રિતિક સાથે રોમેન્સ કરતી જોવા મળી વાણી, WARનું પહેલું સોન્ગ રિલીઝ

War ફિલ્મનું પહેલું સોન્ગ રિલીઝ થઇ ગયુ છે આ ગીતમાં રિતિક અને વાણી રોમેન્સ કરતાં નજર આવે છે

War ફિલ્મનું પહેલું સોન્ગ રિલીઝ થઇ ગયુ છે આ ગીતમાં રિતિક અને વાણી રોમેન્સ કરતાં નજર આવે છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડની એક્શન પેક ફિલ્મ Warનું પહેલું ગીત રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મની આતુરતાથી રાહ જોવાઇ રહી છે કારણ કે આ ફિલ્મમાં રિતિક અને ટાઇગર પહેલી વખત ઓનસ્ક્રીન એક સાથે નજર આવવાનાં છે. આ ફિલ્મનાં પહેલાં ગીતને લઇને ફેન્સમાં ખુબજ આતુરતા હતી. મેકર્સે દાવો કર્ોય હતો કે આ ફિલ્મનું ડાન્સિંગ નંબર તમને નાચવાથી રોકી શકશે નહીં. આ ગીતને અરિજિત સિંઘ અને શિલ્પા રાયે ગાયુ છે.

  આ ગીત ફિલમ 'ધર્મ કાંટા'નાં પ્રસિદ્ધ ગીત 'મોહ આઇ ન જગ સે, મે ઇતના જોર સે નાચી આજ કે ઘુંઘરું ટૂટ ગયે'નું રિક્રિએટેડ વર્ઝન છે. ‘વૉર’નું આ નવું ગીત રિતિક રોશન અને વાણી કપૂર પર ફિલ્માવવામાં આવ્યું છે. જેમા તેની હોટ કેમેસ્ટ્રી સ્પષ્ટ નજરે પડી રહી છે.

  વાણી આ ફિલ્મમાં પણ તેની ગત ફિલ્મ 'બેફિકરે'નાં લૂક જેવી જ નજરે પડે છે. આ ગીતનું મ્યૂઝિક વિશાલ-શેખરે આપ્યું છે. બીચ પર ફિલ્માવવામાં આવેલું આ સોન્ગ જોઇ લો તમે જ..  રિતિક રોશન અને ટાઇગર શ્રોફની ‘વૉર’ 2 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં રિતિક રોશન અને ટાઇગર શ્રોફ ગુરૂ શિષ્યનાં પાત્રમાં નજર આવશે. ફિલ્મમાં બે હિરો વચ્ચે એક હિરોઇન વાણી કપૂર બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં અનુપ્રિયા અને દીપાનિતા શર્મા પણ મહત્વનાં રોલમાં છે. આ ફિલ્મ યશ રાજ બેનર હેઠળ બની છે. આ ફિલ્મ ત્રણ ભાષામાં રિલીઝ થવાની છે. હિન્દી સિવાય તે તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થશે.
  Published by:Margi Pandya
  First published: