પ્રિયંકા ચોપડા જોનસ માટે હ્રિતિક બન્યો હતો રિયલ લાઈફ હીરો

પ્રિયંકા ચોપડા જોનસ માટે હ્રિતિક બન્યો હતો રિયલ લાઈફ હીરો
હ્રિતિક રોસન અને પ્રિયંકા ચોપરાની ફાઈલ તસવીર

પ્રિયંકા ચોપરાએ પોતાની આત્મકથામાં જણાવ્યું છે કે કેવી રીતે હ્રિતિક રોશનને તેના તબીબી સંકટ દરમિયાન તેના પિતાની મદદ કરી હતી.

 • Share this:
  મુંબઈઃ બોલિવૂડનો સુપરસ્ટાર (bollywood superstar) હ્રિતિક રોશન (Hrithik Roshan) તેના દયાળુ સ્વભાવ માટે જાણીતો છે. તેના સહ-કલાકારો હંમેશાં તેના સારા કાર્યો વિશે વાત કરતા હોય છે. તેની ઉદારતા તેના મિત્રો અને સાથીદારો દ્વારા છેલ્લા બે દાયકામાં ઘણા પ્રસંગોએ જોવામાં આવી છે. આ સૂચિમાં પ્રિયંકા ચોપરા જોનસનું (Priyanka Chopra Jonas) નામ પણ શામેલ છે. જેણે ક્રિશ (2006), અગ્નિપથ (2012) અને ક્રિશ 3 (2013) જેવી ફિલ્મોમાં હ્રિતિક સાથે કામ કર્યું છે. પ્રિયંકા ચોપરાએ પોતાની આત્મકથામાં જણાવ્યું છે કે કેવી રીતે હ્રિતિક રોશનને તેના તબીબી સંકટ દરમિયાન તેના પિતાની મદદ કરી હતી.

  તાજેતરમાં પ્રકાશિત તેની આત્મકથા 'અનફિનિષ્ડ'માં પ્રિયંકાએ પોતાના શરૂઆતી દિવસોની યાદો તાજી કરી, જ્યારે તેણીએ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું હતું. તેણે કહ્યું કે, જ્યારે તેના પિતા ડૉ. અશોક ચોપડા કોઈ જીવલેણ રોગથી પીડાતા હોવાની જાણ થઈ, ત્યારે તેણીની સહ-અભિનેતા હ્રિતિકે તેની મદદ કરી હતી. તે સમયે પ્રિયંકા ક્રિશનું શૂટિંગ કરી રહી હતી, જે તે સમયે તેની સૌથી મોટી ફિલ્મ હતી.  જ્યારે હ્રિતિકને તેના પિતાની ગંભીર હાલત વિશે અને તે હકીકત વિશે ખબર પડી કે તેમને વિદેશની હોસ્પિટલમાં ખસેડવાની જરૂર છે, ત્યારે હ્રિતિકે કોઈ કસર છોડી ન હતી અને તમામ શક્ય મદદ કરવાનો પ્રયાસ કર્યો. પ્રિયંકાએ કહ્યું કે, "આશ્ચર્યજનક રીતે, હિંદી ફિલ્મ ઉદ્યોગના ખૂબ જ સફળ હ્રિતિકે એર ઇન્ડિયામાં તેના કનેક્શનનો ઉપયોગ કરીને મારા પિતાની તાત્કાલિક લંડન ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી."

  આ પણ વાંચોઃ- માતાની દર્દભરી કહાની! 5 માસની પુત્રી ખોળામાં રાખી મહિલા કંડક્ટર કાપે છે ટિકિટ, 165 KMની મુસાફરી કરવી મજબૂરી

  આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

  હ્રિતિક દ્વારા સમયસર કરવામાં આવેલી મદદ માટે આભાર. ડૉ. ચોપડાને લંડન ખસેડવામાં આવ્યા હતા, સારવાર કરાઈ હતી અને તેમનો જીવ બચી ગયો હતો. આભારી પ્રિયંકાએ હ્રિતિક પ્રત્યે પ્રશંસા વ્યક્ત કરતાં લખ્યું, "જો આપણી આસપાસના લોકો ન હોત કે જેઓ આપણી તરફ આટલા દયાળુ અને તૈયાર હોત- હ્રિતિક અને તેના પિતા રાકેશ સર, બોસ્ટનમાં અમારો પરિવાર- મને સંદેહ છે કે મારા પિતા તે સમયે બચી શક્યા હોત. કોઈ પણ રસ્તો નથી કે હું તેમના પ્રત્યેનો કૃતજ્ઞતાને પર્યાપ્ત રીતે વ્યક્ત કરી શકું, તે થોડું ડીપ છે."

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રોકડા રૂ. 1.34 કરોડ સાથે યુવક ઝડપાયો, કોને અને ક્યાં આપવાના હતા પૈસા?

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ

  હ્રિતિક રોશન કદાચ એકમાત્ર ભારતીય સુપરસ્ટાર છે, જેમની પાસે ઘણી સફળ સુપરહીરો મૂવીઝ છે. તેમજ તે પોતાની ફિલ્મોની જેમ જ વાસ્તવિક જીવનમાં પણ સુપરહીરો છે. પ્રિયંકાની જેમ બીજા પણ ઘણા સહ-કલાકારો, ક્રૂ મેમ્બર્સ અને તેમના પરિવારો છે, જે હ્રિતિકના આભારી છે. એવા ઘણા પ્રસંગો બન્યા છે, જ્યારે હ્રિતિક સેટ પર ઇજાગ્રસ્ત થયેલા ક્રૂ મેમ્બર્સને મદદ કરવા આગળ આવ્યો હતો અને તેમને નાણાંકીય સહાય પૂરી પાડતી હતી અને સંકટ સમયે પણ તેમના પરિવારોને મદદ કરવા આગળ આવ્યો હતો.

  કોવિડ-19 મહામારી દરમિયાન તેની પરોપકારી સ્પષ્ટપણે જોવા મળી હતી. તેમણે એક NGO સાથે હાથ મિલાવ્યો, જે વૃદ્ધાશ્રમો, દૈનિક વેતન મજૂરો અને ભારતના ઓછી આવકવાળા લોકોને 1.2 લાખ પોષક રાંધેલો ખોરાક પૂરો પાડે છે. રોગચાળા દરમિયાન બીએમસીના કાર્યકરોના પ્રયત્નોને ધ્યાનમાં રાખીને હ્રિતિકે 20 લાખ રૂપિયા ઉપરાંત N95 અને FFP3 માસ્કનું યોગદાન પણ આપ્યું હતું.  સુપરસ્ટારે પણ આગળ આવીને નીચલા-મધ્યમ વર્ગના પરિવારોમાંથી આવતા પાપારાઝી ફોટોગ્રાફરોને પણ ટેકો આપ્યો. હ્રિતિકે એવા 100 બોલીવુડ ડાન્સર્સના બેંક ખાતાઓમાં પૈસા જમા કરાવ્યા, જેઓ નોકરી ગુમાવી ચૂક્યા હતા અને આ ભયંકર રોગચાળા દરમિયાન મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. પ્રિયંકા ચોપરા જોનસથી લઈને સામાન્ય લોકો સુધી અભિનેતાની દયાળુતા શેર કરવા માટે દરેક પાસે યાદગાર ઉદાહરણો છે. આમાં કોઈ શંકા નથી કે આ સુપરસ્ટાર અંદરથી જેટલો સુંદર છે તેટલો જ બહારથી છે.
  Published by:ankit patel
  First published:February 13, 2021, 22:42 pm

  ટૉપ ન્યૂઝ