સાઇના નેહવાલની બાયોપિકનો First Look, આવી લાગે છે શ્રદ્ધા કપૂર

News18 Gujarati
Updated: September 30, 2018, 8:12 AM IST
સાઇના નેહવાલની બાયોપિકનો First Look, આવી લાગે છે શ્રદ્ધા કપૂર
સાઇના નેહવાલની બાયોપિકનો First Look રિલીઝ

ફિલ્મને લઈને શ્રદ્ધાએ કહ્યું હતું કે ફિલ્મની તૈયારી માટે મેં અત્યાર સુધી 40 બેડમિન્ટન ક્લાસિસ લીધા છે. આ એક મુશ્કેલ રમત છે પણ હું તેનો આનંદ ઉઠાવી રહી છું.

  • Share this:
સાઇના નેહવાલ પર બનનારી બાયોપિકની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાઇના નેહવાલની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મમાં પોતાના રોલને વધારે દમદાર બનાવવા શ્રદ્ધાએ બેડમિન્ટનની જોરદાર પ્રેક્ટિસ કરી છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂરનો ફર્સ્ટ લુક જાહેર કરી દેવામાં આવ્યો છે.

ફિલ્મને લઈને શ્રદ્ધાએ કહ્યું હતું કે ફિલ્મની તૈયારી માટે મેં અત્યાર સુધી 40 બેડમિન્ટન ક્લાસિસ લીધા છે. આ એક મુશ્કેલ રમત છે પણ હું તેનો આનંદ ઉઠાવી રહી છું. કોઈ સ્પોર્ટ્સમેનના જીવનમાં પ્રવેશ કરવો એક રોમાંચક અનુભવ હોય છે. સાઇનાની કહાની ઘણી રસપ્રદ છે. તેણે ગુમાવ્યું છે, ઈજા થઈ છે અને આમાંથી બહાર આવી જીત પણ મેળવી છે.

પોતાના રોલ વિશે વાત કરતા શ્રદ્ધાએ કહ્યું હતું કે હું તેને થયેલી ઈજા સાથે જોડાવવાનો પ્રયત્ન કરી રહી છું. શ્રદ્ધાએ આ ફિલ્મની તૈયારી માટે ખાસ મહેનત કરી છે. તે ઘણા મહિના સુધી સવારે 6 કલાકે ઉઠીને પ્રેક્ટિસ કરતી હતી. તેને ફિલ્મ માટે સખત પરસેવો પાડ્યો છે.
 
View this post on Instagram
 

#SAINA


A post shared by Shraddha (@shraddhakapoor) on


શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી હાલમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.
First published: September 29, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading