Death Anniversary: છ વખત નેશનલ એવોર્ડ વિજેતા ઋષિકેશ મુખર્જી, જાણો તેમનાં વિશે બધુ જ

આજે ઋષિકેશ મુખર્જીની પુણ્યતિથિ

30 સપ્ટેમ્બર 1922ના રોજ જન્મેલા ઋષિકેશ મુખર્જીની (Hrishikesh Mukherjee) આજે 15મી પુણ્યતિથિ છે. ઋષિકેશ મુખર્જીને તેમના મિત્રો ઋષિ દા કહેતા હતા. આજે ઋષિ દા ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેઓ આજે પણ લાખો ચાહકોના દિલમાં હયાત છે.

  • Share this:
    ભારતીય સિનેમામાં એક લાંબો સમય એવો હતો, જ્યાં વાર્તા હીરોની આસપાસ ફરતી હતી. જેના કારણે સમાજની વાસ્તવિકતા, સંવેદનાઓ, સંઘર્ષો યોગ્ય રીતે સામે આવતા નહતા. પરંતુ દિગ્દર્શક અને એડિટર ઋષિકેશ મુખર્જી (Hrishikesh Mukherjee Death Anniversary)એ ભારતીય સિનેમાનો રંગ બદલી નાખ્યો હતો. કલકત્તામાં 30 સપ્ટેમ્બર 1922ના રોજ જન્મેલા ઋષિકેશ મુખર્જીની (Hrishikesh Mukherjee) આજે 15મી પુણ્યતિથિ છે. ઋષિકેશ મુખર્જીને તેમના મિત્રો ઋષિ દા કહેતા હતા. આજે ઋષિ દા ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેઓ આજે પણ લાખો ચાહકોના દિલમાં હયાત છે.

    કેમેરા મેન તરીકે કારકિર્દી શરૂ કરી- ઋષિકેશ મુખર્જી કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને પછી ગણિત અને વિજ્ઞાનના શિક્ષક બન્યા હતા. ઋષિકેશ મુખર્જીએ કારકિર્દીની શરૂઆત પાયાથી કરી હતી. તેમણે 40ના દાયકામાં ન્યૂ થિયેટરમાં કેમેરામેન તરીકે તેમની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી.

    આ પણ વાંચો-અમિતાભ બચ્ચન બોડીગાર્ડને આપે છે કંપનીનાં CEO જેટલી સેલરી, જાણો અન્ય સેલિબ્રિટીનાં બોડીગાર્ડનો પગાર

    બિમલ રાયે ઋષિકેશ મુખર્જીમાં રહેલી પ્રતિભા શોધી- નિર્માતા-નિર્દેશક બિમલ રાયે (Bimal Roy) ઋષિકેશ મુખર્જીમાં રહેલી પ્રતિભા શોધી કાઢી હતી. બિમલ રાયની દો બિગા જમીનમાં મુખર્જીએ તેમને અસિસ્ટ કર્યા હતા. ત્યારબાદ ઋષિકેશે બિમલ સાથે 6 વર્ષ કામ કર્યું હતું. ઋષિકેશ મુખર્જીએ 1957માં આવેલી ફિલ્મ મુસાફિરથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મ નિષ્ફળ રહી હતી. પરંતુ 1959માં ઋષિકેશ મુખર્જીએ રાજ કપૂર સાથે ફિલ્મ અનાડીમાં કામ કર્યું હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ ટંકશાળ પાડી હતી.

    ચુપકે ચુપકે, અનુપમા, આનંદ, અહિંસા, ગુડ્ડી જેવી યાદગાર ફિલ્મો આપી

    ઋષિકેશ મુખર્જીએ સમાજના સંવેદનશીલ વિષયો પર ફિલ્મો બનાવી હતી. જેને દર્શકોએ પસંદ કરી હતી. આજે પણ લોકો તેમની ફિલ્મો જોઈને તેના વખાણ કરવા લાગે છે. દિગ્દર્શક તરીકે ઋષિકેશ મુખર્જીએ પોતાના ચાહકોને સત્યકામ, ચુપકે ચુપકે, અનુપમા, આનંદ, અહિંસા, ગુડ્ડી, ગોલ માલ, મજલી દીદી, ચૈતાલી, આશિષવાડ, શેફ, નમક હરામ સહિતની શ્રેષ્ઠ અને ક્લાસિક ફિલ્મો આપી છે.

    આ પણ વાંચો-Taarak Mehta...: જુઓ નટૂ કાકાની લેટેસ્ટ તસવીરો, કેન્સરથી ઓછા થયા વાળ, ચહેરા પર છે સોજા

    હળવી શૈલીમાં સમાજને સકારાત્મક સંદેશ- ઋષિકેશ મુખર્જીએ હળવી શૈલીમાં સમાજને સકારાત્મક સંદેશ પણ આપ્યો હતો. તેમણે દર્શકોને હસાવ્યા અને જીવનના કડવા સત્યથી વાકેફ કરાવ્યા હતા. તેઓ ફિલ્મ બનાવવા માટે સ્ક્રિપ્ટમાં ડૂબી જતાં હતાં. ઋષિકેશ મુખર્જીએ પોતાની ફિલ્મો થકી ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, અમોલ પાલેકર અને જયા ભાદુરી જેવા અનેક કલાકારો ફિલ્મ જગતને આપ્યા હતા.

    અનેક એવોર્ડથી કરાયા સન્માનિત- ઋષિકેશ મુખર્જીને વર્ષ 2000માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને 1961, 1967, 1970, 1971, 1972, 1981માં 6 વખત શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. તેમને બેસ્ટ સ્ટોરી, બેસ્ટ સ્ક્રીનપ્લે અને બેસ્ટ એડિટિંગ માટે અનેક વખત ફિલ્મ એવોર્ડ મળી ચુક્યા છે.
    First published: