Home /News /entertainment /

300 કરોડની એક્શન થ્રિલર 'ફાઈટર' માટે ઋત્વિક રોશન અને અનિલ કપૂરે હાથ મિલાવ્યા

300 કરોડની એક્શન થ્રિલર 'ફાઈટર' માટે ઋત્વિક રોશન અને અનિલ કપૂરે હાથ મિલાવ્યા

ઋત્વિક રોશને (Hrithik Roshan) થોડા સમય પહેલા તેની મેગા બજેટ ફિલ્મ (Film) 'ફાઈટર' (Fighter)ની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ (Deepika Padukone) પણ જોવા મળશે

ઋત્વિક રોશને (Hrithik Roshan) થોડા સમય પહેલા તેની મેગા બજેટ ફિલ્મ (Film) 'ફાઈટર' (Fighter)ની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ (Deepika Padukone) પણ જોવા મળશે

    મુંબઈ : બોલિવૂડ (Bollywood) એક્ટર (Actor) ઋત્વિક રોશને (Hrithik Roshan) થોડા સમય પહેલા તેની મેગા બજેટ ફિલ્મ (Film) 'ફાઈટર' (Fighter)ની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ (Deepika Padukone) પણ જોવા મળશે. ફાઈટર ફિલ્મનું નિર્દેશન ઋત્વિક રોશનના ફેવરિટ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ (Siddharth Anand) કરશે. બંનેએ સાથે મળીને બેંગ-બેંગ અને વોર જેવી સફળ ફિલ્મો બનાવી છે. આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ (Box Office) પર બમ્પર કમાણી કરી છે, જેના કારણે ફેન્સ ફાઈટર માટે ખૂબ જ ઉત્સાહિત છે.

    ફાઈટર ફિલ્મના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર તેમાં અનિલ કપૂર ની એન્ટ્રી પણ થઈ

    ફાઈટર ફિલ્મના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર તેમાં અનિલ કપૂર (Anil Kapoor)ની એન્ટ્રી પણ થઈ છે. ઋત્વિક રોશને થોડા સમય પહેલા એક ટ્વીટ દ્વારા આ જાણકારી આપી હતી. ઋત્વિક રોશને એક તસવીર શેર કરી અને લખ્યું, 'હું જેને જોઈને મોટો થયો છું તેને જન્મદિવસની શુભેચ્છા કહેવા માંગુ છું. કૃપા કરીને મારા અભિનંદન સ્વીકારો અનિલ સર. સેટ પર તમને આસિસ્ટ કરતી વખતે આખરે મને તમારી સાથે કામ કરવાની તક મળી છે. હું ફાઈટરમાં તમારી સાથે સ્ક્રીન શેર કરવા માટે ઉત્સાહિત છું.

    ઋત્વિક રોશનના ટ્વીટનો જવાબ આપતાં અનિલ કપૂરે શું કહ્યું?

    ઋત્વિક રોશનના ટ્વીટનો જવાબ આપતાં અનિલ કપૂરે લખ્યું, 'ખૂબ આભાર ઋત્વિક. હું પણ ફાઈટર ફિલ્મનો ભાગ બનીને ખુશ છું.

    આ પણ વાંચોખબર છે? 90ના દાયકાની કઈ સિરિયલ શાહરૂખ ખાનની ફિલ્મ 'સ્વદેશ'થી પ્રેરિત હતી

    આ ફિલ્મમાં કયા-કયા કલાકાર જોવા મળશે?

    ફાઈટર ફિલ્મમાં અનિલ કપૂર (Anil Kapoor)ની એન્ટ્રી સાથે ઋત્વિક રોશન (Hrithik Roshan)ની આ ફિલ્મ વધુ મોટી થઈ ગઈ છે. સિદ્ધાર્થ આનંદ ફાઈટરને મોટા પાયે શૂટ કરવાની યોજના બનાવી રહ્યો છે, તેથી જ તેને એવા કલાકારોની જરૂર છે જેને જોવા માટે પ્રેક્ષકો થિયેટરોમાં ઉમટી પડે. ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણ ઉદ્યોગના એ-લિસ્ટ કલાકારો છે. આ બંનેની જોડીને હવે અનિલ કપૂરનો પણ સાથ મળવાનો છે. આ ત્રણેય કલાકારો સાથે મળીને બોક્સ ઓફિસ પર આગ લગાવવા માટે પૂરતા છે. ફાઈટર ફિલ્મમાં અનિલ કપૂરનું પાત્ર કેવું હશે, તે હજુ સ્પષ્ટ થયું નથી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Hrithik roshan, New Movie, Upcoming Movies

    આગામી સમાચાર