથી ભરપૂર છે. ટ્રેલર મુજબ ફિલ્મમાં ટાઇગર શ્રોફને રિતિકનો જૂનિયર દર્શાવવામાં આવ્યો છે

2 મિનિટ 25 સેકેન્ડનું આ ટ્રેલર એક્શનથી ભરપૂર છે. ટ્રેલર મુજબ ફિલ્મમાં ટાઇગર શ્રોફને રિતિકનો જૂનિયર દર્શાવવામાં આવ્યો છે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક:  રિતિક રોશન અને ટાઇગર શ્રોફ સ્ટાર ફિલ્મ 'War'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આવું પહેલી વખત છે જ્યારે બોલિવૂડનાં બંને હેન્ડસમ હંક કોઇ એક ફિલ્મમાં ખતરનાક એક્શન અને સ્ટંટ સીન્સ કરતાં નજર આવશે. તેમની વચ્ચેની ફાઇટ સિક્વન્સ પણ ઘણી જ દમદાર છે. ટાઇગર- રિતિકની વચ્ચે ફેસઓફ પણ જોવા મળશે. સિદ્ધાર્થ આનંદનાં ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ 2 ઓક્ટોબરનાં રોજ રિલીઝ થશે.

કેવું છે ટ્રેલર?
2 મિનિટ 25 સેકેન્ડનું આ ટ્રેલર એક્શનથી ભરપૂર છે. ટ્રેલર મુજબ ફિલ્મમાં ટાઇગર શ્રોફને રિતિકનો જૂનિયર દર્શાવવામાં આવ્યો છે. રિતિકની તલાશમાં ટાઇગરને મોકલવામાં આવે છે. જે બાદ શરૂ થાય છે સ્ટાર્સ વોર. કાર અને બાઇક ચેઝીંગની સિક્વિન્સ. પાવર પેક્ડ એક્શન ફિલ્મમાં રિતિક ટાઇગરનું ફેસઓફ સૌથી મોટી હાઇલાઇટ છે.

ટ્રેલરનો એક એક સિન વિઝ્યુઅલ ટ્રીટ છે. એડવેન્ચર અને એક્શનની વચ્ચે સુંદર વિઝ્યુઅલ્સ મૂવીને વધુ દિલચસ્પ બનાવે છે. એક્શન ડ્રામામાં બેકગ્રાઉન્ડ સ્કોર રોમાન્ચ પેદા કરે છે.



યશરાજ બેનર હેઠળ બનેલી વોરને ત્રણ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગૂમાં રિલીઝ થશે. 'વોર' કેટલી મોટી ફિલ્મ છે તે વાતનો અંદાજો આપ આ વાતથી લગાવી શકો છે. મેકર્સે 'વોર'ને 7 અલગ અલગ દેશો અને 15 શહેરોમાં શૂટ કરી છે. ટાઇગર-રિતિક વચ્ચે ફિલ્માવવામાં આવેલાં ખતરનાક એક્શન અને સ્ટંટ સિન્સ 4 એક્શન ડિરેક્ટર્સની દેખરેખમાં થયા છે.ફિલ્મમાં રિતિક અને ટાઇગર ઉપરાંત વાણી કપૂર પણ નજર આવશે. 2 ઓક્ટોબરનાં રોજ રિલીઝ થનારી આ ફિલ્મને 5 દિવસ લાંબુ વિકેન્ડ મળશે. આ ફિલ્મ રિતિક અને ટાઇગરની જુની ફિલ્મોનાં રેકોર્ડ તોડે તેવી પુરેપુરી શક્યતાઓ છે.
First published: August 27, 2019, 11:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading